SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે જિનવાણીરૂપી પાણી ક્યાંથી ભરાય?અજ્ઞાન, અભિમાન અને મતાગ્રહોથી ભરેલો જે જીવ પરંપરાકેફલાચારથી અનુકરણ કરી મિથ્યાત્વને છોડતો નથી; તે અભિગ્રહિક મિથ્યાત્વ છે. જૈન ધર્મ અને શિવધર્મ સમાન છે. એમ સર્વ ધર્મ સમાન માનવા; તે બીજું અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કે પ્રત્યાખ્યાન ઈત્યાદિ કોઈપણ ધર્માનુષ્ઠાનના ફળમાં અજ્ઞાનથી સંદેહ રાખવો; તે સાંશયિક મિથ્યાત્વ છે. સત્ય જાણવા છતાં પોતાનું અભિમાન છોડે નહીં અને સત્ય સ્વીકારે નહીં તે ચોથું આભિનિવેશિક મિથ્યાત્વ છે. અજ્ઞાનતાને કારણે ધર્મ-અધર્મનો વિવેક જાણતો નથી, અવતનું પોષણ કરે છે, તેવા એકેન્દ્રિય આદિ જીવોને અણાભોગિક નામનું પાંચમું મિથ્યાત્વ હોય છે. કવિએ ઉપરોક્ત પાંચ પ્રકારના મિથ્યાત્વનો પરિચય આપ્યો. ત્યાર પછી શ્રી સ્થાનાંગસૂત્રના આધારે તેઓ બીજા દશ પ્રકારના મિથ્યાત્વ દર્શાવે છે. ત્યાર પછી લૌકિક મિથ્યાત્વત્રિક અને લોકોત્તર મિથ્યાત્વત્રિકનો પરિચય આપી તેનો ત્યાગ કરવાની શિખામણ આપે છે. ત્યાર પછી જિનવચનની અવહેલના કરનાર, સ્વછંદ મતિથી ધર્મની સ્થાપના કરનાર મિથ્યાષ્ટિ છે. મિથ્યાત્વી જિનની આશાતના કરે છે. તેમનાં વચનો શાસ્ત્ર વિરુદ્ધ છે. કવિનયવિમલજીએ આ સજઝાયમાં મિથ્યાત્વના ૨૫પ્રકારોનું સરળ અને સુગમ ભાષામાં સ્વરૂપદર્શાવે છે. અંતે કવિ કહે છે કે સમકિત એ ધર્મનું મૂળ છે. ગીતાર્થ ગુરુના યોગથી સમકિત પ્રગટ થાય છે. મશીન પડ્યું હોય પરંતુ સ્વીચ ઓન ન કરો તો કરંટના આવે. ઈલેક્ટ્રીક કરંટવિના સાધન કાર્ય કરે, તેમ પાંચ સમવાય રૂપી બળ અને સદ્ગુરુનું નિમિત્ત (કરંટ) સમકિતની સિદ્ધિ કરાવે છે. આ સજઝાય અતિશય સુંદર અને અનેક ભાવોથી સભર છે. (૪) મુનિદેવચંદ્રજીએ સમકિતના સંદર્ભમાં સજઝાલખી છે.“આ દેવચંદ્ર મુનિ કયા છે, તે સ્પષ્ટ થતું નથી. સમકિત વિના આ જીવે ચતુર્ગતિમાં પરિભ્રમણ કર્યું છે. સમકિત વિના ઉત્કૃષ્ટ કોટિની સાધના કર્યા છતાં કાંઈન સર્યું. કવિએ આભાવોને આ સજઝાયમાં સુંદર રીતે વ્યક્ત કર્યા છે. બાહાદિયાસબત્યાગપરિગ્રહદ્રવ્યલિંગઘરલીનો, દેવચંદ્ર કહેયાવિધિતોહમ,બહુતવાર કરલીનો, સમકિતનવિલાં રેતેતો, રુલ્યો ચતુગતિ માંહે.”..૫ સમકિત વિનાની ઉત્કૃષ્ટ કોટિની સાધના, મુનિપણું કે ત્યાગ નિપ્રાણ સમાન છે. સંક્ષેપમાં અજ્ઞાની ગમે તેટલી ક્રિયા કરે, તે બધી ક્રિયાઓ જ્ઞાનીની એકક્રિયાને પહોંચી શકે નહિ. (૫) જ્ઞાન નામના કર્તાએ સમકિતવિષે સજઝાયરચી છે."તેમણે કહ્યું છે “જબલગે સમકિત રત્નકુ, પાયા નહિંપ્રાણી, તબલગેનિજ ગુણનવિવધે, તરુવિણજિમપાણી.” ૧. નીર વિના વૃક્ષનો વિકાસ અસંભવ છે, તેમ સમકિતરૂપી રત્નની પ્રાપ્તિ વિના આત્મિક સંપત્તિનો વિકાસ અસંભવ છે. ૨.આકાશમાં ચિત્ર દોરી શકાતું નથી, તેમ સમકિત વિના તપ, સંયમ અને ધર્મક્રિયાઓ નિરર્થક બને છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy