________________
શ્રી મહાવીર-ગુણગ્રામ.
વેગીના ઠાકરપુરૂષ, તરણતારણ, દુઃખનિવારણ, અધમઉદ્ધારણ, ભવઃખભંજન, સમતાના સિંધુ, દયાના સાગર, ગુણના આગ, ચિંતામણિરત્નસમાન, પાવભણિ સમાન, કામદુગ્ધાધેનુમાન, ચિત્રાવેલસમાન, મેહનવેલસમાન, અમૃતરસકુંભ સમાન, સુખના કરણહાર, દુઃખના હરણહાર, પાપપલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શિતળદશાના ધણુ, સૂર્યની પેરે ઉદ્યોતના દરણહાર, સમુદ્રની પેરે અડેલ, વાયુની પરે અપ્રતિબંધવિહારી, ગગનની પશે નીરાવલંબી, મારવાડી વૃષભધારીસમાન, પંચાનનકેશરીસિંહસમાન, એવા કેત્તર પુરૂષ, અભયદાતા, ચક્ષુદાતા, ભાગદાસ, એહુવા
ચમજિણેશ્વર જગધણી, જિનશાસનશણગાર;
ભાવ ધરીને સમરતા, પામિજે ભવપાર ! એવા તવાનંદી, તાવવિશ્રામી, અનંતગુણના ધ, અલગગુણના ધણી, અનંતબલના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અવ્યાબાધ આત્મિક સુખના ધરણહાર, સફલનામ ને સફલગોત્રના ધરણહાર, મા હણે મા હણે શાના મકારાણહાર, અહે ભવ્યજીવો! જે કંઈ જીવને હણશો તો હણાવવા પહશે, છેદ તો છેદાવવા પડશે, ભેદશે તો ભેદાવવા પડશે, કઈ માંધાઢે તે ભેગવવાં પડશે, એવા “મ હણે, મ હણે શબ્દના પ્રકાશના કરણહાર, સમણુ ભગવંત મહાવીરે, ઉપન્ન-જ્ઞાણસણરે, અલજિકેવલી, અપરિશ્રવિ કહેતા-અનાશ્રવિ પુરૂષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં નાવે, મધ્યામાં નાવે, વર્ણવ્યામાં ના, એહવા અક્લસ્વરૂપી, અવિગત સ્વરૂપ, જિનેશ્વરદેવ, તે પ્રભુએ સાગબાર મને પંદર દિવસ સુધી મહા મહેનત કરી, કમને યલી, કમને ગાલી, કર્મપ્રજાલી, કર્મને દૂર છાંડી, કમરના દેણ દઈ કરી, કમથી ન કરજ થઈ કરી, કેવળશ્રી વરી, આત્મદશા પ્રગટ કરી, વિરદેવ, વીતરાગ દેવ મોક્ષનગરે પધાર્યા.
એવા પરમ ઉપકારકની મહાવીર દેવે ભવ્ય છાના કલ્યાણ નિમિતે સિદ્ધાન્તરૂપ આગમવાણીની લહાણી કરી છે.