________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સ્વાધ્યાયથી લાભ : (૧) સ્વાધ્યાયથી જીવનમાં સારા વિચારો આવે છે. મનમાં સત્સંસ્કાર જાગૃત થાય છે. (૨) સ્વાધ્યાયથી પ્રાચીન જ્ઞાન-વિજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. (૩) સ્વાધ્યાયથી મનોરંજન પણ થાય છે. આનંદ પણ આવે છે. અને યોગ્યતા પણ પ્રાપ્ત
થાય છે. (૪) સ્વાધ્યાય કરતા રહેવાથી મન એકાગ્ર તથા સ્થિર થાય છે. જીવનમાં નિયમિત્તતા આવે
છે અને નિર્વિકારતા પણ. જેમ અગ્નિમાં તપાવેલા સોના, ચાંદી શુદ્ધ થઈને બહાર નીકળે છે. બસ એવી જ રીતે સ્વાધ્યાયથી મનનો મેલ દૂર થઈ જાય છે. સતત સ્વાધ્યાય કરવાથી જ્ઞાનનો વિસ્તાર થાય છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે.
सज्झाए पंचविहे पण्णते तंजहा - ।
વાયા, વિપુછUT, પરિયા, મyપેહા ધમ્મી ! ભગવતી સૂત્ર સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન (૪) અનુપ્રેક્ષા (૫) ધર્મકથા
(૧) વાચના સપુસ્તકોનો અભ્યાસ કરવો, તેનું વાંચન કરવું, નિયમિત રોજ કાંઈ ને કાંઈ વાંચન કરવું જોઈએ. જેને વાંચનમાં આનંદ આવે છે, એ થોડી જ મહેનતમાં સાર જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. પ્રથમ સ્વદર્શનનો અભ્યાસ બરાબર કરવો. શુદ્ધ આચારની સાથે શુદ્ધ વિચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારપછી અન્ય દર્શનોના ગ્રન્થોનો અભ્યાસ કરવો. એનાથી તુલનાત્મક જ્ઞાન થશે. સત્ય-અસત્યનો ખ્યાલ આવશે. જેનાથી સ્વદર્શનની શ્રદ્ધા દઢ બને છે. એક વિદ્વાને સુંદર કહ્યું છે કે; - પહેલા એવું અધ્યયન કરો, જે આવશ્યક હોય. - પછી એવું વાચન કરો જે ઉપયોગી હોય. - ત્યાર પછી એવું વાંચો જેનાથી જ્ઞાનની વૃદ્ધિ થાય.
વાચનાઃ વાચના એટલે પઠન તેવો બોધ થાય છે. વાંચન કે પઠન દ્વારા મેળવેલ સંસ્કારોને વાચના કહેવામાં આવે છે.
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ દ્વારા સૌથી પહેલાં ગુરુભગવન્તના હૈયામાં સ્થાન પ્રાપ્ત કરી