SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે મીઠાશજાળવી રાખે છે. સમકિતની છ ભાવના એ ફરસી પૂરી સમાન છે. થોડી જ મીઠાઈ ખાવાથી મન તૃપ્ત થઈ જાય છે પણ ફરસાણમાં એવું બનતું નથી. પૂરી સહિતનું ભોજન ભૂખની વેદનાને લાંબો સમય સુધી શાંત રાખે છે, તેવી રીતે ભાવનાઓનું વારંવાર ચિંતન કરતાં આત્મા તે ભાવનાઓથી ભાવિત બને છે. તેમાં ઉપશમરસ તથા વૈરાગ્ય ગુણોથી વૃદ્ધિ થાય છે. છ ભાવના સમકિતના દીપક પ્રગટાવે છે. મિથ્યાત્વરૂપી ભૂખને ભાંગી પૂરીની જેમ અપૂર્વ શાંતિપ્રદાન કરે છે. સમકિતના ૬૭ બોલના બાર દ્વાર છે. તેમાં સમકિત સુખડી શોભે છે. આ બાર ભેદમાં આઠ પ્રકારની મીઠાઈઓ અને બે ફરસાણ (ખાજા અને પૂરી) નાં નામ છે. કવિ યશોવિજયજી સ્વયં તત્વજ્ઞાની હોવાથી તેમની સજઝાયમાં તત્ત્વજ્ઞાનની બહુલતા છે. શ્રીજિનશાસન ચહુટે દીઠી, સિદ્ધાંતથાળે સારીરે, તે ચાખે અજરામર હોવે, મુનિદરશન ઍપ્યારીરે ચાખો.૫ સમકિતરૂપી સુખડી એટલે સુખદાયક એવી મીઠાઈનો થાળ. જિનશાસનના ચોકમાં, સિદ્ધાંતરૂપી થાળમાં સમકિતરૂપી સુખડી શોભી રહી છે. તેને આરોગનાર અજરામર પદ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. જિનાગમરૂપી પરસાળમાં મૂકેલી સમકિત સુખડીને આરોગનાર ભવ્યાત્મા સંસારનો અંત લાવે છે. કવિ અને કહે છે નિશ્ચયનયથી તો આત્માઅણાહારી છે. સંસારીજીવને કર્મના કારણે શરીર છે. શરીરના કારણે ભૂખ અને તરસની પીડા છે. વેદનીય કર્મ ચૌદમા ગુણસ્થાનક સુધી છે. તેથી ભૂખની પીડા રહે છે. સમ્યગદર્શન ગુણ ચોથા ગુણસ્થાનકેપ્રગટે છે. એકવાર સમકિત પ્રગટ્યા પછી ભલે અલ્પ સમય જ રહે પણ તેની સ્પર્શના જન્મ-મરણની પરંપરાનો અલ્પભવોમાં અંત લાવે છે. (૨) ચૂંદડીવિષેના લોકગીતથી પ્રેરિત થયેલ સમકિતની સજઝાય, જેના કર્તા જૈન સાધુ કવિ માણેકવિજયજી છે. કવિ કહે છે* ઝીણી રંગબેરંગી ભાતની ચૂંદડી લાલ ચટક રંગે રંગેલી છે. આ ચૂંદડી અતિશય સુંદર અને અમૂલ્ય છે. આ ચૂંદડી બરાનપુર શહેરની છે. તેનું રંગકામ ઔરંગાબાદમાં થયું છે. તેનો કસુંબા જેવો પાકો રંગ છે. સર્વ સહેલીઓ સાથે જિનવાણીનું શ્રવણ કરવા જતાં દોશીના હાટે, ચતુર નગરના ચૌટામાં પ્રિયતમાએ ચૂંદડીને જોઈ. પ્રિયતમાએ પોતાની નણંદને કહ્યું, આ ચૂંદડી મને અતિશય પ્રિય છે. તમારા વીરાજીને વિનંતી કરો કે મને આ ચૂંદડી લાવી આપે. આ ચૂંદડી વિના મને જરા પણ ચેન પડતું નથી. આ ચૂંદડીમાં હાથી, ઘોડા, પોપટ, મોર જેવા વિવિધ પક્ષીઓ અને પશુઓની નવીન ભાત છે. દેરાણી, જેઠાણી, બે નણંદોને પણ દોશીડાના હાટે લાવજો. સાસુજી માટે સાડીઓ લેજો. દોશીડાના હાટે સંવરરૂપી સસરાએ ચૂંદડીનું મૂલ્યાંકન કર્યું. સવા લાખ સોનૈયા તેની કિંમત છે. સુમતિ સાસુના કહેવાથી તે ચૂંદડી ખરીદી પ્રિયતમાને આપી. પ્રિયતમા ચૂંદડી ઓઢીને પ્રભુનાં વંદન કરવા મંદિરમાં ગઈ. આ ચૂંદડી અત્યંત પાતળી અને ચંદ્રના કિરણોમાંથી વણેલી સુકુમાર છે. તેના ગુણોને (સુંદરતાને) માનીની સ્ત્રીઓ મળીમળીને ગાય છે. તેનો ઉપનયઆ પ્રમાણે છે. સમકિતરૂપી ભાતીગર ચૂંદડી સુંદર અને કિંમતી છે. તેનો શ્રદ્ધારૂપી રંગ સ્વાભાવિક છે. ચતુર્ગતિના
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy