SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ પટમાં મધ્યભાગે બાજોટ પર દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેની બંને બાજુ હાથીની આકૃતિ કંડારેલી જોવા મળે છે. આ હાથીઓની બંને બાજુ દેવીઓની આકૃતિ છે. તેના ઉપરના ભાગમાં તોરણ છે, જેના ખૂણા બીડેલા પદ્મથી વિભૂષિત છે. તોરણની મધ્ય દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેના ઉપરના બંને હાથમાં અનુક્રમે ગદા અને અંકુશ તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષમાલ અને કમંડળ છે. તેમનું વાહન પોપટ છે. આ દેવીની બંને બાજુએ ચામર ધારિણી છે. તોરણના બંને છેડે બે દેવીઓ છે.તોરણના ઉપરના ભાગમાં વાઘ ઘંટોનાં શિલ્પો અલંકૃત થયેલાં જોવા મળે છે. ગુજરાતનું વિરલ કહી શકાય એવું કાષ્ઠ કોતરણીવાળું કલાત્મક ઘર દેરાસર આજે પણ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની અનુપમ શોભા છે. કવિનું ચારસો વર્ષ જૂનું ઘર ખંભાતના માણેકચોક વિસ્તારમાં હાલ પણ વિદ્યમાન છે. વળી કેટલાક વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા (નગરસેવક અતુલ એચ. કાપડીયાના પ્રયત્નથી) તે વિભાગને “શ્રાવક ઋષભદાસ શેઠની પોળ' એવું નામ આપ્યું છે. કવિ ઋષભદાસનો પરિચય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શિરોમણી શ્રાવક કવિ ઋષભદાસના પિતામહ ખંભાતના વીસા (પ્રાવંશીય) પોરવાડ જૈન વણિક હતા. તેમના દાદાનું નામ મહીરાજ હતું. તેમની પ્રથમ રાસકૃતિ અષભદેવ રાસ'માં તેઓ પિતામહ વિષે લખે છે સંઘવીશ્રી (અ) મહઈરાજવખાણું, ખાવંસીય વીસોતે જાણું". તેવી જ રીતે કવિએ વ્રત વિચાર રાસ'માં પણ કહ્યું છે કે, રાયવીસલ વડો ચતુરજે ચાવડો, નગર વિસલ તિeઈવેગી વાચ્યું; સોય નગરિ વસઈ પ્રાગ્વસિં વડો, મહઈરાજનો સૂતતે સીહ સરીખો; તેહäબાવતિનગરવાશિં રહ્યું, નામતસ સંઘવી સાંગણ પેખો; ઉપરોક્ત પંક્તિઓ ઉપરથી જણાય છે કે વિસલદેવ ચાવડાએ ઈ.સ. ૧૦૬૦માં મહેસાણા જિલ્લામાં વિસલનગર જેનું બીજું નામ વિસનગર થયું છે તે નગર વસાવ્યું હતું. આપણા ચરિત્રનાયક ઋષભદાસ કવિના દાદા, તે વિસનગરના વતની હતા. તેમને સંઘવી સાંગણ નામનો પુત્ર હતો. તે ત્રંબાવટી નગરીનો રહેવાસી હતો. કવિ ઋષભદાસના પિતા સાંગણ પ્રથમ વિસનગરમાં રહેતા હતા. ત્યારબાદ વેપારાર્થે ત્રંબાવટી નગરીમાં આવી વસ્યા. તેમને વ્યાપારમાં ખૂબ સફળતા સાંપડી. તેઓ શ્રીમંત બન્યા, તેથી ખંભાતમાં જ રહ્યા. કવિ ઋષભદાસના પિતામહ મહીરાજ એક ધર્મિષ્ઠ શ્રાવક હતા. તેમણે સંઘ કઢાવી શત્રુંજય આદિ તીર્થસ્થાનોની યાત્રા કરાવી પુણ્યનાં કાર્ય કર્યા હતાં, તેથી તેમને ‘સંઘવી' કે “સંઘપતિ'નું બિરુદ પ્રાપ્ત થયું હતું. સંઘવી મહીરાજે શત્રુંજય ગિરનાર, જૂનાગઢ, આબુ-દેલવાડાં જેવાં તીર્થસ્થાનોની યાત્રા કરી હતી. તેઓએ પ્રાધ્વંશના વેપારીઓમાં ખૂબ નામના મેળવી હતી. તેઓ સમાજમાં એક પ્રતિષ્ઠિત અને આદરણીય વ્યક્તિ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy