________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
અભ્યાસ : પારલૌકિક માર્ગનું અન્વેષણ :
હું મરીને ક્યાં જઈશ? મેં ધર્મ કેવો પાળ્યો? વ્રત અને નિયમોનું પાલન કેવું કર્યું? તપ આરાધના કેવી કરી? જેના પ્રભાવે બીજા સ્થાનમાં હીન, મધ્ય કે ઉત્તમ કુળમાં, સ્વર્ગ કે મૃત્યુલોકમાં સુખ સમૃદ્ધિ મળે તો આનંદ અને ન મળે તો ખેદ થાય, પરંતુ પોતાના દુશ્ચરિત્રને પોતે જાણે જ છે કે મારામાં કેવા દોષો અને ગુણો છે. તે પણ હું સમજું છું. ખરેખર મારા દોષોથી હું ઘોર અંધકારવાળા અતિઉગ્ર પાતાળમાં જઈશ. જ્યાં મારે લાંબા સમય સુધી હજારો દુઃખો ભોગવવા પડશે. આ રીતે ધર્માધર્મ અને તેના ફળ સુખ-દુઃખને જાણવા છતાં હે ગૌતમ, કેટલાક આત્માઓ મોહથી મૂઢ થઈ આત્મહિતને આચરતા નથી, પરંતુ પોતાની ભૂલો સુધારીને એ પ્રમાણે આચરણ કરે, સાથે તપધર્મની આરાધના કરે તો અવશ્ય ઉત્તમ સગતિને પ્રાપ્ત કરે છે.
શુદ્ધ માર્ગની આરાધના કઠણ છે છતાં પાર પાડવી શક્ય છે, પરંતુ એ જ્યારે સત્ત્વ રહિત બની જાય છે ત્યારે એના માટે કઠણ બની જાય છે. આત્મહિતને પણ સમજતો નથી.
"सखलुं चरति धम्म आयाहिम नायबुझसार ससल्ले जर कहुग्गम,
घोर वीरं वरे दिव्वं वास सहस्सायि तत्तो वि त तस्स निष्फलं ॥" દિવ્ય દેવતાઈ હજારો વર્ષ તપ કરે તેવો નહિ, પણ ઉગ્ર કષ્ટમય ભયંકર તપ આચરે, પણ જો તે આત્મા સશલ્ય છે, તો તેનો તે બધો તપ નિષ્ફળ છે. માટે શલ્ય એટલે કે ઇચ્છા રહિત તપ કરવાનો છે.
તપ કરવાનું છે પણ શલ્ય (ઇચ્છા) રહિત કરવાનું છે, તો જ કર્મની નિર્જરા થશે. પણ શલ્યરહિત કરવામાં આવશે તો પાપ બંધાશે અને ભોગવવાનો વારો આવશે.
શલ્ય રહિત કર્યા પછી આલોચના, નિંદા, ગહ કે પ્રાયશ્ચિત ન કર્યું જેવી રીતે શલ્ય સેવ્યું તેવી રીતે તેનું પ્રગટીકરણ ન કર્યું તો શલ્ય પણ પાપ કહેવાય છે. “સંત્તમ મન્નાં પાવં નન્નાનોરથ નિયિં ”
તે મહા પ્રચ્છન્ન પાપ છે ગુપ્ત પાપીપણું છે. જે મહાન અકાર્ય અને અનાચાર છે. તેવું માયા દંભીપણું આઠે કર્મોનો બંધ કરાવનાર છે. અસંયમમાં તાણી જાય છે. શીલરહિતપણું, અધર્મતા, કલુષિત અવસ્થા, અશુદ્ધિ, સુકુતનાશ, (શુભ અનુષ્ઠાન સેવવા છતાં હૃદયના મલિન પરિણામ) દુર્ગતિમાં અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુઃખોમાં તાણી જાય છે. સંસારનો વિચ્છેદ થતો નથી. આત્માની મનહાન વિગોપનતા થાય છે. અર્થાત્ એ જીવ સંસારમાં ક્યાં છુપાઈ જાય છે તેનો પત્તો લાગતો નથી.
ભગવાન મહાવીરના પૂળ ભવોનો જ નિર્દેશ કરવામાં આવે છે. સૂક્ષ્મ ભાવોમાં પણ ભગવાનનો આત્મા ઘણું ભટક્યો છે.
શલ્યોના પ્રભાવે આવી દુર્ગતિને સહન કર્યા પછી પણ અત્યન્ત રૂપ હીનતા (કદરૂપું શરીર), દારિદ્રય, દૌર્ભાગ્યપણું અને મુંગી વેદના હોય છે. વેદના ઘણી હોવા છતાં બીજાને કહી ન શકે, તિર્યયને