________________
ગભ વિચાર
૨૨૩
કંડમાં તો કેવળ મળ મૂત્ર અને માંસ રૂધીરને કાદવ ભરેલે છે. તેમાં છેદન ભેદન થવાનું ભયંકર દુઃખ છે. તે દુઃખનો ચિતાર સુયગડાંગ સૂત્રથી જાણવો. ત્યાંથી મનુષ્ય તિર્યંચની ગતિમાં આવે છે. ત્યાં ગર્ભવાસ મળે છે. તે કેવળ અશુદ્ધ અને અશુચિને ભંડાર છે. પાયખાનાની અપેક્ષાએ જોતાં તે કાયમ અખુટ કીચથી ભરેલ છે. તે. ગભસ્થાન નરકસ્થાનનું ભાન કરાવે છે, તેમ જ ઉપજના છવ નારકીના નમુનાનું ભાન કરાવે છે. ફેર માત્ર આટલો જ કે નરકમાં છેદન, ભેદન, તાડન, તરજણ, ખાંડણ, પીસણ અને દહન સાથે દશ પ્રકારની ક્ષેત્ર વેદના છે, તે ગર્ભમાં નથી પણ ગતિના પ્રમાણમાં ભયંકર કષ્ટ ને દુઃખ છે. ઉપજનારાની સ્થિતિનું તથા ગર્ભસ્થાનનું વિવેચન
શિષ્ય–હે ગુરૂ! ગર્ભસ્થાનમાં આવી ઉપજના છવ, ત્યાં કેટલા દિવસ, કેટલી રાત્રિ, કેટલા મુહૂર્ત રહે ? અને તેટલા વખતમાં તે જીવ કેટલા શ્વાસ લે છે?
ગુરૂ—હે શિષ્ય! તે ઉપજના જીવ બસે ને સાડી સતત અહેરાત્રિ રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલે જ ગર્ભને કાળ છે. તે જીવ આઠ હજાર ત્રણસેં ને પચીસ મુહૂર્ત ગર્ભસ્થાનમાં રહે છે. ચૌદ લાખ દશ હજાર બસેંહ ને પચીશ ધાસોચ્છવાસ લે છે. તેમ છતાં વધઘટ થતી જણાય છે, તે સર્વ કર્મવિપાકને વ્યાઘાત સમજે. ગર્ભસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમંડળ નીચે ફલને આકારે બે નાડી છે. તે બેની નીચે ઉંધા ફલને આકારે એક ત્રીજી નાડી છે. તે નિ નાડી કહેવાય છે. તેમાં નિ જામે છે. તે નિ જીવને ઉપજવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદગલનું મિશ્રણ થાય છે. તે નિરૂ૫ ફલની નીચે આંબાની માંજરને આકારે, એક માંસની પેશી હોય છે. તે પશી દરેક મહીને પ્રવાહિત થવાથી, સ્ત્રી હતુધર્મમાં આવે છે. તે રૂધીર ઉપરની વેની નાડીમાં જ આવ કરે છે, કેમકે તે નાડી ખુલેલી જ હોય છે. ચોથે દિવસે ઋતુસ્ત્રાવ બંધ પડે છે, પણ અત્યંતરમાં સૂક્ષ્મ સાવ રહે છે. ત્યારે સ્નાન કરી શુદ્ધ થવાય છે. પાંચમે દિવસે નિ નાડીમાં સૂક્ષ્મ રૂધીરને જોગ હોય છે, તે જ વખતે વયબિંદુની પ્રાપ્તિ થઈ હોય, તે તેટલા વખતને મિશ્ર