SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૩ સમકિતસાર રાસ ઢાળ - ૧ થી ૧૫ તી સંપાદિત વાચતા અને તેનું અધ્યયન ૪૭ સમકિતસાર રાસનો પ્રત પરિચય સમકિતસાર રાસ પ્રતના પ્રથમ પૃષ્ઠ પર માતા સરસ્વતીનું ચિત્ર છે. સંભવ છે કે સમકિતસાર રાસની કવિ ઋષભદાસ કૃત હસ્તલિખિત પ્રત પર માતા સરસ્વતીનું ચિત્ર, તેમના સ્વહસ્તે દોરેલું હોવું જોઈએ. તેમની સ્વહસ્ત લિખિત પ્રત પ્રાપ્ય નથી, પણ વ્રતવિચાર રાસ જે ‘અનુસંધાન' નામના અનિયત કાલિકના નં. ૧૯મા અંકમાં પ્રકાશિત થયેલ છે. તે કવિની હસ્તલિખિત પ્રત છે; તેના પ્રથમ પૃષ્ઠ ૫૨ લગભગ તેવું જ ચિત્ર કવિ દ્વારા દોરાયેલું છે.તેથી કહી શકાય કે આપણા અભ્યાસનો વિષય સમકિતસાર રાસના પ્રથમ પૃષ્ઠપર દોરેલું સરસ્વતી દેવીનું ચિત્ર કાનજી લહિયાએ અથવા અન્ય કોઈ ચિત્રકારે અહીં અનુકરણ કરી દોર્યું હોવું જોઈએ. આ ચિત્ર નિષ્ણાત ચિત્રકારના ચિત્ર જેવું દેખાવમાં ભલે અતિશય મનોહર નથી, પરંતુ એક ગૃહસ્થ શ્રાવક કવિએ રેખાઓ દોરીને પોતાની માતા શારદા પ્રત્યેની આસ્થા અને અનન્ય ભક્તિ પ્રદર્શિત કરી છે. આ બન્ને ચિત્રો ઘણું સામ્ય ધરાવે છે. બન્ને ચિત્રોમાં માતા સરસ્વતી ચતુર્ભુજા ધારી છે. સમકિતસાર રાસમાં દોરેલા માતા સરસ્વતીનાં ચિત્ર અનુસાર તેમના એક હાથમાં ભક્તિનાં પ્રતીક સમાન માળા, બીજા હાથમાં જ્ઞાનના પ્રતીક સમાન પુસ્તક, ત્રીજા હાથમાં મધુર અને સમ્યગ્ સંગીતના પ્રતીક સમાન વીણાનું વરદંડ તથા ચોથા હાથમાં વિજયના પ્રતીક સમાન ધ્વજ છે. વ્રતવિચાર રાસમાં દોરેલા માતા સરસ્વતીના ચિત્ર અનુસાર ત્રણ હાથમાં રહેલી વસ્તુમાં સમાનતા છે, પણ તેમાં ચોથા હાથમાં ધ્વજાની જગ્યાએ કમંડળ છે. બન્ને ચિત્રોમાં માતા સરસ્વતીનું વાહન મયૂર છે. આ મયૂર અનેક પંખોથી સુશોભિત છે. બન્ને ચિત્રોમાં માતા સરસ્વતીનો શણગાર પણ પ્રાયઃ સમાન જ છે. તેમના નાકમાં નથણી, કાનમાં કર્ણફૂલ(કુંડળ), હાથમાં કંકણ, પગમાં વેઢ છે. આપણી અભ્યાસની રાસકૃતિની સરસ્વતી દેવીની આકૃતિને માથે મુગટ પણ છે. બન્ને ચિત્રમાં માતા સરસ્વતીના ગાલ પર ખંજન છે. સમકિતસાર રાસમાં માતા સરસ્વતીના ચિત્રની ઉપર ધ્વજા પતાકાથી સુશોભિત તોરણ છે. સરસ્વતી દેવીના ચિત્રની ડાબી તથા જમણી તરફ લાલ રંગની ત્રણ રેખા દોરેલી છે. સરસ્વતી દેવીના ચિત્રની જમણી તરફ લાલ તિલકની નીચે હાંસિયામાં મંદિર દોરેલું છે. તેના ઉપર કળશ અને ધ્વજા લહરાય છે. તેવું જ મંદિરનું ચિત્ર અંતિમ પૃષ્ઠ પર પણ છે. આ પ્રતની પત્રસંખ્યા ૪૪ છે. સમકિતસાર રાસના પ્રારંભે ભલેમીંડું કરાયું છે. જે મંગલાચરણની નિશાની છે. દરેક ચરણાંતે આંકણી લખી સંખ્યા લખી છે. કુલ ૮૭૯ કડીઓ છે. દરેક કડીમાં વિસર્ગ ચિહ્ન છે. પત્રની બંને બાજુ હાંસિયા છે. તેમાં બંને બાજુ ત્રણ ઊભી રેખાઓ છે. જે લાલ શાહીથી કરેલી છે. પત્રની બંને બાજુ દંડ-તિલક
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy