________________
૨૦૭
શ્રી શ્રેતા અધિકાર. દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ સમાવી શીતળ કરે, ૩ ભવ્ય જીવની સંદેહ રૂપી મલિનતા ટળે. એ શ્રોતા આદરવાયોગ્ય છે.
૨ એક ઘડો પડખે કાણે છે તેમાં પાણી ભરે તો અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધું ધારી રાખે-અડધું વિસરી જાય.
૩ એક ઘરે હેઠે કોણ છે તેમાં પાણી ભરે તે સર્વ પાણી વહી જાય, પણ રહે નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે સવ વિસારે, પણ ધારે નહિ,
૪ એક ઘડો નવે છે તેમાં પાણી ભરે તે છેડે થેરે ઝમીને ખાલી થાય, તેમ શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ છેડે થોડ જ્ઞાન વિસારે : ૫ એક ઘડે દુગધ વાસિત છે, તેમાં પાણી ભરે તો પાણીના ગુણને બગાડે, તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુગધ કરી વાસિત છે તેમને સુત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને વિણસાડે.
૬ એક ઘડે સુધે કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે, તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગંધે કરી વાત છે. તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને દીપાવે.
૭ એક ઘડો કર્યો છે તેમાં પાણી ભરે તે તે ઘડે ભીંજાઈને વિણસી જાય, તેમ એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળા ને સૂવાદિકનું જ્ઞાન આપતાં તે નય પ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય.
૮ એક ઘડે ખાલી છે તે ઉપર બુઝાર હાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણ ઝીલવા મુકયું, પણ પાણી અંદર આવે નહિ ને તળે પાણી ઘણું થવાથી ઉપર તરે ને વારાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઇને ફટી જાય; તેમ એકેક શ્રોતા સદ્દગુરૂની સભામાં વ્યાખ્યાન સાંભળવા બેસે પણ ઉંઘ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિ ને ઘણી ઉંઘના પ્રભાવે કરી પેટા ફળરૂપ વાયરે કરી અથડાય છે, તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉંઘમાં પડવાથી પોતાના શરીરને નુકસાન થાય,