SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ આ ઘટનાથી હરિકેશબલનું મન ચિંતને ચડ્યું. પ્રાણી પોતાના જ ગુણો વડે પ્રીતિ પામે છે. ચિંતન કરતાં કરતાં હરિકેશબલને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં કરેલ જાતિમદ અને રૂપમદનું ચિત્ર ઉપસ્થિત થયું. તે જ સમયે તેણે સંસારથી વિરક્ત બની દીક્ષા અંગીકાર કરી. મુનિ હરિકેશબલે કર્મક્ષય કરવા તીવ્ર તપશ્ચર્યા કરી. પારણાના દિવસે તેઓ રુદ્રદેવની યજ્ઞશાળામાં ગોચરી માટે ગયા. ત્યાં તેમણે અહિંસક યજ્ઞનો સંદેશજનતાને આપ્યો. જેમાં ઈક્રિય અને મનનો સંયમ, અહિંસાનું આચરણ, દેહનું વિસર્જન થાય તે શ્રેષ્ઠ યજ્ઞ છે. જેન યજ્ઞમાં તપ જ્યોતિ છે. ચૈતન્ય જ્યોતિ સ્થાન છે. મન, વાણી અને કાયાની સત્યવૃત્તિ ઘી નાખવાની કડછી છે. શરીર અગ્નિ છે. કર્મ બંધન છે. સંયમ એ શાંતિપાઠ છે. હરિકેશબલ જ્ઞાતિએ ભલે ચાંડાલ હતા પરંતુ તેમની દૃષ્ટિ સમ્યક બનતાં અહિંસક યજ્ઞના પ્રતિષ્ઠાપક બન્યા. તે સમયમાં યજ્ઞો અને ક્રિયાકાંડોનું સંશોધન કરનારા ભગવાન મહાવીરના ધર્મના સાચા પ્રભાવક બન્યા ૧૮) પોપટઃ દુર્જનોના સંગથી જીવને ભયંકર દુઃખ સહન કરવું પડે છે. પોપટ હમેશાં લીલું મરચું, પેરુ (જામફળ) ઈત્યાદિ વસ્તુ પ્રત્યે વધુ રુચિ ધરાવે છે. પોપટ જ્યારે આકડાના વૃક્ષ પર બેસે છે, ત્યારે આકડાના ફળ (અક ડોડિયા), જે લીલા રંગનાં, પેરુ જેવાં લાગે છે, તેથી પોપટને તે ખાવાની સ્વાભાવિક રુચિ થાય છે. પરંતુ આકડાના ફળ દેખાવમાં ભલે મનોહર હોય છતાં સ્વાદમાં ખારાંઝેર જેવાં હોય છે. કવિ સમયસુંદરે પણ કહ્યું છે કે - “આક તણા અકડોડિયા, ખાવંતા ખારા હોય” પોપટ રૂપ અને રંગમાં લોભાઈ આકડાના ફળ આરોગે છે, તેથી તેનું મૃત્યુ થાય છે. તેમ મિથ્યાત્વીનો લોભામણો, બાહ્ય સુંદર આચાર પણ ભવ્ય જીવને માટે ભયજનક છે. તેનાથી દર્શનગુણ, ધૂમિલ બને છે. ખોટાં અભિપ્રાયો કે માન્યતાઓ બદલ્યા વિના સત્યદર્શન ન થાય. ૧૯) દેવ અને દૈત્ય ઉપનિષદમાં ઠેરઠેર દેત્યોના સંગથી દેવોને સહન કરવું પડ્યું એવાદષ્ટાંતો આપેલ છે. ૨૦) મુંજરાજા અને મૃણાલિનીઃ (શીલધર્મની રકથાઓ, પૃ. ૯૪-૯૯.) વિક્રમ સંવત અગિયારમા સૈકામાં બનેલી આ ઐતિહાસિક ઘટના છે. જેનો ઉલ્લેખ મેરૂતુંગસૂરિએ “પ્રબંધ ચિંતામણિ' ગ્રંથમાં કર્યો છે. માલવપતિ મુંજ ચતુર અને પરાક્રમી રાજા હતો. તે વખતે તૈલંગદેશમાં તૈલપનામે રાજા રાજ્ય કરતો હતો. મુંજરાજાએ સાતમી વખત તૈલપ રાજા પર ચઢાઈ કરી. તૈલપ રાજાએ યુદ્ધમાં કપટ કરી મુંજને જીવતો પકડી લીધો. મુંજરાજા રાજકેદી બન્યો. મુંજની તમામ વ્યવસ્થાનો ભાર તૈલપ રાજાની પ્રૌઢ ઉંમરની બહેન (કાકાની દીકરી) મૃણાલિનીને સોંપાયો. મૃણાલિનીના લગ્ન શ્રીપુરના ચંદ્ર રાજા સાથે થયા હતા પરંતુ તે વિધવા બની ત્યારથી ભાઈ સાથે રહેતી હતી. તે વરૂપવાન, ચતુર, અને કાબેલ હતી. મુંજરાજા વિદ્યા અને વિદ્વાનોનો ઉપાસક હતો, તેમજ પ્રણયશાસ્ત્રમાં પ્રવીણ હતો. મુંજરાજા પ્રત્યે મૃણાલિની આકર્ષાઈ. મુંજરાજાએ મૃણાલિનીને પટરાણી બનાવવાનું વચન આપ્યું. તેમજ ગુપ્તચરોની મદદથી જેલમાંથી નાસી છૂટવા ભોયરું બનાવ્યું. પરંતુ મૃણાલિની કાબેલ હતી. તેણે વિચાર્યું માલવપતિની કેટલીય સ્વરૂપવાન રાણીઓ છે. તેમની અપેક્ષાએ હું કાળી છું તેથી રાજા મારી ઉપેક્ષા કરશે. આ પ્રમાણે મૃણાલિની મુંજરાજાને જેલમાંથી બહાર જવા દેવા માંગતી ન હતી. જ્યારે મૃણાલિનીને ખબર પડી કે મુંજરાજાએ જેલમાંથી નાસી જવા માટે સુરંગ ખોદી છે. મુંજે પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે', તેવું જાણી મૃણાલિનીએ મુંજના ભાગી જવાની યોજના તૈલપ રાજાને જણાવી.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy