SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ પરથી મેળવી છે. (નં.૨) આ ખેચર વિભાગનું વિરાટ કાય પંખી છે. (નં.૩) આ મહાકાયા ધરાવતું સ્થળચર વિભાગનું ડાયનોસોર છે. (નં.૪) આ વિરાટ કાયા ધરાવતું Spider(કરોળિયો) છે. (નં.૫) આચિત્રમાં જળચર વિભાગના ડાયનોસોર છે. જૈનદર્શનના વિરાટકાય પ્રાણીઓની માન્યતા સાથે વિજ્ઞાન પણ અંશતઃ સંમત છે. જૈનદર્શનમાં જીવની જેમ પ્રધાનતા ધરાવતું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્દગલનો સૂક્ષ્મ અંશ તે પરમાણુ કહેવાય છે. પરમાણુની ગતિના સંદર્ભમાં જૈનદર્શન કહે છે કે પરમાણુ એક સમયમાં ઓછામાં ઓછા એક આકાશ પ્રદેશ પર રહે છે જ્યારે વધુમાં વધુ તે એક સમયમાં ચૌદ રાજલોકમાં ફરી વળે છે.'' વૈજ્ઞાનિકો પણ કહે છે કે ઈલેક્ટ્રોન પોતાની કક્ષા ઉપર સેકંડે ૧૩૦૦ માઈલની ગતિ કરે છે. ગેસમાં તીવ્ર કંપન છે જે દર સેકંડે છ અબજ વખત પરસ્પર ટકરાય છે. પ્રકાશનું એક કિરણ એક સેકંડમાં ૧,૮૬,૦૦૦ માઈલની મુસાફરી કરે છે. ભવિષ્યમાં વિજ્ઞાન સંશોધનદ્વારા જૈનાગમની ઘણી વાતો સત્યસિદ્ધ કરી શકશે. જૈનદર્શન શબ્દને પુદ્ગલ માને છે. ન્યાયદર્શન ધ્વનિને આકાશનો ગુણ માને છે. જેમ કાંકરો સમુદ્રમાં નાખવાથી તેના તરંગો કિનારા સુધી પહોંચે છે, તેમ શબ્દ ચૌદ રાજલોકમાં ફેલાઈ જાય છે. દેવલોકના દેવોને આમંત્રણ આપવા હરિણગમેષી દેવ સુઘોષા ઘંટ વગાડે છે, તેનો શબ્દ ધ્વનિ અસંખ્યાત યોજન દૂર રહેલા ઘંટોમાં ઉતરી તે રણકારની અસર થવાથી દૂરના ઘંટો સ્વયં વાગવા માંડે છે. ધ્વનિ એ પુદ્ગલ છે. તેનું સ્વરૂપ તરંગાત્મક છે. માઈક્રોફોન, રેડિયો, ટેપરેકોર્ડ અને માઈકમાં શબ્દ તરંગો વિદ્યુત પ્રવાહમાં પરિવર્તિત થઈ આગળ વધે છે. વર્તમાન કાળે ડોક્ટરો ઉચ્ચ ગતિવાળા ધ્વનિ તરંગોની મદદથી ઓપરેશન કરે છે. વિજ્ઞાને બહેરા વ્યક્તિઓ બરાબર સાંભળી શકે, તે માટે ધ્વનિને મોટો બનાવી કાન પાસે મૂકી શકાય તેવું Earing Aid પણ શોધ્યું છે. ભારતીય પરંપરામાં મંત્ર-તંત્રની પરંપરા પણ પ્રાચીન છે. ભગવાન ઋષભદેવે પોતના બે પુત્ર નમિ અને વિનમિને ૮૪,૦૦૦ વિદ્યાઓ આપી. ગણધર અને શ્રુતકેવલી માટે ‘સવાર સન્નિવાળ' વિશેષણ વપરાય છે.`` અર્થાત્ અક્ષરોના સંયોગથી બનતી સર્વ વિદ્યાના જાણકાર. જૈનોમાં મંત્ર દ્વારા દેવ-દેવીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ મંત્ર ઐહિક અને આધ્યાત્મિક સુખ આપે છે. નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરોમાં અડસઠ હજાર ગગન ગામિની આદિ વિદ્યાઓ રહેલી છે. આધુનિક વિજ્ઞાનમાં જેમ ટેલિપથીની વિજ્ઞાન શાખા છે, તેમ ચિકિત્સા શાસ્ત્રમાં ટેલિથેરપી નામની ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં ઔષધ, યંત્ર (ભૌમિતિક આકૃતિ) અને મંત્રનો ઉચ્ચાર પણ થાય છે. મંત્રના ઉચ્ચારણ દ્વારા દર્દીની સારવાર થાય છે. ઉવસગ્ગહરં સ્તોત્ર’ ના પ્રભાવથી ભદ્રબાહુ સ્વામીએ મરકીના રોગનું નિવારણ કર્યું હતું. આર્ય ખપુટાચાર્યે મંત્ર શક્તિના બળે બે મહાકાયા કુંડીઓ ચલાવી હતી. માનતુંગાચાર્યે ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાના શબ્દો વડે લોખંડની બેડીઓ તોડી હતી. વિજ્ઞાન પણ અલ્ટ્રાસોનીક ડ્રીલ મશીનથી હીરા જેવા કઠણ પદાર્થને તોડે છે. શબ્દ શક્તિની તાકાત અધ્યાત્મ અને વિજ્ઞાન બંને માને છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy