________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જૈન દર્શનમાં તપ નિર્જરા
તપનો નિર્જરા તત્ત્વમાં સમાવેશ કરીને નિર્જરા શબ્દની વ્યાખ્યા આપતા જૈન શાસ્ત્ર જણાવે છે કે – परिपक्वभूतानांकावयवाना मात्म प्रवेशेभ्यः परिशाहन रुपत्वनिर्जराचालक्षणम्
પરિપક્વ થયેલા કર્મના અવયવોનું આત્મ પ્રદેશથી ખરી પડવું તે “નિર્જરા” છે. અને “નિર્જરા’ તપ દ્વારા સાધ્ય થઈ શકે છે. નિર્જરાને તપ સાધ્ય બનાવી તપની વ્યાખ્યા કરે છે કે
अभिनव कर्म प्रवेशाभावरुपत्ये सित
पूर्वोपर्जितं कर्म परिक्ष्य रुपत्यं तपस्ते लक्षणम् નવા કર્મના પ્રવેશનો જેમાં અભાવ હોય તથા તે દરમિયાન નૂતન કર્મ ન બંધાય અને જે દ્વારા પૂર્વ ઉપાર્જીત કરેલા કર્મનો ક્ષય થાય તેને “તપ” કહેવાય છે. અર્થાત્ તપ કરવાથી આત્મ પ્રદેશથી કર્મ વિખૂટાં પડી જાય છે. એટલે કે કર્મનો રસ સૂકાઈ જતાં તે સ્નેહ રહિત બને છે. જૈન દર્શન અને તપનું વિધાન :
જૈન ધર્મ એ તપપ્રધાન ધર્મ હોવાથી અન્ય ધર્મોની અપેક્ષાએ તપનું વિધાન જૈન દર્શનમાં ઉચ્ચ શ્રેણીનું છે. તેમજ તપનો યથાર્થ પરિચય જૈન દર્શનમાં મળી શકે છે.
જૈન શાસ્ત્રમાં તપના બાર પ્રકારો બતાવ્યા છે અને તે બાર પ્રકારોને બે વિભાગમાં વહેંચી આપ્યા છે. તેમાં છ પ્રકાર બાહ્ય તપના માન્યા છે અને છ પ્રકાર અત્યંતર તપનાં સ્વીકાર્યા છે.
બાહ્યત:
અત્યંતર તપ
અનશન
પ્રાયશ્ચિત ઉણોદરી
વિનય ભિક્ષાચારી
વૈયાવચ્ચે રસપરિત્યાગ
સ્વાધ્યાય કાયક્લેશ
ધ્યાન પ્રતિસંલિનતા
કાયોત્સર્ગ જૈન દર્શનને જો નિષ્પક્ષપાત ભાવે ગુણ પૂજક દૃષ્ટિથી જોવાનો સ્વભાવ કેળવાય તો તે ભારતીય દર્શનોમાં સચોટ દર્શન છે એટલું જ નહિ પણ વિશ્વનાં વિધવિધ વિજ્ઞાનનો સ્ત્રોત જૈન દર્શન છે.