SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે કડીઓ દ્વારા પણ જણાય છે કે સત્તરમી સદીમાં ખંભાતમાં ‘હુન' અને “અભિરામી" નામના સોનાના સિક્કાઓનું ચલણ હતું. હિંદુઓ જેને ‘વરાહ' અને ફિરંગીઓ જેને “પેગોડા' કહેતા હતા. તેને મુસ્લિમો “હૂન' કહેતા હતા. તેની કિંમત ચાર રૂપિયાની હતી. હૂન કરતા અભિરામી ભારે હોવાથી તેની કિંમત સવાચાર રૂપિયા હતી. તે સમયે ખંભાતમાં ‘લ્યાહારી' નામનો સિક્કો પણ વપરાતો હતો. કવિએતેનો ઉલ્લેખ હીરવિજયસૂરિરાસમાં કર્યો છે. લાખ લ્યાહારી તેણે દીધી, પારેખના ગુણ ગાયરે" આ ઉપરાંત મહમૂદી(ચાંદીનો સિક્કો), રૂપિયો અને ભરૂચી નામના સિક્કાનો ઉલ્લેખ પણ હીરવિજયસૂરિ રાસ માં થયો છે." ઉપરોક્ત વિગતો પરથી તારણ કાઢી શકાય કે સોળમી સદીના પૂર્વાર્ધથી સત્તરમી સદી સુધીમાં ખંભાત શહેરમાં વિવિધ પ્રકારનાં નાણાંઓનું ચલણ હતું. તે સમયે ખંભાત ગુજરાતનું એક સમૃદ્ધ શહેર હતું. તેની ખૂબ જાહોજલાલી હતી. કવિએ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ ખંભાત પ્રત્યેની પ્રીતિ એકથી વધુ રાસકૃતિઓમાં વિશદતાથી આલેખી છે. ખંભાત આજે ખેડા જિલ્લામાં આવેલું નગર છે. તેના ઉત્તરે ખેડા જિલ્લાનો માતર તાલુકો, પૂર્વે બોરસદ અને પેટલાદ, તેની દક્ષિણે મહીસાગર અને ખંભાતનો અખાત તથા પશ્ચિમે સાબરમતી નદી આવેલી છે. ખંભાત પ્રાચીન સમયનું જળમાર્ગનું સિંહદ્વાર હતું. દશમી સદી પછીના પાંચ, છ સૈકામાં તેની જાહોજલાલી ખૂબવધી. તેમાં જૈન વણિકોનો તથા દાનવીર શ્રેષ્ઠીઓનો બહુમૂલ્ય ફાળો છે. તેમણે જૈન પરંપરાને ઝળહળતી રાખી છે. ખંભાતનો માણેકચોક વિસ્તાર પૂર્વે સાહમિહીઆની પોલ-માણિકચકિપોલ-લાડવાડો વગેરે નામથી પ્રચલિત હતો. આ માણેક વિસ્તારમાં આવેલા કવિ ઋષભદાસના અગરતગરના લાકડાની કોતરણીવાળું કલાત્મક નયનરમ્ય ઘર દેરાસર આજે પણ માણેકચોકના શંખેશ્વર જિનાલયમાં વિદ્યમાન છે. શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય હાલમાં સં-૨૦૪૩માં નિર્માણ પામ્યું છે. તે ખંભાતનાં માણેકચોકમાં ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની જમણી બાજુની ગલીમાં આવેલું છે. આ દેરાસરમાં તેમનાં જૂના ઘર દેરાસરનો સમાવેશ કરાયો છે. ખંભાતના માણેકચોકના રહેવાસી શ્રાવક કવિ ઋષભદાસ શેઠના ઘરમાં મૂળ કાષ્ઠ કલાયુક્ત નયનરમ્ય ઘર દેરાસર હતું. આ ઘર દેરાસરની પ્રતિમા હાલ ક્યાં છે, તેની કોઈ જાણ નથી. પણ જિનાલયના અગરતગરના લાકડાની કોતરણીવાળું પરિકર પૂર્વે માણેકચોકના ચિંતામણી પાર્શ્વનાથના બાવન જિનાલયના ભોંયરામાં પધારવામાં આવ્યું હતું અને સં-૨૦૪૩ માં અગરતગરના એ બેનમૂન કાષ્ઠ કોતરણી યુક્ત જિનાલયને સ્વતંત્ર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય બનાવવામાં આવ્યું. તેના નાના-મોટા ૮૦૦ ભાગોને ફેવીકોલ કે ખીલી વિના જોડવામાં આવ્યા છે. તેની ઉપર નંદી, હાથી, સિંહની આકૃતિઓ કંડારેલી છે. તેના ઉપરના ભાગે ઘૂઘરાના આકારની સેર લટકાવેલ છે. તેના ઉપર મોર તથા પોપટની આકૃતિ છે. તેના ઉપરના
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy