________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કહેવામાં આવે છે. છ આવશ્યકમાં ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે. આચાર્ય હરિભદ્રસૂરિ પ્રતિક્રમણની ભાવાત્મક પરિભાષા કરતા કહે છે કે -
स्वस्थानाद् यत्यरंस्थानं प्रमादस्य वशंगतः ।
તવૈવ માં મૂય: પ્રતિવમળમુખ્યતે II (આવશ્યક સૂત્ર) આત્મા પ્રમાદવશ થઈને પોતાના શુભયોગથી ચલિત થઈ જાય છે અને અશુભ યોગમાં ચાલ્યો જાય છે ત્યારે ફરીથી અશુભયોગને છોડીને શુભ યોગમાં આવવું પરસ્થાનમાંથી ફરીને સ્વ સ્થાનમાં આવવું એનું નામ છે પ્રતિક્રમણ.
મિથાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભયોગ રૂપ પરભાવમાં જ્યારે આત્મા ચાલ્યો જાય છે ત્યારે તેને તુરન્ત પોતાના સ્વભાવમાં સમ્યકત્વ, સંયમ, અપ્રમાદ, અકષાય તથા શુભયોગમાં લાવવું અશુભથી શુભની તરફ જવું પરભાવથી સ્વભાવમાં આવવું એનું નામ છે પ્રતિક્રમણ. (૩) તદુપયરિ - તદુભાઈ:
જે દોષોમાં આલોચના તથા પ્રતિક્રમણ બંને પ્રકારની શુદ્ધિ થાય છે. એના માટે આ બંનેનું વિધાન છે. (૪) વિદ્યારિ - વિવેકાઈઃ
વિવેકનો અર્થ છે ત્યાગ. કોઈ વસ્તુ ત્યાગ કરી દેવાથી જે દોષની વિશુદ્ધિ થાય છે. તેને વિવેકાઈ કહે છે. (૫) વિરસારિદે - વ્યુત્સર્ગાઈ:
શરીરના વ્યાપારને રોકીને સ્થિર થઈને ધ્યેય વસ્તુમાં ઉપયોગ લગાવવો. અસાવધાનીના કારણે કોઈ દોષ લાગ્યો હોય તેનું પ્રાયશ્ચિત કરવા માટે ધ્યાન-કાયોત્સર્ગ કરવામાં આવે છે. કાયોત્સર્ગ કરવાથી તે દોષની વિશુદ્ધિ થઈ જાય છે. તે પ્રકારની પ્રાયશ્ચિત વિધિને વ્યસગાઈ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. (૬) તવારિ - તપાઈ :
તપ કરવાથી જે દોષની શુદ્ધિ થઈ જાય છે. તેના માટે આગમોક્ત વિધિથી તપ કરવામાં આવે તે તપાહે પ્રાયશ્ચિત છે. (૭) છેવાધિદે - છેદાઈ:
છેદનો અર્થ છે કાપવું, ઓછું કરવું જે દોષની શુદ્ધિ માટે દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે છે. તેને છેદાઈ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે.