SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે (પ) કરણ લબ્ધિઃ - ભવ્ય જીવોને કરણ લબ્ધિ હોય છે. ભવ્ય જીવોમાં પણ ઉપાદાનગત, યોગ્યતાનુસાર, પુરુષાર્થનુસાર, ભવિતવ્યતાનુસાર અને કાળ લબ્ધિ અનુસાર જે જીવો અંતર્મુહૂર્તમાં સમ્યકત્વ પ્રાપ્ત કરવાના છે તેવાજીવોજ કરણલબ્ધિમાં પ્રવેશ કરી શકે છે.' કરણએટલે અધ્યવસાય. આત્માના વીર્યવિશેષને કરણ કહેવાય છે. કરણત્રણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. (૧) યથાપ્રવૃત્તિ કરણ -અનાદિ મિથ્યા દેષ્ટિ આ સંસારના વિવિધ દુઃખોને ઝેલતો, અકામ નિર્જરા દ્વારા નદી ઘોલપાષાણ' ન્યાયથી અથવા “ધૃણાસર'ન્યાયે (આશયવિના અક્ષરો પડે) કર્મોખપાવીયથાપ્રવૃત્તિ કરણમાં આવે છે. ત્યાં આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની કરે છે. તેવા પ્રકારના સમકિતને અનુકૂળ જીવના પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે. યથાપ્રવૃત્તિકરણના બે ભેદ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) ચરમયથાપ્રવૃત્તિકરણ. ચરમાવર્તકાળમાં ચરમ યથાપ્રવૃત્તિકરણ હોય છે.ભાવમલની પ્રચુરતા ઘટતાં ચરમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. ચરમયથાપ્રવૃત્તિકરણમાં અલ્પમલપણાને લીધે જેનો ગ્રંથિભેદનિકટમાં છે તેવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. અભવ્ય અને ભવ્ય જીવોએ આકરણ અનંતીવાર કર્યા છે. (૨) અપૂર્વકરણ -અપૂર્વ એટલે પૂર્વે કદીન થયા હોય તેવા વિશુદ્ધ પરિણામ. તેનું બીજું નામ નિવૃત્તિકરણ છે. ગ્રંથિભેદ કરનારા સર્વ જીવોના એક સમયના અધ્યવસાયમાં તરત્તમતા હોવાથી નિવૃત્તિકરણ કહેવાય છે. આ કરણને પ્રાપ્ત થયેલો જીવ અપૂર્વ વીર્ષોલ્લાસના બળે, વિશુદ્ધ પરિણામરૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા રાગ-દ્વેષની નિબિડતમ અને દુર્ભેદ ગ્રંથિ"ભેદે છે. આ કર્મગ્રંથિ જીવ માત્રને અનાદિ કાળથી છે. કર્મની લઘુતા થતાં જીવ કર્મગ્રંથિને જાણે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિંદુ ગ્રંથમાં કહ્યું છે - "આ દુર્ભેદ્ય કર્મગ્રંથિરૂપ મહાબળવાન પર્વત અપૂર્વકરણના તીક્ષ્ણ ભાવરૂપ વજથી ભેદાય છે, ત્યારે મહાત્માને તાત્વિક આનંદ ઉપજે છે. આ ગ્રંથિ એકવાર તૂટી એટલે બસ તૂટી! કારણ કે ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિનો ઉદય નથી. આ ગ્રંથિભેદનિર્વાણનો હેતુ થાય છે.અનાદિમિથ્યાત્વીને ગ્રંથિભેદ થતાં સદર્શન-સમ્યગુદર્શન થાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયથી જ અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, અપૂર્વ ગુણશ્રેણી અને અપૂર્વ સંક્રમણ આચારકાર્યપ્રારંભ થાય છે. • અપૂર્વ સ્થિતિઘાતઃ- આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મની નિષેક (સામાન્ય સ્થિતિવાળા પરમાણુ સમૂહને નિષેક કહેવાય) રચનાના ઉપરના ભાગમાંથી અપવર્તન કરણથી (જે પ્રયત્ન વિશેષથી કર્મની સ્થિતિમાં અને રસમાં ઘટાડોતે અપવર્તનાકરણ કહેવાય) જાન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડન (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો તે સ્થિતિઘાત કહેવાય. અર્થાત્
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy