SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર, ઘેર આહારની એક દાંત એટલે એકધાર તથા પાણીની એક દાંત લેવી ને તેથી નિર્વાહ કરે. બીજા ત્રીજા ચોથા–પાંચમા-છઠ્ઠા અને સાતમા મહીનામાં જ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાંત ઉપરાંત લેવું નહિ. એવો નિયમ તે સાત પ્રતિમા થઈ ૮ સાત દિવસ સુધી એકાંતરા ઉપવાસ કરે અને ઉત્કૃષ્ટ આસન એટલે કઠણ આસને બેશે. ૯ સાત દિવસ એકાંતરા ઉપવાસ કરે પણ દંડાસને બેશે. ૧૦ નવમી મુજબ પણ ગોદહિક એટલે જેમ ગાયને દેહવા બેશે એવી રીતે બેસી રહે ૧: એક રાત દિવસની પ્રતિમા તે અગાઉથી બે ઉપવાસ કરી તે જ દિવસ ને રાત ગામબહાર કાઉસ્સગ કરે. ૧૨ એક રાતની પ્રતિમા તે પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાત વનમાં એક ચિત્ત રહીને ઉપસર્ગ આવે તે સહે. તેરસહિંકિરિયાઠાણે હિં–તેર પ્રકારની ક્રિયા એટલે કર્મ બાંધવાનાં ઠેકાણાં. ૧ કામ સારૂ આરંભ કરવો. ૨ વગર કામે આરંભ કરવા. ૩ જીવઘાત કરવા સારૂ કાંઈ હિંસા કરે. ૪ અકસ્માત કરીયા–તે જેમ કે હરણને તીર મારતાં માણસને વાગે ને તેને જીવ જાય. ૫ મિતદેવ ક્રિયા–તે મિત્રને વેરો કરી માને તથા અચોરને ચોર ગણી હશે. ૬ મુસાવાઈ ક્રિયા-તે જુઠું બોલવાથી લાગે છે. ૭ અદીનાદાણ ક્રિયા-અણદીધું લેવાથી લાગે તે. ૮ અનાથ ક્રિયા-વગર કારણે આરૌદ્ર ધ્યાન ધરવું. ૯ માનવતીય ક્રિયાઅહંકાર કરવાથી લાગે તે. ૧૦ અમીત કિયા-તે પુત્ર, સેવક આદિને થોડે અપરાધે ઘણે દંડ કરે તે. ૧૧ માયા કપટ કરવું તે ક્રિયા. ૧૨ લેભવત્તિયા ક્રિયા તે લેભ કરે તે. ૧૩ ઇરીયા વહીયા ક્રિયા-મારગે અજતનાએ ચાલતાં ક્રિયા લાગે છે. ચઉદસહિંભુ ગામે હિં–ચઉદ પ્રકારના જીવના જથ્થા-સૂમ એકિ, બાદર એકૅકિ, બેઈકિ ઇકિ, ચૌરિતિ, આ સંજ્ઞી પંચેંદ્રિ, સંજ્ઞી પંચૅકિ એ સાત જાતના જીવના અપર્યાપ્તા ને પર્યાપ્તા. એ ચઉદ જાતના વ. પર્યાય છે છે તે-૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્ધિ, ૪ શ્વાસોશ્વાસ, ૫ ભાષા, ૬ મન, તે જે જીવને જેટલી પર્યાય બાંધવી હોય તે ઉપજ્યા પછી પૂરી બાંધી રહ્યો નથી ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય ને પછી પર્યાપ્ત કહેવાય. એ સાત જાતિના છેવના બે બે ભાગ ક્ય તેનું કારણ એજ કે, અપર્યાપ્તપણે પણ જીવ મરી જાય છે. પનરસહિં પરમાણમ્મી એહિં–પંદર પ્રકારના પરમાધામી એટલે અધમદેવતા તેનાં નામ-૧ અંબ. ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબળ, ૫ રૂક, ૬ મહારૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર. ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ ૧૨ વાલું, ૧૩ વેતરણી, ૧૪ ખરસ્વર ને ૧૫ મહાષ. સેલસલિંગાણાસોલાસ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy