________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
(૧૪) બુદ્ધિના આઠ ગુણોનો ધારક (૧૫) દરરોજ ધર્મ શ્રવણ કરનાર (૧૬) અજીર્ણમાં ભોજન ત્યાગ કરનાર (૧૭) નિયમિત કાળે પથ્ય ભોજન કરનાર (૧૮) ત્રણવર્ગ (ધર્મ, અર્થ અને કામ)માં વિવેકી
(૧૯) અતિથિ આદિનો પૂજક (૨૦) સદાકાળ કદાગ્રહથી રહિત (૨૧) ગુણોનો પક્ષપાતી (૨૨)પ્રતિબદ્ધ દેશકાળ ચર્ચાપરિહાર (૨૩) બલાબલનો જાણકાર
(૨૪) સદાચારી અને વિશેષજ્ઞાની એવા પુરુષોનો પૂજક
(૨૫) પોષ્યનો પોષક (સ્ત્રી-પુત્રાદિ પરિવારનું પોષણ કરનારો)
(૨૬)દીર્ધદર્શી
(૨૭)વિશેષજ્ઞ
(૨૮) કૃતજ્ઞ (૨૯)લોકમાં પ્રિય
(૩૦) લજ્જાળુ (૩૧) દયાળુ (૩૨) સૌમ્ય સ્વભાવવાળો (૩૩)પરોપકારમાં પરાયણ (૩૪) ષડરિપુ
(૩૫) પાંચ ઈન્દ્રિયને વશમાં રાખનાર
૪૨૧
ઉપરોક્ત કાર્યો વિશિષ્ટ પુરુષોએ આચર્યા છે તેથી તે ધર્મ છે. આગમમાં માર્ગાનુસારીના બોલ નથી પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને આગમ અબાધિત રહે તેમ શિષ્ટ પુરુષોનું આચરણ પણ આગમરૂપ છે.
*બુદ્ધિના આઠ ગુણ - ૧) શાસ્ત્ર સાંભળવાની અભિલાષા ૨) શ્રવણ કરવું ૩) શ્રવણ કરી ગ્રહણ કરવું ૪) ગ્રહણ કરી તેને ધારણ કરી રાખવું. ૫) જાણેલા અર્થના આધારે બીજા અર્થનો તર્ક કરવો ૬) અપોહ એટલે ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ અર્થવાળા હિંસાદિક આત્માને નુકશાન કરવાની સંભાવનાથી પાછા ફરવું અથવા ઉહ એટલે સામાન્ય વિજ્ઞાન, અપોહ એટલે વિશેષ જ્ઞાન. ૭) અર્થ વિજ્ઞાન એટલે ઉહાપોહના યોગથી મોહ અને સંદેહ દૂર થાય તેથી સમ્યજ્ઞાન પ્રગટ થાય. ૮) તત્ત્વજ્ઞાન એટલે ઉહ - અપોહના જ્ઞાનથી વિશુદ્ધિવાળું નિશ્ચય જ્ઞાન *ષરિપુ - કામ, લોભ, ક્રોધ, મદ, માન અને હર્ષ.