SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે તત્ત્વ છે. જે રાગ દ્વેષના વિજેતા છે એવા અરિહંત પરમાત્માને તીર્થકર કહેવાય છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદિનાથ) છે. સાચો શ્રાવક સુદેવની ભક્તિ કરી તીર્થકરના કર્મ ઉપાર્જન કરે છે. વળી ભક્તિ કરતાં તન્મયતા આવે તો સમ્યગદર્શન પ્રાપ્ત થાય અથવા સમ્યગદર્શન હોય તો વધુ નિર્મળ બને છે. ઉત્કૃષ્ટ ભાવે આરાધેલી ભક્તિ શિવપુરી તરફ લઈ જાય છે. કવિની બીજી રાસકૃતિ ‘વતવિચાર રાસ' જે ચરણકરણાનુયોગની કૃતિ છે, જેમાં કવિએ સમ્યક્રદર્શન સહિત બાર વ્રતોનું આલેખન કર્યું છે. સમકિત એ વ્રતનું મૂળ છે. બાર વ્રત એ ચરિત્ર ધર્મ છે. સમકિત વિના વ્રત, તપ, નિયમ આદિ ધાર્મિક અનુષ્ઠાનો મિથ્થારૂપે પરિણમે છે. સમ્યગ્દર્શનને ટકાવવા સમ્યગુચારિત્રની આવશ્યક્તા છે. જો વૃક્ષનું મૂળ મજબૂત હોય તો વૃક્ષ ભયંકર વાવાઝોડામાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે તેમ જેની શ્રદ્ધા મજબૂત હોય તે જીવ અહિંસા આદિ બાર વ્રતોની આરાધના દ્રઢતાપૂર્વક કરી શકે છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ, કામદેવ આદિ ૧૦ શ્રાવકોએ વ્રતોને ગ્રહણ કર્યા. તેમને દેવકૃત ઉપસર્ગો આવ્યા છતાં વ્રતભંગ ન કર્યો, તેથી તેઓ પરિત (અલ્પ) સંસારી બન્યા. ભોગી જીવોને ભોગોમાં આસક્તિ છે, તેથી કર્મબંધ વિશેષ પ્રમાણમાં થાય છે જ્યારે વિરતિધરોને કર્મનો લેપ અલ્પ પ્રમાણમાં થાય છે, તેથી તેઓ કર્મથી હળવા બને છે. જેમ જેમ વિષયો વિરામ પામે તેમ તેમ મોક્ષપદ નજીક જવાય છે. ઈક્રિય અને મનરૂપી મદોન્મત્ત હાથીને વ્રત-પ્રત્યાખાનરૂપી અંકુશ વડે જીતી શકાય છે. વ્રત એ ચારિત્ર ધર્મની વાડ છે. સમ્યકત્વની સુરક્ષા માટે વ્રતરૂપી વાડની આવશ્યકતા છે. સમકિતનાં પાંચ લક્ષણો છે. તેની તુલના શ્રાવકનાં બાર વ્રત સાથે થઈ શકે. (૧) સમ- સમભાવ, કષાયોની ઉપશાંતતા. સામાયિક વ્રત (નવમું) સમભાવની પ્રાપ્તિ માટેનું છે, તેથી આ લક્ષણને નવમા શિક્ષાવત સાથે સરખાવી શકાય. સામાયિક વ્રત એ બે ઘડી (૪૮ મિનિટ)નું સાધુપણું છે જેમાં જગતનાં સર્વ જીવો સાથે મૈત્રીભાવ કેળવવાનો છે, તેમજ સર્વ જીવોને અભયદાન આપવાનું છે. ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવતુ ભાવ એ સમ' છે. (૨) સંવેગ - મોક્ષની તીવ્ર અભિલાષા સંવેગ છે. દસમું દેશાવગાસિક વ્રત અને અગિયારમું પૌષધ વ્રત આ બે વ્રતો દ્વારા આત્માનું પોષણ કરવાનું છે. જ્યારે સંસારની આસક્તિ છૂટે, ત્યારે મોક્ષ તરફની અભિલાષા જાગે છે. દસમાવતમાં દિશાની મર્યાદા ઉપરાંત ભોગપભોગની વસ્તુઓની પણ મર્યાદા દિવસ સંબંધી કરવાની હોય છે. જેટલી પરિગ્રહની મર્યાદા વધુ, તેટલી આત્મિક શાંતિ વધુ મળે છે. મન ધર્મધ્યાનમાં મગ્ન રહે છે. પૌષધવતમાં આત્માને આત્મગુણોથી સમૃદ્ધ બનાવવાનો છે. આત્મગુણોની વૃદ્ધિ એ મોક્ષમાર્ગની ઝલક છે. (૩) નિર્વેદ – સંસાર પ્રત્યે ઉદાસીનતા - જેમાં સત્યવ્રત, અચૌર્યવ્રત, બ્રહ્મચર્યવ્રત, પરિગ્રહ પરિમાણવ્રત, દિશાવત, ઉપભોગ પરિભોગ પરિણામ વ્રત, અનર્થદંડવત આ પ્રમાણે બીજાથી આઠમા વ્રત સુધીની અવસ્થા એ નિર્વેદ સાથે તુલનીય છે. જ્યારે ભવાભિનંદી જીવનો ભવ પ્રત્યેનો અનુરાગ છૂટે છે, ત્યારે દષ્ટિ ધર્મ તરફ વળે છે. ધર્મ તરફ દષ્ટિ વાળતાં ધર્મ સુખદાયક લાગે છે અને સંસાર દુઃખદાયક લાગે છે. ત્યારે જીવ ધર્મમાં
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy