SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે પરિશિષ્ટ-૪ દર્શતાચાર શ્રી ઉત્તરાર્થનસૂત્રના અ.ર૮માં કહે છે हिस्संकिय णिकक्रखिय, णिवितिगिच्छा अमूढविट्ठी य । उबबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ॥३१॥ અર્થ નિઃશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ-પુષ્ટીકરણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાએ આઠસમકતિના આચાર (દર્શનાચાર) છે. ઉપરોક્ત આઠઆચાર એ સમ્યગદર્શનનું કારણ છે. સમ્યગદર્શન કાર્ય છે. તેથી તેની વચ્ચે કારણ-કાર્ય સંબંધ છે. આઠ આચારોનું પાલન કરતાં સમ્યગદર્શન ગુણ પ્રગટ થાય છે. તેમાંથી પાંચ આચાર પોતાના માટે છે. બાકીના ત્રણ આચાર સ્વ અને પરને સ્થિર કરવા માટે છે. જે બીજાને ધર્મમાં સ્થિર કરે છે તે જીવ ક્યારેક કર્મના સંયોગે શ્રદ્ધાથી કદાચિત વિચલિત બને તો, તેવા જીવને અન્ય જીવો પણ ધર્મમાં સ્થિર કરે છે. આ રીતે પરસ્પરના વ્યવહારથી પાછળના ત્રણે દર્શનાચાર સ્વ અને પર ઉપકારક છે. પ્રથમના ચાર આચારનો ભંગ થતાં પાંચ અતિચાર લાગે છે. બાકીના ચાર આચાર ધર્મની વૃદ્ધિ અને ગુણોની પ્રાપ્તિના કારણ સ્વરૂપ છે. શ્રાવકાચારમાં જઘન્ય શ્રાવકએદર્શનાચાર છે. ઉત્કૃષ્ટ શ્રાવકાચાર એબારવ્રત છે.આઆઠદર્શનાચારમિથ્યાત્વને તોડે છે. ઉપરોક્ત આઠ આચારમાંથી પ્રથમ ચાર અંતરંગ ગુણરૂપ હોવાથી તે ભાવાત્મક છે, જ્યારે બાકીના ચારમાં આચારની પ્રધાનતા છે તેથી પ્રવૃત્તિ પ્રધાન છે. આ દર્શન ગુણ મોક્ષમાં પણ હોય છે. સચિરૂપ પરિણામ તે સરાગદશા છે. વીતરાગી બન્યા પછી તત્ત્વપ્રતીતિરૂપદર્શનગુણપ્રગટે છે. સિદ્ધોને ક્ષાયિકદર્શનગુણ હોય છે. સામાન્ય રીતે સમકિતીને આઠ આચાર હોય છે પરંતુ કોઈ આચારમાં તે ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાના કારણે પ્રસિદ્ધિ પામે છે. (૧) નિઃશંકતાઃ- જિનેશ્વરના વચનો પ્રત્યે લેશમાત્ર પણ શંકા નહિ એવી નિષ્પકંપશ્રદ્ધાનેનિઃશંકતા છે. જમાલી મુનિની માન્યતામાં વિપરીતતા - શંકા આવી તેથી સમકિતથી પતતિ થયા, જ્યારે આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કદાગ્રહી નહોવાથી, સત્યપ્રાપ્ત થતાં તેને જીવનપર્યત ચુસ્તપણે વળગી રહ્યા. વ્યવહારનયથી જિનોક્ત તત્ત્વ દેવ, ગુરુ, ધર્મ અને નવ તત્ત્વોમાં અંશતઃ કે સર્વતઃ શંકા રહિત થવું, તે નિઃશંકતા ગુણ છે. નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્રમાં નિર્ભયપણું, અચલપણું તે નિઃશકતા છે. (૨) નિષ્કાંક્ષા- અન્ય ધર્મીઓના આડંબરો, ચમત્કાર, તેમના પર્વો અને ધામધૂમપૂર્વકની ઉજવણી જોઈ, તેને સ્વીકારવાની અભિલાષા કરવી તે કાંક્ષા મોહનીય છે.વ્યવહારથી જૈનેત્તર મતની લેશ માત્ર અભિલાષા નહિ, તે નિષ્કાંક્ષા અંગ છે. તેના બે અર્થ છે. (૧) એકાંત દષ્ટિવાળા અન્ય દર્શનોને સ્વીકારવાની ઇચ્છા ન કરવી (૨)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy