________________
१४२
શ્રી ગુણસ્થાનકાર
બારમો કારણદ્વાર કહે છે. કારણ (૫) –૧ કમબંધના મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ પ્રમાદ, ૪ કષાય, ૫ જેગ, પહેલે ત્રીજે ગુણ ૫ કારણે લાભે, બીજે ચોથે, ૪ કારણુ લાભે મિથ્યાત્વ વર્જિને. પાંચમે છઠે ગુo ૩ કારણ લાભ. ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ વજિને, સાતમેથી તે દશમા ગુણઠાણા સુધી, ૨ કારણ લાભે, ૧ કષાય, ૨જોગ, અગ્યારમે બારમે તેરમે, ૧ કારણ લાભે તે જોગ. ચઉમે કઈ કારણ નથી.
તેરમે પરિષહદ્વાર કહે છે. પહેલાથી તે ચાથા ગુણઠાણુ સુધી યદ્યપિ પરિસહ પર લાભ પણુ દુ:ખરૂપ છે, નિરારૂપ પ્રણને નહિ, પાંચમાથી તે ૯ માં ગુણઠાણુ સુધી ૨૨ પરીસહ લાભે, એક સમયે ૨૦ વેદ, ટાઢનો ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાઢ નહિ. ચાલવાને ત્યાં બેસવાને નહિ, બેસવાનો ત્યાં ચાલવાને નહિ. દશમે અગ્યારમે બારમે ૧૪ પરીસહુ લાભે. આઠ જે મેહનીય કમને ઉદયે હતા તે વર્ષો તે કહે છે. ૧ અચેલ, ૨ અરતિને, ૩ સ્ત્રીને, ૪ બેસવાને, ૫ આક્રોશને, ૬ મેલન, ૭ સત્કારપુરસ્કાર, એ ૭ ચારિત્ર મોહનીયા કર્મને ઉદયે હતા તે અને ૮ મે દંશણુ પરીસહ-દર્શનમિહનીયને ઉદયે હતા તે, એ ૮ વર્જિને શેષ ૧૪ રહ્યા, તે માંહેલા તે સમયે ૧૨ વેદ-ટાઢનો ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાદને નહિ, ચાલવાને ત્યાં સ્થાનકને નહિ, સ્થાનકને ત્યાં ચાલવાને નહિ, તેરમે ચઉમે ગુણઠાણે ૧૧ પરીસહ લાભે, પૂર્વે ૧૪ કહ્યા તેમાંથી એક પ્રજ્ઞા, ૨ અજ્ઞાનને, એ ૨ જ્ઞાનાવરણીય કર્મને ઉદયે હતા તે અને ૧ અલાભને અંતરાય કર્મને ઉદયે હતો તે એ ૩ વર્જિને શેષ ૧૧ રહ્યા, તે મહેલા ૧ સમયે ૯ વેકે, ટાઢને ત્યાં તાપને નહિ, તાપને ત્યાં ટાઢને નહિ, ચાલવાનો ત્યાં સ્થાનકને નહિ, સ્થાનકને ત્યાં ચાલવાનો નહિ
ચઉદ માર્ગદ્વાર કહે છે. પહેલા ગુણકાણે માગણ ૪-ત્રીજે, ચોથે, પાંચમે, સાતમે જાય, બીજે ગુ૦ માગણા ૧, પડે તો પહેલે આવે, પણ ચડવું નથી.