SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ સંભવ નથી. આ એવું તપસ્વી જીવન છે કે આરોગ્ય, બોધિલાભ, સમાધિ અને આત્માની ચિરશાંતિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. આરોગ્ય માટે : આજની આરોગ્ય શાખા પણ કહે છે કે શ્રમ અને કષ્ટ વિનાનું શરીર નબળું બને છે, માંદલું બને છે. અકાળે વૃદ્ધત્વવાળું બને છે, તો બીજી બાજુ આધુનિક સંશોધનો બતાવે છે કે જીભ પર રાખેલા નિયંત્રણો બહારના જીવાણુના કિરણોત્સર્ગાદિ પ્રદૂષણના ગંદકી વિગેરે આક્રમણો સાથે અભૂત રીતે બચાવ કરી આપે છે. આયુષ્ય વધે છે નિરોગીતા મળે છે. આવી જ રીતે શરીરને પણ તપ સ્વચ્છ બનાવે છે. તેવી જ રીતે મન અને આત્માના સ્તરે વિચારીએ તો પણ તપ અનંતકાળથી જામી પડેલા કર્મોના દલિકોને ખતમ કરવાનું અને તે માટે અત્યંત જરૂરી મનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. સતત માલમલીદા આરોગ્ય કરનાર કે તમતમાટ મસાલાવાળા અને ચટપટા સ્વાદવાળા ભોજનો પેટમાં પધરાવ્યા કરનારના ચિત્ત કલુષિત અને ઉકળાટવાળા બન્યા વગર રહેતા નથી. આથી જ કહ્યું છે કે – પાલો પત્તિ ખાત હૈ, ઉજો સતાવે કામ, જો હલવાપૂરી નીગલતે, ઉસકી જાને રામ.” પૂર્વે ક્યારેય નહોતી એવી તાતી જરૂરિયાત આહારશુદ્ધિ અને આહારનિયંત્રણની વર્તમાનની પશ્ચિમી સંસ્કૃતિના વિનાશક આક્રમણના કારણે પેદા થઈ છે. એક ઠેકાણે વાંચવા મળ્યું છે કે મોત જલ્દી લાવવાનો ઉપાય છે ગમે તે ખાવું, ગમે તેટલું ખાવું અને ગમે ત્યારે ખાવું. આ સિદ્ધાંત મોટા ભાગના દરેક જીવોએ અપનાવી લીધો હોય અને સામૂહિક આપઘાત તરફ ધસમસી રહ્યા હોય એવું લાગે છે. તેવા સમયે સામાને લાલબત્તી કરનાર હોય તો તે તપ છે. તપ એ સ્પીડબ્રેકરની ગરજ સારે છે. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે – एवं खलु भो गोयमा ! जडाणं लम्माणं दुतियण्णाणं हम्पडिल्लताणं नत्थमोवखो अवेयइता अवसा વા સોસીયતા (ભગવતી સૂત્ર) ભોગવ્યા વિના કે તપથી ક્ષય કર્યા વિના કર્મોનો છૂટકારો નથી. આત્મા પર અનંતકાળનાં કર્મો લદાયેલા પડ્યા હોય એનો છૂટકારો કેમ કરીને થાય ? આ કર્મોને હટાવવા તપની જ સાધના જોઈએ. તપની સાધનાથી જ એનો નિકાલ થાય. માટે જ તો જેટલા પણ મહાપુરૂષો થયા એ બધાએ જીવનસાધનામાં તપનું આચરણ જોરદાર કર્યું માટે જ આપણે એમને યાદ કરીએ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy