SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્વ. પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી પંચંદ્રિયને અપર્યાપ્ત, ૧૪ સંજ્ઞી પંચેંદ્રિ થને પર્યાપ્ત. એ ચૌદ ભેદ જીવના કહ્યા વ્યવહારથી, વિસ્તારનયે કરીને પાંચસૅ ત્રેસઠ ભેદ જીવના કહે છે-તેમાં ત્રણસેં ને ત્રણ ભેદ મનુષ્યના, એક અઠાણું ભેદ દેવતાન, અડતાલીશ ભેદ તિર્યંચના, ચઉદ ભેદ નારકીના એમ ૫૬૩ ભેદ થયા, મનુષ્યના ૩૦૩ ભેદ કહે છે–૧૫ કર્મભૂમીનાં મનુષ્ય, ૩૦ અકર્મભૂમીનાં મનુષ્ય, પ૬ અંતરદ્વીપનાં મનુષ્ય, એમ ૧૦૧ થયા, તે ક્ષેત્રના ગભજ મનુષ્યના અપર્યાપ્તા, ને પર્યાપ્તા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સમૃઈિમ મનુષ્યના અપર્યાપ્તા, એ સર્વ મળી કલે ૩૦૩ ભેદ મનુષ્યના થયા. કમભમિ તે કેને કહીએ-૧ અસી, ૨ મસી, ૩ કષી એ ત્રણ પ્રકારના વેપાર કરી જીવે છે. તે કમભૂમિનાં ક્ષેત્ર કેટલાં અને કયાં છે તે કહે છે-૫ ભરત, ૫ ઇરવત અને ૫ મહાવિદેહ એ ૧૫, તે એક લાખ જેજનને જ બૂદ્વીપ છે તેમાં એક ભરત, ૧ ઇરવત, ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જ બુઢાપમાં છે, તેને ફરતે બે લાખ જોજનને લવણું સમુદ્ર છે, તેને ફરતો ચાર લાખ જેજનને ધાતકીખંડ દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઇરવત, ૨ મહાવિદેહ છે. તેને ફરતે આઠ લાખ જેજનને કાળાદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજનને અધ પુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઇરવત, ૨ મહાવિદેહ છે. એમ સઘળાં બળીને પંદર કર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં. હવે અકર્મભૂમિ તે કેને કહીએ? ત્રણ કમરહિત (આસો મસી કષી.) દશ પ્રકારના કલ્પવૃક્ષે કરી છે તે કેટલા અને કયાં છે. તે કહે છે. પહેમવય, ૫ હિરણય, ૫ હરીવાસ, ૫ રમકવાસ, ૫ દેવફર, ૫ ઉત્તરારૂ એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં, ૧ હેમવય, ૧ હિરણય, ૧ હરીવાસ, ૨ મકવાસ, ૧ દેવકર, ૧ઉત્તરકુર, એ છે ક્ષેત્ર જંબુદ્વીપમાં છે. ૨ હેમવય, ૨ હીરણ્ય, ૨ હરીવાસ, ૨ રમકવાસ, ૨ દેવફર, ૨ ઉત્તરકર, એ બાર ક્ષેત્ર ધાતકી ખંડમાં છે. ૨ હેમવય, ૨ હિરણ્ય , ૨ હરીવાસ, ૨ ચમકવાસ, ૨ દેવકર, ૨ ઉત્તમકર, એ બાર અધપુષ્કર દ્વીપમાં છે. એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં,
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy