SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ જૈન દર્શનમાં સખ્યત્વનું સ્વરૂપ શ્રીમદ્જીએ સાત વિભાગમાં આત્મસિદ્ધિનું વર્ગીકરણ કર્યું છે. શ્રીમજી પણ પૂર્વાચાર્યની પરંપરાને અનુસર્યા છે. તેમણે સરુને વંદના કરી મંગલાચરણ કર્યું છે. શાસ્ત્રસરને સમર્પિત થતાં કર્તાનો અહં ઓગળી જાય છે. સરસ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. તેઓ તિન્નાણું-તારયાણં છે. ઉપાધ્યાયજીએ મંગલાચરણ પછી સમકિતની વ્યાખ્યા કરી છે. દર્શન મોહનો ક્ષય થતાં સમકિત પ્રગટ થાય છે. આ નિશ્ચય સમકિત છે. સમકિતને સ્થિર અને નિર્મળ રાખવાના સિદ્ધાંતની શ્રદ્ધા કરવાના જુદા જુદા પ્રકાર તે સ્થાન છે. આ સ્થાનથી વિપરીત વચનો, તેમિથ્યાત્વ છે.મિથ્યાત્વીના વચનો અવિનીત બાળકની જેમ વિરુદ્ધ અને અસંગત હોય છે. ત્યારપછી ઉપાધ્યાયજીનાસ્તિકવાદીઓની માન્યતા દર્શાવે છે. ઉપાધ્યાય યશોવિજયજી ગા.૫થી ૧૭માં સમકિતના સ્થાનમાંથી પ્રથમ સ્થાન આત્માના અસ્તિત્વના સંદર્ભમાંનાસ્તિકવાદીઓનો મત દર્શાવે છે. “જીવ શરીરથકનહિભિનય આ શરીર પાંચ ભૂતોથી બને છે. પાંચ ભૂતમય શરીર જ ચેતનાનું ઉત્પત્તિ અને આશ્રય સ્થાન છે. જેમ ગોળ, દ્રાક્ષ, શેરડીનો રસ ઈત્યાદિથી મદિરા ઉત્પન્ન થાય છે, તેમ પાંચભૂતના સંયોગથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરનો નાશ થતાં આત્માપણનાશ પામે છે; આમંતવ્યચાર્વાકદર્શનનું છે. દર્શન એટલે માન્યતા. જગત અને જગન્નાથને જોવાની વિવિધ દૃષ્ટિ. એ માન્યતાઓને જ્ઞાની પુરુષોએ દર્શનની સંજ્ઞા આપી છે. આ વિવિધ માન્યતાઓને બુદ્ધિની એરણ પર ચઢાવી જ્ઞાની પુરુષોએ ચકાસણી કરી છે. વિવિધ માન્યતાના આધારે છદર્શનો ઉદ્દભવ્યાં છે. ચાર્વાકદર્શન આત્માના અસ્તિત્વનો ઇન્કાર કરે છે, તેથી ત્યાં આત્માના કર્તા, ભોક્તા, મોક્ષ કે નિર્વાણ તેમજ પુણ્ય-પાપ, પુનર્જન્મ ઇત્યાદિનો પ્રશ્ન જ નથી રહેતો. ચાર્વાકદર્શનનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્યએ પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. એકજ માતા-પિતાના જન્મેલા જોડિયા ભાઈઓમાં પણ જીવજુદો જુદો છે. તેથી દરેકની પ્રજ્ઞામાં તફાવત છે. પવન રૂપી પુદ્ગલ છે, છતાં આંખો દ્વારા જોઈ શકાતો નથી, તેમ જીવ અરૂપી છે તેથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. જેમ વાયુના અસ્તિત્વને અનુમાનથી માનીએ છીએ તેમ જીવદ્રવ્યના અસ્તિત્વને અનુમાનથી સ્વીકારવું પડે. જીવ દ્રવ્યનો વિનાશ થતો નથી પણ દેહ છોડી અન્ય સ્થાને જાય છે, તેને પરલોક કહેવાય છે. પરલોક પ્રત્યક્ષ નથી પણ અનુમાનથી સિદ્ધ થાય છે. તાજા જન્મેલા બાળકની દૂધ પીવાની પ્રવૃત્તિ, એ પૂર્વ જન્મનો અનુભવ હોવો જોઇએ. આ અનુભવ અહીં થયો નથી, તેથી આ અનુભવ પરલોકમાં થયો છે; એમ માનવાથી પરલોકનીસિદ્ધિ થાય છે. પુણ્ય-પાપનું સમર્થન કરતાં ગ્રંથકાર કહે છે-જગતમાં બાહ્ય કારણોની સામગ્રી સમાન મળવા છતાં એક સુખી અને બીજો દુઃખી દેખાય છે. તેનું આંતરિક કારણ કર્મ છે. તપ-ત્યાગ ઈત્યાદિ પ્રવૃત્તિનું ફળ પુણ્ય છે, જેના ફળસ્વરૂપે ધન પ્રાપ્તિ, આલોકના ઈષ્ટ રૂપઆદિ મળે છે. ઉપાધ્યાયજીએ આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી, ચાર્વાકમતનું ખંડન કર્યું છે. શ્રીમદ્જીએગા.-૪૩માં સ્થાનનું પ્રતિપાદનક્યું છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy