SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ આવે છે, તે પણ વ્યાપાર કરી શ્રીમંત બને છે. ઐતિહાસિક દષ્ટિએ વિચારતાં ખંભાત નગરી વિશાળ અને સમૃદ્ધ હતી. ત્યાંના લોકો સુખી અને શ્રમજીવી હતા. ખંભાતવાસીઓ પરગજુ તથા નિઃસ્વાર્થ ભાવનાવાળા હતા. તેઓ વ્યવસાયના ક્ષેત્રમાં પણ નીતિમાન હતા. વળી તેઓ સ્વાવલંબી હતા, તેવું પશુધન અને બળદગાડી જેવા શબ્દોથી જણાય છે. તે સમયે શેઠ અને નોકર વચ્ચે મીઠો સંબંધ હતો, તેથી ઉભયવર્ગ પોતપોતાની ફરજમાં પરાયણ હોવાથી સહુના જીવનમાં શાંતિ હતી, તેવું ઉપરોક્ત વર્ણન પરથી જણાય છે. કવિ ઋષભદાસે પોતાની વિવિધ રાસકૃતિઓમાં અનુપમ ખંભાત નગરી માટે ત્રંબાવટી, ભોગવતી, લીલાવતી, કર્ણાવતી આવા વિવિધ નામો પ્રસ્તુત કર્યા છે. કવિએ ‘ઋષભદેવ રાસ (ઈ.સ. ૧૬૦૬)માં ખંભાત નગરીની સુંદરતાનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે. તપનતર પોલીઉં કોટ દરવાજા, સાહા જહાંગીર જસનગરનો રાજા; પ્રાસાદ પચ્ચાસીઅ અતિહિં ઘંટાલા, જ્યાંહાં બિતાલીસ પોષધશાલા. ત્રંબાવટી નગરીની સુરક્ષા માટે તેને ફરતો કોટ છે. આ નગરીના ત્રણ દરવાજા છે. આવી વૈભવશાળી અને મનમોહક નગરીના અધિપતિ મોગલ બાદશાહ જહાંગીર છે. ખંભાત નગરીમાં પંચાશી જેટલા અતિ ઊંચાં ભવ્ય જિનમંદિરો છે. અને શ્રાવકોને નિત્ય ધર્મકરણી કરવા માટે બેંતાલીસ જેટલી પૌષધશાળાઓ છે. શ્રેણિકરાસ (ઈ.સ.૧૯૨૬)માં કવિએ થોડા ફેરફારો સાથે ખંભાતનું તથા ત્યાંના લોકોનું વર્ણન કર્યું છે. એહ ગ્રંબાવટીમાંહિ ગાયો સહી, નગર સઘલાંમાંહિ જે પ્રસીધો; કોટ ત્રંબા તણો દિવ્ય કીધો, કામ સીધાં સહી . તપન તરપોલીઉં, કોટ બરજિં ભજ્યો, સાયર લહઈરિ બહુ વહાણ આવઈ; વસત વિવહારીઆ, કનક કોડે ભર્યા, ઉઠિ પરભાતિ જિનમંદિર જાવઈ, શ્રી અ દેવ ગુરુતણા, ગુણહી ગાવઈ. પ્રવર પ્રાસાદ પંચ્યાસીએ પ્રણમીઈ, જ્યાંહા પાશાલ બહઈતાલીસ દીસઈ ગોચરી સગમ તે સાધનિ અહી કર્ણિ, અહીઅ રઈતાં મુની મનહી હીંસાઈ, તેહ જાણો તુહો વિસા જ વસઈ. પૌષધ પ્રાસાદ વ્યાપાર પાસાઈ સહી, શાક પાસઈ લીઈ સ્વાદ રસીઓ; ઋષભ કહઈ તેહ જગમાહ ધના સહી, જેમાં તંબાવતી માહિ વસીયા, શાસ્ત્ર સુણવા નર જે આ રસી આ. ઉપરોક્ત કડીઓમાં કવિએ ખંભાત નગરીની સુંદરતા, વૈભવતા અને સુરક્ષાનું વર્ણન કર્યું છે. જેમાં
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy