SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત. સામાયિક ચારિત્રનેજ છેદાદિ વિશેષપણે વિશેષીએ તે વારે શબ્દથી તથા અથથી નાના પ્રકારપણું ભજે તે વરે છેડોપરસ્થાપનીય ચારિત્ર થાય છે એટલે પૂર્વ પર્યાયનો છેદ કરો અને ઉપસ્થાપન એટલે ગણાધિપે આપેલું પંચ મહાવ્રતપણું જે મહાવ્રતને વિષે હોય તે છેદોષસ્થાપનીય ચારિત્ર કહીએ, જ્યાં નવા પર્યાયાનું સ્થાપન કરવું તથા પાંચ મહાવ્રતને ઉધ્ધાર કરાવવા, તે બે ભેદ, એક વિસ્તાર તે મૂળ ગુણ ઘાતિને પ્રાયશ્ચિત૫ અને બીજે નિરતિચાર, તે ઇવર સામાયકવંત નવ દીક્ષિત શિષ્યને છ છવણીઆ અધ્યયન ભણ્યા પછી હેય તથા બીજા તીર્થ આશ્રયી તે જેમ પાશ્વનાથના તીર્થથી વધમાન સ્વામીના તીર્થ આવી ચાર મહાવ્રતરૂપ ધર્મ ત્યાગીને પંચ મહાવ્રતરૂપ ધર્મ આદરે તેને હેય. ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર–તપ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિજ જે ચારિત્રને વિષે હેય તેને પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહીયે. તે બે ભેદે છે, તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત ચારિત્રના આસેવક એ કપમાં પ્રવર્તતા હોય તેનું ચરિત્ર તે નિર્વિષ્ટ-માનસિક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું. અને બીજું જે ચાર જણ તેના અનુચારી હેય તેને નિર્વિષ્ટાકાઈક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું. તે આ રીત:-નવ જણાનો ગચ્છ જુદે નીકળે તે તીર્થંકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થકર પાસેથી એ ચારિત્ર પડિવર્યું હોય, તેની પાસે એ ચારિત્ર પડિ. વિજે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનારા થાય તે નિવિષ્ટ-માનસિક જાણવા અને ચાર તેના વૈયા. વચ્ચના કરનારા થાય તે નિર્વિષ્ટકાકિ જાણવા. તથા એકને વાચનાચાર્ય ગુણસ્થાનકે ઠરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી ચસ્થ, મધ્યમથી છઠ અને ઉછથી આઠમ એ તપ કરે અને શીત કાળે જઘન્યથી છ8, મધ્યમથી અઠમ, અને ઉત્કૃષ્ટથી દશમ તથા વર્ષાકાળે જઘન્યથી આઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી ઢાકશ કરે, પારણે આયંબીલ કહપસ્થિતપણે નિત્ય કરે, એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીયા થાય અને વૈયાવચ્ચ કરી નાર તપિયા થાય. તે પણ છ માસ લગે તપ કરે, તે વાર પછી
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy