SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ મન:પર્યવ જ્ઞાન થાય છે. • તીર્થકર દીક્ષા લેતા સમયે ‘નમો સિદ્ધાણં' કહીને સિદ્ધોને નમસ્કાર કરે છે. • તીર્થકર દીક્ષિત થાય ત્યારે પંચમુખિ કેશલુંચન કરે છે. ઈદ્ર તેમના કેશને રત્નમય પટારામાં રાખે છે અને આદરપૂર્વક ક્ષીરસાગરમાં તેનું લેપન કરે છે. તીર્થકરની નિર્મળ વાણી સમ્યકત્વનું વિધાન હોવાથી કવિ ઋષભદાસ તેમનું સ્મરણ કરી ગણધરોને નમસ્કાર કરે છે. તીર્થંકર પરમાત્માના મુખેથી નીકળેલી બ્રહ્મરૂપ વાણીને ગણધર ભગવંતો સૂત્રરૂપે ગૂંથે છે. સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત જીવો માટે આ જિનવાણી ચંદનના લેપ સમાન શાતાકારી છે. તેથી મંગલાચરણમાં સરસ્વતી દેવી, જિનેશ્વર ભગવંતો, ગણધર ભગવંતોનું સ્મરણ કરવું યથાર્થ છે. મંગલાચરણ દ્વારા કવિ પોતાની ગ્રંથ પ્રયોજન પ્રણાલિકા દર્શાવે છે. અધ્યાત્મના સારરૂપ પરમાર્થને પ્રકાશનારા શાસ્ત્રની રચના કરવા રાસકાર ઉત્સાહિત થયા છે. આ ગ્રંથની રચના પણ અંતરકુરણા થવાથી કવિએ કરી હોવાથી આ ગ્રંથને સમર્થ અને પ્રાણવાન બનાવવા તેઓ જિનેશ્વર દેવોના ચરણે સમર્પિત હોવાનું સૂચવે છે. કવિની આ નમ્રતા તેમની જિનદેવો પ્રત્યેની ઉપાસક ભાવના દર્શાવે છે. કવિ અત્રે આગમ પરંપરાને અનુસર્યા છે. મધ્યકાળમાં આ પ્રથા સમયસુંદર, નયસુંદર આદિ કવિઓમાં જોવા મળે છે. આવા ઉત્તમ પુરૂષોની સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ બોધિલાભ થાય છે. બોધિ એટલે સત્ય સમજણ, સમ્યગુ બોધ, યથાર્થ શ્રદ્ધા. પરમાત્માની ભક્તિથી દર્શન(સમ્યકત્વ)ની વિશુદ્ધિ થાય છે. કવિ દ્વારા મંગલાચરણમાં ઉત્તમ પુરૂષોની ભક્તિ એ દર્શન વિશુદ્ધિની યાચનારૂપ છે. સમ્યગુ શબ્દનો અર્થ: સા ઉપસર્ગપૂર્વક વ્ર ધાતુથી પિત્ત પ્રત્યય લગાડતાં સમ્યક શબ્દ બને છે. તેની વ્યુત્પત્તિ સમેતિ રૂતિ સભ્યએ પ્રકારે થાય છે. જેનો અર્થ પ્રશંસા છે. સમ્યક શબ્દનો અર્થ શ્રેષ્ઠ, પ્રશસ્ત, યથાર્થ એવો થાય છે. આત્માના અધ્યવસાય (મનોગત ભાવ) દર્શન મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સંવેગ, નિર્વેદ આદિ ગુણવાળા બને ત્યારે શુભ, પ્રશસ્ત કે યથાર્થ બને છે. તેને શાસ્ત્રકારો સમ્યકત્વ, સમકતિ, સમ્યગુદર્શન, બોધિ, આત્માનુભૂતિની સંજ્ઞા આપે છે. સમ્યક એટલે સર્વજ્ઞના વચન અનુસાર, દર્શન એટલે જોવું, જોઈને વિચારવું, વિચારીને નિશ્ચય કરવો, નિશ્ચય કરીને ધારણ કરવું અને તેમાં સ્થિત થવું. જેમ મનુષ્યને પ્રત્યય લાગવાથી મનુષ્યત્વ, પ્રભુને ત્વપ્રત્યય લાગવાથી પ્રભુત્વ બને છે તેમ સમ્યને ત્વ પ્રત્યય લગાડવાથી સમ્યકત્વ બને છે. સમ્યકત્વ એટલે સમ્યકપણું, યર્થાથપણું. અર્ધમાગધી ભાષામાં સમ્યકત્વને દર્શાવનાર સમેત્ત શબ્દ છે તેમજ સમ શબ્દથી પણ તેવા ભાવ વ્યક્ત થાય છે. વળીહંસા અને વોદિ શબ્દનો ઉપયોગ પણ થાય છે. સંત શબ્દ તત્ત્વદર્શન, તપ્રીતિ, તરુચિ, તત્ત્વ સ્પર્શનાના ભાવ વડે સમ્યકત્વનો ભાવ પામે છે જ્યારે વોદિ શબ્દ જાગૃતિ, આત્મજાગૃતિ, બોધના અર્થ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy