SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ માણસ એક સામાજિક પ્રાણી છે. એ સમાજમાં રહે છે. એકબીજાના સહયોગની અપેક્ષા રાખે છે. પોતે બીજાને કામ આવે છે અને સમય આવતા બીજા પણ એને કામ આવે છે. સુખ-દુ:ખમાં એકબીજાને માટે પ્રસન્નતા અને સંવેદના પ્રગટ કરે છે. અગર રોગગ્રસ્ત થઈ જાય તો બીજો એની સેવા કરે છે અને સહયોગ આપે છે. આમ તો પ્રાણીમાત્રમાં પરસ્પર ઉપકારની ભાવના રહેલી છે. આચાર્ય ઉમાસ્વાતીજીએ જીવનું લક્ષણ બતાવતા કહે છે કે – પરસ્પરોપગ્રહો ગીવાનામ્ | (તત્વાર્થસૂત્ર - પ/૨૧) જીવોમાં પરસ્પર એકબીજાને સહયોગ તથા ઉપકાર કરવાની વૃત્તિ રહે છે. એકબીજાના સહયોગ વિના કોઈ જીવતું પણ રહી શકતું નથી. પરોપકારની આ વૃત્તિ નાનામાં નાના જીવમાં પણ રહે છે. ગીતામાં પણ કહ્યું છે કે – પરસ્પર માવયન્ત: ય: પરમવાથ ! (ભગવદ્ ગીતા ૩-૧૧) નિસ્વાર્થ વૃત્તિથી પરસ્પર એકબીજાનો સહયોગ કરતા થકા એકબીજાની ઉન્નતિમાં ખભે ખભા મેળવીને પરમ કલ્યાણને પ્રાપ્ત કરશે. ઋગ્વદમાં પણ માનવજાતિને એકબીજા પ્રત્યે સમર્પણની ભાવનાનો ઉપદેશ આપતા કહે છે કે – ત્વમમમાં તપ મસિ . (ઋગ્વદ ૮૯૨/૩૨) તમે અમારા છો અને તમારા છીએ. આપણે એક બીજા માટે તૈયાર છીએ. એકબીજાનાં સુખદુઃખમાં સહયોગી છીએ. વૈયાવૃત્યનું મહત્વ અને લાભ : | વૈયાવૃત્યનો અર્થ બતાવતા કહે છે કે - वैयावृत्यं - भक्तादिभिः धर्मोपग्रहकारित्व वस्तुभिरुपग्रह कारणे । ધર્મ સાધનામાં સહયોગ કરવાવાળી આહારાદિ વસ્તુઓ દ્વારા સહયોગ કરવો, સહાયતા કરવી આ અર્થમાં વૈયાવૃત્ય શબ્દ આવે છે. આનો ભાવ એ છે કે એક બીજાનાં જીવનમાં ધર્મની સાધનામાં આત્માના વિકાસમાં તથા જીવન વિકાસમાં સાથ આપવો એ વૈયાવૃત્ય સેવા છે. સેવા-વૈયાવૃત્ય દ્વારા જીવ ચક્રવર્તી પણાને પ્રાપ્ત કરી શકે છે અને એનાથી પણ ઉત્કૃષ્ટ એવા તીર્થકર પદને પણ પ્રાપ્ત કરે છે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે – વેવન્થળ સ્થિર નામ મોત નિવંધ્યા (ઉત્તરાધ્યયન સૂત્ર - ર૯૩)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy