SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ પરિશિષ્ટ-૫ સાત વયમાં સમકિત નયવાદ એ જૈનદર્શનનું મૌલિક અવદાન છે. નય એટલે પ્રાપ્ત કરવું, બોધકરવો. પૂર્ણદર્શનની પ્રાપ્તિ માટે સમ્યગદર્શન અને સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે સ્યાદ્વાદની આવશ્યક્તા છે. વસ્તુ અનંત ધર્માત્મક છે. તેના એક ધર્મને પ્રધાનતા આપી અન્ય ધર્મનો અપલોપન કરવો તે ‘નય છે. નયએ પ્રમાણભૂત જ્ઞાનનું અંશભૂત જ્ઞાન છે. નયસાતછે. નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય,જુસૂત્રનય, શબ્દનય, સમભિરુઢનય, એવંભૂતનય" ૧) નૈગમનય - અંશ, આરોપ (ઉપચાર), સંકલ્પને ગ્રહણ કરે છે. સાડીના એક છેડે તણખો પડતાં મારી સાડી બળી ગઈ', ખુરશીનો એકપાયો ભાંગતાં “ખુરશી ભાંગી ગઈ તે અંશનૈગમછે. હું શરીર છું એ જડમાં ચૈતન્યનો ઉપચાર છે. દંતમાં હું સિદ્ધસ્વરૂપ સંકલ્પ છે. ૨) સંગ્રહાયઃ- સામાન્યને ગ્રહણ કરવું. જેમકે સર્વ જીવોનું ચૈતન્યલક્ષણ સમાન છે. પશુ, પક્ષી, માનવ, જાનવર આદિને પ્રાણી કહેવાં. ૩) વ્યવહારનય:- સામાન્યપણે ગ્રહણ કરાયેલ વસ્તુની વધુ સ્પષ્ટતા કરવા વિશેષ પ્રકારે ભેદ પાડવા. જેમકે જીવમાં સિદ્ધ અને સંસારી, વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિના જીવો. ૪) જુસૂત્રનયઃ- જેમાં વસ્તુના વર્તમાન પર્યાયની મુખ્યતાતેમજ ભૂત અને ભવિષ્યકાળની પર્યાયનીગૌણતા છે. જેમકે કોઈ ગૃહસ્થી સાધુ ધર્મની શુભમનોદશાવાળો હોય ત્યારે સાધુ કહેવાય. પ) શબ્દન:- આ નય કાળ, લિંગ, વચન, કારક (વિભક્તિ) ઈત્યાદિ ભેદે અર્થભેદ માને છે. દા.ત પહાડ. પહાડી, પુત્ર-પુત્રી, વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, સ્તુતિ-સ્ત્રોત વગેરે. ૬) સમભિરુઢનય:- શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. જેમકે રાજચિહ્નથી શોભે તે રાજા, લોકોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન, પોષણ અને રક્ષણ કરે તે ભૂપતિ, સામ્રાજ્યનો ધણીત સમ્રાટ, છખંડનોઅધિપતિ ચક્રવર્તી છે. ૭) એવંભૂતનયઃ- આ નય શબ્દ ભેદથી અર્થ ભેદ માનવા છતાં જ્યારે વ્યુત્પત્તિ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દનો અર્થ સ્વીકારે છે. જેમકે રાજચિહ્નોથી સુશોભિત હોય તે જ સમયે રાજા કહેવાય. પ્રજાજનોને ન્યાય આપતો હોય ત્યારે નૃપ કહેવાય. સેવાનું કાર્યકરતો હોય ત્યારે સેવક કહેવાય, અન્યથા નહીં. પ્રથમના ત્રણ નયો સ્થૂલ છે. બાકીના ચાર નવો સૂક્ષમ છે. સ્કૂલનયતે વ્યવહારનય છે, જ્યારે સૂક્ષ્મનયતે નિશ્ચયનયછે. હવે સાતનયામાં સમક્તિ ઘટાડીએ. ૧)નૈગમન: લોકપરંપરા પ્રમાણે ઉપચારથી જૈન સમકિતી કહેવાય અને સમક્તિી જૈન કહેવાય. ૨) સંગ્રહનયઃ સત્તામાં સર્વભવ્યજીવને સમકિત છે. ૩) વ્યવહાર નયઃ સમકિતી આત્મા વચન અને કાયાથી સમકિતના ૬૭ બોલમાં અને આઠઆચારમાં પ્રવૃત્તિ કરે, તેથી વ્યવહાર સમકિતમાં પ્રવર્તે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy