________________
અથ શ્રી ભક્તામર સ્તોત્ર
[વસંતતિલકા વૃત્તમ.] ભક્તામર પ્રણત મૈલિમણિપ્રભાણામુદ્યોતકં દલિત પાપતાવિતાનમાં સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદાવાલંબનું ભવજલે પતતાં જનાનામ છે ૧ છે
ભાવાર્થ-ભક્તિ કરનારા દે પગે લાગે છે, તે વખતે તેમના નમેલા મુગટની અંદર રહેલા મણિઓની કાતિને પણ પ્રકાશ આપનાર પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર, અને યુગાદિથી સંસારરૂપી સમુદ્રમાં પડેલા માણસોને આશ્રયરૂપ, એવા શ્રી જિતેંદ્રસ્વામીના બંને ચરણને ડેપ્રકારે નમસ્કાર કરીને–
ય: સંસ્કૃત: સલવાલ્મયતત્વબેધાદભુતબુદ્ધિપટુભિઃ સુરલેકનાથે સ્તોત્રજગત્રિત ચિરહરિદારે
સ્તબે કિલાહમપિત પ્રથમ જિનેંદ્રમ (યુમ્મ. ૧ ૨ ૩ | ભાવાથ:–તમામ શાસ્ત્રોનું તત્વ જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ મુહિવડે, ત્રણે લોકનું ચિત્ત હરણ કરે એવા ઉદાર સ્તોત્રથી ઈંદ્ર દેવે પણ જેમની સ્તુતિ કરી છે, એવા પ્રથમ જિતેંદ્ર શ્રી આદિનાથ સ્વામિની હું પણ સ્તુતિ કરીશ. ૨ (પ્રથમના આ બે લેકનું યુગલ છે.)
બુદ્ધયા વિનાડપિ વિબુધાચિત પાપીઠ સ્તોતું સમુદતમતિવિગતવ્યપsહમા બાલં વિહાય જલસંસ્થિત મિંટુબિંબ મન્ય: ક ઈચ્છતિ જનઃ સહસા હીતમ છે ૩ છે
ભાવાથ–જેના પગ મુકવાના આસનની પણ દેવતાઓએ પૂજા કરેલી છે, એવા હે જિસેંદ્ર! જેમ કોઈ પણ સમજુ માણસ જળની અંદર પડેલા ચંદ્રના પ્રતિબિંબને એકદમ ગ્રહણ કરવાને ઇચ્છતો નથી, પણ માત્ર બાળક જ ઈચ્છે છે, તેમ મેં પણ બુદ્ધિ વિના લજજા રહિત થઈને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે. ૩ (તે ખરેખર બાળ ચેષ્ટા જેવું જ ગણાય એમ છે.)