SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ પરિશિષ્ટ-૩ પ્રદેશી રાજા અને કેશી સ્વામીની કથા જાતિમદ, કુળમદ કે અર્થમદમાં ડૂબેલા તથા સ્વર્ગ, નરક જેવી અપ્રત્યક્ષ વસ્તુઓ વિષે શંકાશીલ પ્રદેશી રાજાનો કેશી સ્વામી સાથેનો વાદવિવાદ શ્રી રાયપાસેણીય સૂત્રના આધારે પ્રસ્તુત છે. સત્તરમા શતકના કવિ સમય સુંદરે પણ કેશી-પ્રદેશપ્રબંધનીરચનારાયપાસેણીય સૂત્રના આધારે કરી છે. જેતવિકા (શ્વેતાંબી) નગરીમાં પ્રદેશ નામે નાસ્તિક રાજા હતો. તેને ચિત્રસારથી નામે જૈન મંત્રી હતો. ચિત્રસારથીએ ચાર જ્ઞાનના ધારક ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી ગણધર પાસે શ્રાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો. એક વખત ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશી ગણધર શ્વેતાંબી નગરીમાં પધાર્યા. ચિત્રસારથી કંબોજદેશથી આવેલા ઘોડાઓનું પરીક્ષણ કરવાના બહાને પ્રદેશ રાજાને કેશી શ્રમણ પાસે લઈ ગયો. ચિત્રસારથી કલ્યાણમિત્ર હતો. રાજા અને પ્રજાના હિતેચ્છુ હતો. તેણે નાસ્તિક અને અધર્મી એવા પ્રદેશ રાજાને કેશી સ્વામીનો સંપર્કકરાવ્યો. તે સમયે કેશી ગણધર જનપરિષદને દેશના આપતા હતા. કેશી શ્રમણ જીવનું સ્વરૂપદર્શાવી રહ્યા હતા. ત્યારે આશ્ચર્ય સાથે પ્રદેશ રાજાએ કેશી શ્રમણ પાસેવિનય કર્યા વિનાજદૂર ઊભા રહી પૂછ્યું, “હે ભદાજે વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે તે જ સત્ છે. જીવ અપ્રત્યક્ષ છે. તેથી આકાશ કુસુમની જેમ અવિદ્યમાન છે તેમજ ધર્મવગેરે આ જગતમાં સર્વથા છે જ નહીં. મારા દાદી શ્રાવિકા હતા અને મારા દાદાનાસ્તિક હતા. મરણ સમયે મેં તેમને કહ્યું હતું કે સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં તમને જે દુઃખ થાય તે મને જણાવજો પણ મૃત્યુ પછી તો મારા દાદી સ્વર્ગના સુખો કહેવા આવ્યા, મારા દાદા નરકનાં દુઃખો મને જણાવવા આવ્યા. તેથી હું માનું છું કે સ્વર્ગ, નરકકે ધર્મ-અધર્મ જેવી કોઈ વસ્તુ નથી. વળી મેં એકચોરને પકડી તેને મારી નાખ્યો. તેના નખ જેવડા નાના નાના ટુકડા કર્યા, છતાં મને ક્યાંય જીવ દેખાયો નહીં. એક જીવતા માનવીના શરીરનું અને એક મૃત્યુ પામેલા માનવીના શરીરનું વજન કર્યું. તેમાં પણ કોઈ ફરક જણાયો નહીં. મેં છિદ્ર વિનાની કોઠીમાં એક માણસને પૂર્યો. તે કોઠીનું ઢાંકણું સજ્જડ રીતે બંધ કર્યું. કોઠીની અંદર રહેલો માણસ મૃત્યુ પામ્યો. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડાઓ મેં જોયા પણ તેમાણસનો જીવ કોઠીમાંથી બહાર નીકળવાનો તથા કીડાના જીવોને કોઠીમાં પ્રવેશવાનોવાળના અગ્ર ભાગ જેટલી પણ માર્ગનહતો. વળી મેંજીવને કોઠીમાં પ્રવેશતાં કેનીકળતાં જોયો નથી, તેથી હું માનું છું કે દેહ અને જીવએકજ છે. શરીરના નાશની સાથે જીવનો પણ નાશ થાય છે. હું જીવસત્તાનો સ્વીકારશી રીતે કરું?” પ્રદેશી રાજાની શંકાનું નિરાકરણ કરવાકેશી ગણધરે કહ્યું, “દેવલોકના દેવોચાર કારણે મૃત્યુલોકમાં આવતા નથી. (૧) દેવલોકના કામભોગમાં મગ્ન રહેવાથી (૨) દેવ-દેવીઓના પ્રેમ સંબંધમાં આસક્તિથી (૩) દેવલોકનાં નાટકઈત્યાદિ ભોગોમાં તલ્લીન બનવાથી (૪) મનુષ્યલોકની દુર્ગધથી (૪૦૦ થી ૫૦૦યોજન ઊંચે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy