________________
શ્રી શ્રોતા અધિકાર.
૧
સુત્રાહિકની સ્વાધ્યાય ધ્યાન કરે નહિ તેા તેમના ક્રરૂપ રાય મટે નહિં અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ, એ છાંડવાયાગ્ય છે.
૧૪ આભીરી——તેના બે પ્રકાર—૧. આભીર સ્રી-પુરૂષ એક ગ્રામથી પાસેના શહેરમાં ચાલતાં, ગાડામાં ધૃત ભરી વેચવા ગયાં.
ત્યાં બજારમાં ઉતારતાં ધૃતનું ભાજન-વાસણ ફુટી ગયું, ધૃત ઢળી ગયું. પુરૂષે સ્ત્રીને ઘણાં પકાવાળાં વચને કહ્યાં, ત્યારે સ્રીએ પશુ તે ભર્તારને સામાં કુવચના કહ્યાં. આખરે ધૃત બધું ઢાળાઈ ગયું ને અને બહુ શાક કરવા લાગ્યાં, જમીનપરતું ધૃત પાછળથી લુછી લીધું' ને વેચ્યું', કીમત મળી, તે લઇ સાંજે ગામ જતાં, ચાએ લુટી લીધી. બહુ નિરાશ થયા. લાકોએ પૂછવાથી સ॰ વૃત્તાન્ત કહ્યો. લાકાએ ઠપકા દ્વીધા. તેમ ગુરૂએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર–ધૃતને લડાઇ ઝગડા કરી ઢાળો નાંખે તે છેવટે ફ્લેશ કરી દુતિ પામે. આ શ્રોતા છાંડવાયાગ્ય છે.
૨. ધૃત ભરી શહેરમાં જતાં અજારમાં ઉતારતાં વાસણ કુયું કે તરત જ એકદમ મળી ભેગા થઇ તે ધૃત ભરી લીધું, પણ મહુ નુકશાન થવા દીધું નહિ, તે ધૃતને વેચી પૈસા મેળવી સારા સઘાત સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષા પડૅાંચે, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરૂ પાસેથી વાણી સાંભળી શુદ્ધ ભાનપૂર્વક તે અ-સુત્રને ધારી રાખે, સાચવે, અસ્ખલિત કરે, વિસ્મૃતિ થાય તે ગુરૂ પાસે ફરી ફરી માફી માગી ધારે, પૂછે; પણ કલાટ, ઝગડા કરે નહિ, જે ઉપર ગુરૂ પ્રસન્ન થાય, સયંત્ર-જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ આવા મોતા આદરણીય છે.
મળે.