SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 30 કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે ત્યારબાદ કવિ સમયસુંદર અને ત્યાર પછી કવિ ઋષભદાસ થયા છે. કવિ ઋષભદાસ કવિ નયસુંદર પછી તેત્રીસ વર્ષે, કવિ સમયસુંદર પછી એકવીસ વર્ષે થયેલા ગણાય. આ ત્રણે વિદ્વાન કવિઓ સમકાલીન છે. કવિ ઋષભદાસે સમકાલીન કવિઓ આગળ પોતાની લઘુતા દર્શાવી છે. તેઓ મહાન કવિઓની સ્તુત્ય પ્રણાલિકાને અનુસર્યા છે. ૩૦ પ્રો.ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકશી કહે છે, જેમ નયસુંદર માણિકયદેવને ‘વરશાલિ’(ઉત્તમ ડાંગર) અને પોતાને ‘અંગુ’(હલકી જાતના ડાંગર) સાથે સરખાવી પોતાની લઘુતા દર્શાવે છે તેવી જ રીતે કવિ ઋષભદાસે ‘હીરવિજયસૂરિ રાસ'માં મોટા કવિઓને વિવિધ ઉપમાઓ આપી સ્તવ્યા છે . ‘વિદ્વાન કવિઓના નામ સ્મરણથી આનંદ થાય છે. તમે તો મોટા કવિઓ છો. તમે પૂજન કરવા યોગ્ય છો. તમારી સમક્ષ હું તો મૂર્ખ છું. તમે બુદ્ધિના સાગર છો. ક્યાં વિરાટકાય હાથી અને ક્યાં અલ્પકાય વાછરડું ? ક્યાં ખાસડું અને ક્યાં ચીર ? ક્યાં બંટીની રાબડી અને ક્યાં ધી-સાકરને ખીર ? છીપણું ચંદ્રની અને આગિયો સૂર્યની બરોબરી ન કરી શકે. ક્યાં કલ્પવૃક્ષ અને ક્યાં ખીજડો(કાંટા વાળું વૃક્ષ) ? ક્યાં વાવ અને ક્યાં ગંગાનું પૂર ? નામ સરખાં હોય, તેથી શું થયું ? નામથી અર્થ સરતો નથી. જગતમાં રામ નામધારી ઘણા વ્યક્તિ હોય. હાથીના ગળે ઘંટ હોય અને બળદના ગળે પણ ઘંટ હોય પણ, તેથી હાથીની તોલે બળદ ન આવી શકે. લંકાનો ગઢ અને અન્ય નગરનો ગઢ બન્ને કોટ કહેવાય પરંતુ જેટલું ઘઉં અને બાજરીના લોટમાં અંતર છે તેટલું તેમાં અંતર છે. "" કવિ ઋષભદાસે મહાન કવિઓને ઉત્તમ કક્ષાના દર્શાવી પોતાને નિમ્ન કોટિના દર્શાવે છે. કવિ ઋષભદાસે હીરવિજયસૂરિ રાસમાં પ્રારંભમાં જૈન સંસ્કૃત ભાષાના વિદ્વાન કવિઓને સ્મર્યા છે . ૩૩ કવિએ વિદ્વાન સંતો (કવિઓ) પ્રત્યે વિનય ગુણ દર્શાવ્યો છે કારણ કે તેમના જીવનમાંથી કવિને કાવ્ય સર્જનની પ્રેરણા મળી છે. કવિ પોતાની લઘુતા દર્શાવતા ‘વ્રત વિચાર રાસ’માં કહે છે કે ; કવિ કો દોષ મ દેખજ્યું, હું છુ મૂઢ ગમાર આગઈના કવી આગલિં, હું નર સહી અશ્યનાન; સાયર આગલિ જ્યંદૂઉં, સ્યું ક૨સઈ અભિમાંન. એવો કવિ સ્વયંને મૂઢ અને ગમાર કહે છે. તેઓ પૂર્વના કવિઓની બરોબરીમાં અલ્પ બુદ્ધિશાળી છે ; ભાવ વ્યક્ત કરે છે. તેઓ પૂર્વના કવિઓને સાગરની ઉપમા આપે છે અને પોતાને બિંદુની ઉપમા આપે છે. જેમ સાગર આગળ પાણીના એક બિંદુની કોઈ વિસાત નથી તેમ મહાન કવિજનોની હરોળમાં પોતે તુચ્છ છે, જેની કોઈ કિંમત નથી. · આપણા અભ્યાસનો વિષય ‘સમકિતસાર રાસ' જેમાં કવિએ પોતાને દાસ કહ્યા છે. આગ જે કવિ હૂઆ વડેરા, હું તસ પગલે દાસજી ૩૪ તેમજ ક્ષેત્ર પ્રકાશ રાસ (ઈ.સ. ૧૬૨૨) માં કવિ કહે છે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy