________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
“તે મનેન ત્તિ તા:” જેનાથી તપાય તેને તપ કહે છે. એટલે જે પ્રવૃત્તિથી કર્યાવરણો તથા વાસનાઓ બળીને ભસ્મીભૂત થાય તેને તપ કહે છે.
અત્યારે તો આહારના ત્યાગને જ તપ મનાઈ રહ્યો છે, જ્યારે શાસ્ત્રકાર તો જે સાધનથી વૃત્તિ ઉપર જય મેળવવાનો હોય તેને જ તપ કહે છે.
દશ પૂર્વધારી આચાર્ય ભગવાન ઉમાસ્વાતીજી તત્ત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે – કૃષ્ણ નિરક્તા : ઇચ્છા નામ વૃત્તિઓ અથવા વાસનાનો જય કરવો, પાંચ ઇંદ્રિયોના વિષયમાં લુબ્ધ રહેલી વૃત્તિઓને વશ કરવી, મનનો જય કરવો, પૌગલિક પદાર્થો પ્રત્યે થતી આસક્તિનો લય કરવો તેને જ તપ કહે છે.
એક દિવસ અથવા બે ચાર દિવસ આહારનો ત્યાગ કરી, રસના ઇંદ્રિયને વશ કરી હોય, પણ સાંભળવાના, જોવાના, સુંઘવાના તથા વિષયભોગના પદાર્થોમાં પ્રીતિ કે આસક્તિ હોય તો તેનું નામ તપ નહિ, પણ ભૂખમરો જ કહી શકાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે –
“ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે;
તપ તે તેહિજ આતમાં, વર્તે નિજ ગુણ ભોગે રે.” ધન, ધાન્ય, કુટુંબ, પરિવાર વગેરે પરિગ્રહો તથા હિંસાદિક આરંભો, અસ–વૃત્તિ, પાપમય ભાવના વિગેરે દોષોથી જેની વૃત્તિ વિરક્ત થઈ, જગતના જડ પદાર્થો પ્રત્યેથી પ્રીતિ, મમતા, માયા તથા આસક્તિનો નાશ થઈ, પાંચ ઇંદ્રિયોના વિષયોથી વિરક્ત થઈ. જગત્મય આસક્તિનો નાશ થઈ, પાંચ ઇંદ્રિયોના વિષયોથી વિરકત થઈ. જગત્મય પ્રવૃત્તિઓને રોકી, સાનુકૂળ, સંયોગ, વિયોગ, જન્મ, મરણ, સુખ, દુઃખ, તિરસ્કાર કે સત્કાર વિગેરે તંદુભાવોમાં હર્ષ-શોક ન કરતાં સમપરિણામી થઈ, જગદાકાર વૃત્તિનો લય કરી, સમ્યજ્ઞાન દર્શન તથા ચારિત્રમય પોતાના આત્મસ્વરૂપમાં રમણ કરે તેને તપ કહે છે.
કેવી અભુત દશા ? આવા અપૂર્વ રહસ્ય ગર્ભિત તપ-ધર્મનું યર્થાર્થ સ્વરૂપ સમજ્યા વિના ખોરાકનો ત્યાગ કરી બે ચાર દિવસ ન ખાવું તે જ અત્યારે તો તપસ્યા મનાઈ ગઈ છે.
વૃત્તિનું યથાર્થ જ્ઞાન થયા વિના તથા વૃત્તિનો ક્ષય કેમ થાય તે સમજ્યા વિના ઉપવાસાદિક વ્રતથી આત્મસાધન થતું નથી. દૂધનો ત્યાગ કર્યો હોય ત્યારે દહીં ત્રણગણું ખાઈ અથવા ઘીનો ત્યાગ કર્યો
(૯૦)