SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ વીતરાગતાનાં ત્રણ સોપાન : | વિષયોમાં માધ્યસ્થતા રાખવાના ત્રણ સાધન છે, જેને વીતરાગતાના ત્રણ સોપાન પણ કહેવામાં આવે છે. (૧) વિષયોની ક્ષણભંગુરતાનું જ્ઞાન (૨) વિષયોના દુષ્પરિણામોનું ચિંતન (૩) આત્મ સ્વરૂપમાં રમણતાની વૃત્તિ કેળવવી આ ત્રણ સોપાનને આરાધવામાં આવે તો જરૂર ઈન્દ્રિયોની પીછેહઠ થાય અને વીતરાગતા તરફ વૃદ્ધિ થાય. બાકી તો વિષયો કોઈના થયા નથી અને કોઈના થવાના પણ નથી. માટે ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે વિષયોનો પરિચય કરી લો. નહીં વિમ્પા' ના પરિણામો ને સુદ્રો (ઉત્તરાધ્યયન સૂત્ર - ૧૯/૧૮) જેવી રીતે કિંપાગ વૃક્ષના ફળ ખાવામાં મીઠા લાગે છે. પરંતુ જેનું પરિણામ સારું નથી એટલે કે મૃત્યુ જ થાય છે. વિષયોભોગોના પરિણામ સદા અહિતકર જ હોય છે. खणमित सुक्खा बहुकाल दुक्खा વાળી અત્થાન ૩ ગ્રામ પIL | (ઉત્તરાધ્યયન સૂત્ર ૧૪-૧૩) ઓ વિષયો ક્ષણભરનું સુખ આપવાવાળા છે અને લાંબા સમય સુધી દુઃખ આપવાવાળા છે. ૫ મો વિાં તાનકડું નહીં ! (ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬/૩) કષાય પ્રતિસંલીનતા : કષાયની પરિભાષા અને સ્વરૂપ કષાય કરનારની કલુષિત વૃત્તિ માટે પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે કે – નુસંતિ ર નીવે તે સાથે ત્તિ તુવંતિ . (પ્રજ્ઞાપના ૫૧ ૧૩ની ટીકા) જે આત્માને કલુષિત મલિન કરે છે તે માનસિક ભાવ અને વૃત્તિ કષાય કહેવાય છે. દિગમ્બર આચાર્ય વીરસેને પણ કહ્યું છે કે – દુઃa શક્યું કર્મક્ષેત્રે કૃષત્તિ નવનિત તિ પાયા: / ધવલા ટીકા (શ્રમણ સૂત્ર -પૃ. ૨૫૦) જે દુઃખરૂપ ધાન્યને ઉત્પન્ન કરવાવાળા ખેતરને ખેડે છે. ફળવાન બનાવે છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાય કહેવાય છે. આચાર્ય ભદ્રબાહુજીએ પણ કહ્યું છે કે –
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy