SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ અભવી, મિથ્યાત્વી જીવો હર સમયે અકામ નિર્જરા કરે છે. જ્યારે અકામ નિર્જરાનો સ્વામી પ્રાયઃ કરીને સમ્યકત્વ સંપન્ન ભાગ્યશાળી જ હોય છે અને જ્યાં સમ્યકત્વ છે ત્યાં દ્રવ્યથી કે ભાવથી સંવરનો સ્પર્શ થયા વિના રહેતો નથી. એના ફળસ્વરૂપે એક કોડાકોડી પાલ્યોપમના પલ્યોપમ જેટલા કર્મોની સકામ નિર્જરા કરતાં સાધક ભાવદેશવિરતિ, સર્વવિરતિ અથવા યથાખ્યાતિ ચારિત્ર સુધી પહોંચવામાં સમર્થ બની જાય છે માટે જ કહ્યું છે કે ભાવસંવરની પ્રાપ્તિ સમ્યકત્વ વિના શક્ય નથી. દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં અહિંસા, સંયમ અને તપની આરાધનાને જ જૈનધર્મ કહ્યો છે જે આરાધનાથી માનવીય જીવનના રાગ, દ્વેષ, મોહ, માયા, લોભ, દુરાચાર, દુર્વિચાર અને શબ્દસ, ગંધ તથા સ્પર્શની આસક્તિ રૂપી પાપોના દરવાજા બંધ થાય છે તે જ જૈનધર્મ છે. સારાંશ એ છે કે અહિંસા અને સંયમ ધર્મની આરાધના નવા પાપોને રોકે છે અને તપની આરાધના જૂના પાપોને દૂર કરે છે. માણસ તપોધર્મને સમજી લે અને રોમરોમમાં સંવર ધર્મને અપનાવી લે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ કોઈપણ હાલતમાં દુર્લભ નથી. સાથે સાથે એ પણ સમજી લેવું જોઈએ કે સંવરની આરાધના વગર કેવળજ્ઞાનના સોપાન પર કોઈ ચડી શકશે નહિ અને હજાર પ્રયત્ન કરવા છતાં પણ ચડી શકશે નહિ. આ વાતની અધિક સ્પષ્ટતા કરતા કહે છે કે અંતરની આરાધના વગર નિર્જરાતત્વની પ્રાપ્તિ લગભગ અશક્ય છે. (૧) જેમ દુકાનેથી ઘરે જવાના બે રસ્તા છે. આદતના કારણે જે રસ્તા પરથી તમે જાઓ છો એ સંવર ધર્મની મર્યાદામાં આવ્યા ત્યારથી તે રસ્તે જતા તમારી સામે કોઈ દુશ્મન અથવા પ્રેમી આવી રહ્યો હોય ત્યારે તમારા મનમાં ફરીથી વિચારોનું યુદ્ધ ચાલુ થઈ જશે. આ કારણે સીધો અને સાદો માર્ગ એક જ છે કે તે રસ્તાને તમે છોડી દો અને તે દિવસથી બીજા રસ્તેથી ઘરે જવાનું ચાલુ કરી દો. એનાથી મનને કે આંખને ચાલાકી કરવાનો મોકો જ નહિ મળે. (૨) ધ્યાનમાં બેઠા પછી હર ક્ષણ તમે યાદ રાખો કે કોઈપણ નિમિત્તથી તમારો કાઉસગ્ગ અથવા ધ્યાન ડામાડોળ ન થાય. હસવું ન આવે. અરિહંત દેવોનો ઉપકાર ધ્યાનથી બહાર ન જાય એના માટે એક જ રસ્તો છે કે સામાયિક (સંવર)ની મર્યાદા સુધી તમે પોતાની આંખો બંધ રાખી જીભને બોલવાનો મોકો જ નહિ આપતા અને કાનને બીજાની વાતો સાંભળવાનો મોકો જ ન આપતા. (૩) અનિવાર્ય પ્રસંગને છોડીને રસ્તા પરથી જતા સમયે નિરર્થક વાતો ન કરવી. જેનાથી બીજાની નિંદા કરવાની, જોવાની, સાંભળવાની ખરાબ આદતોથી તમારો છુટકારો થશે. જે સર્વેક્ષણ નિરર્થક થાય છે. જેના કારણે જીવનમાં કોઈ હાનિ નહિ થાય.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy