SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે જવાબદારી હોય તેમજ વ્યાપારમાં વ્યસ્ત પણ હોય તે સ્વાભાવિક છે પરંતુ શ્રાવક કવિ ઋષભદાસ સંતોષી હતા. તેમણે ધન કરતાં ધર્મને જીવનમાં પ્રમુખ સ્થાન આપ્યું છે. તેઓએ વ્યાપાર અને કુટુંબ વ્યવસ્થાની જવાબદારી સુપાત્ર અને વિશ્વાસુ માણસોને સોંપી હોવી જોઈએ. તેમણે વ્યાપાર ક્ષેત્રે નિવૃતિ મેળવી હશે, જેના કારણે સાહિત્ય લેખન ઈત્યાદિ પ્રવૃતિમાં પોતાનો અમૂલ્ય સમય આપી શક્યા હશે. કવિની કવિત્વ શક્તિ માટેના ઉપરોક્ત કારણો સિવાય એક અગત્યનું કારણ કવિને માતા સરસ્વતીની અસીમ કૃપા હતી. કવિ ઋષભદાસે આચાર્ય વિજયસેનસૂરિના સહવાસથી કોઈ રીતે સરસ્વતી માતાની કૃપા મેળવી હતી. તેમણે સંખ્યાબંધ કૃતિઓ રચી ગુર્જર સાહિત્યની સેવા કરી છે. તેમણે પોતાની ઉપલબ્ધ દરેક કૃતિમાં માતા સરસ્વતીને સ્તવ્યા છે. ‘હીરવિજય સૂરિ રાસ'માં પ્રારંભના દુહામાં દોહરા છંદમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનાં સોળ પર્યાયવાચી નામો આલેખી પોતાની તેમના તરફની શ્રત ભક્તિ દર્શાવી છે. કવિતેમના સાનિધ્ય માટે, તેમની કૃપા મેળવવા પ્રાર્થના કરે છે. કવિએ વ્રત વિચાર રાસ'માં પણ બ્રહ્મપુત્રીનો મહિમા ગાયો છે. કવિ ઋષભદાસ સરસ્વતીદેવીના પરમ ભક્ત, અનન્ય ઉપાસક હતા. માતા સરસ્વતીની કૃપાથી કવિએ કવનકાળના ૩૪ વર્ષોમાં પુષ્કળ સાહિત્ય રચનાઓ કરી છે. જે રચનાતાલ અને ગુણવત્તાની દષ્ટિએ અવિસ્મરણીય છે. તેમણે વિપુલ સાહિત્ય સર્જન દ્વારા મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. કવિની રાસકૃતિઓ વિષે સંક્ષેપમાં પરિચય: કવિ ઋષભદાસની સર્વ પ્રથમ ધર્મવીરની પ્રરૂપણા કરતી કૃતિ ઋષભદેવરાસ ઈ.સ. ૧૬૦૬(ઢાળ૧૧૮,ગા-૧ર૭૧)માં રચાઈ છે, જેમાં જૈનોના ચોવીસ તીર્થંકર પૈકી પ્રથમ તીર્થકર આદિનાથ-ઋષભદેવનું ચરિત્ર ચિત્રણ થયું છે. તે પછી વ્રત વિચારરાસનું પ્રતિપાદન થયું છે, જે ઈ.સ. ૧૬૧૦(ગા-૮૬૨)માં રચાયો છે. આરાસમાં શ્રાવકના બાર વ્રત અને સમ્યકત્વનું સ્વરૂપ કવિએ વિસ્તારપૂર્વક વર્ણવેલું છે. ત્યારબાદ કવિની ઉપલબ્ધ કૃતિ ઈ.સ.૧૬૧ર રચાઈ છે, જે સ્થલિભદ્રરાસ (ગ-૭૨૮)તરીકે પ્રખ્યાત છે. તેમાં શીલનો મહિમા ગાયો છે તેમજ સ્થૂલિભદ્ર અને રૂપકોશાના જીવન પ્રસંગોનું કવિએ આલેખન કર્યું છે. ઈ.સ. ૧૬૧માં નેમિનાથ નવરસો સ્તવન રચાયું, જેમાં નેમ રાજુલના ભૌતિક અને આધ્યાત્મિક જીવનનું નિરૂપણ થયું છે. ઈ.સ. ૧૬૧૪માં અજાકુમારનો રાસ(ગા-૫૬૯) અને કુમારપાળ રાસ આ બંને રાસકૃતિઓ એક જ વર્ષમાં રચાઈ છે. કુમારપાળ રાસ એ મધ્યકાલીન યુગની દીર્ઘતમ કૃતિ છે, જે રાસ ૪૬૯૯ જેટલી કડીઓમાં વિસ્તૃત થયું છેરાજા કુમારપાળને મળેલું પાટણનું રાજ્ય અને સમર્થ ગુરુ હેમચંદ્રાચાર્યનાં સત્સંગથી કુમારપાળે સ્વીકારેલો જૈન ધર્મ તેમજ જૈન ધર્મના પ્રચાર માટે કરેલા શુભ કાર્યો આદિનું સુરેખ વર્ણન કવિએ આ રાસમાં કર્યું છે. કવિએ ઈ.સ. ૧૬૨૦માં જીવવિચાર રાસ (૫૦૨-કડીનો) રચ્યો છે, જેમાં જૈન ધર્મના મુખ્ય બે તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વની વાત કહી છે. કવિએ જીવોનું સ્વરૂપ બતાવી, જીવદયાને સર્વ ધર્મમાં સર્વોપરી, શ્રેષ્ઠ દર્શાવેલ છે. કવિએ ઈ.સ. ૧૬૨૦માં નવતત્ત્વ રાસ (કડી-૮૧)ની રચના કરી છે, જેમાં જીવ, અજીવ,
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy