SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ કવિ ઋષભદાસ કૃત 'સમકિતસાર રાસને આધારે થાય છે કે, ચારે ગતિમાં જીવે સૌથી વધુ આહાર સંજ્ઞા પુષ્ટ કરી છે. આહાર એ દેહનું પોષણ છે. આત્માઅણાહારી છે. મનુષ્યજન્મ સંજ્ઞા-વૃત્તિઓના સંસ્કારને તોડવા માટે છે. તેથી કવિ કહે છે ચાખોનરસમક્તિ સુખલડી, દુઃખભુખલડી ભાંજેરે, ચાર સદુહણા લાડુ સેવઈયા, ત્રણલિંગફેણી છાજેરે...ચાખો...૧ સમકિતરૂપી સુખડીને આરોગતા ભવ ભ્રમણરૂપી ભૂખ ભાંગે છે. અહીં સુખડી એટલે વિવિધ મીઠાઈઓ. અર્થાતું સમકિતના વિવિધ ભેદો. સમકિતના સડસઠ ભેદ એ વિવિધ પ્રકારની મીઠાઈ છે. તેનું સેવન કરતાં ભવરોગ મટે છે. કવિએ સમકિતને સુખડી કહી છે. સુખડી એક એવી મીઠાઈ છે, જે ગરીબ અને શ્રીમંત સર્વ લોકો પ્રાપ્ત કરી શકે છે. સમકિત પણ ચારે ગતિના જીવો પ્રાપ્ત કરી શકે છે. અત્યંત ભૂખ લાગી હોય ત્યારે સુખડી ખાવાથી ભૂખનું દુઃખ શાંત થાય છે, તેમ મિથ્યાત્વરૂપી સત્વહીન ખોરાકથી દુર્બળ બનેલો આત્મા સમકિતરૂપી પૌષ્ટિક ભોજનથી સત્ત્વશાળી બને છે. મીઠાઈ નિરોગી વ્યક્તિ માટે શક્તિવર્ધક છે. તેનાથી જ્ઞાનતંતુઓને પોષણ મળે છે. સમકિતના સડસઠ બોલ એ સમકિત પ્રાપ્તિમાં સહાયક છે. તેનાથી આત્મિક ગુણોને પોષણ મળે છે, તેથી સમકિતરૂપી સુખડીનું સેવન કરવું પરમ હિતકારી છે. ચાર સહણાને ઉપાધ્યાયજી સેવૈયા લાડુ સાથે સરખાવે છે. સેવૈયા લાડુ આકર્ષક અને ગુણકારી છે. તેનાથી શરીને પુષ્ટિ મળે છે. ચાર સદ્દણામાં નિષેધાત્મક અને વિધેયાત્મક ભાવોને જાણી હેય અને ઉપાદેયની બુદ્ધિ દ્વારા સમ્યફ આચરણ કરનાર વ્યક્તિ આત્મિક ગુણોને પ્રાપ્ત કરે છે. સેવૈયા લાડુથી શરીરને પુષ્ટિમળે છે, ચારસણાથી આત્મિકપુષ્ટિ થાય છે. - ત્રણ લિંગ એ સુતરફેણી સમાન છે. સુતરફેણી દેખાવમાં સુંદર, રંગે શ્વેત, અત્યંત મુલાયમ અને મધુર હોય છે. સુતરફેણી ખાતાં મન ધરાતું નથી, વધુ ને વધુ ખાવાની ઉત્કંઠા જાગે છે, તેમ શુશ્રુષા,ધર્મરાગ અને દેવગુરુની વૈયાવચ્ચ કરતાં ભવ્ય જીવને થાક, કંટાળો કે અભાવ ન આવે. સમકિતીને આ ત્રણે લિંગ પ્રાણથી અધિક પ્રિય હોય છે. આ ત્રણ લિંગનું સેવન કરનારો શુક્લલશી હોય છે. તેનું હૃદય કુણું હોય છે. દશવિનયનાદહીંથરાદહુઠા (મીઠા),ત્રણશુદ્ધિ સખર સુંવાળી રે, આઠપ્રભાવકજને રાખીપણદૂષણને ગાળીરે ચાખો...૨. કવિ યશોવિજયજી દશ વિનયની દહીંથરા સાથે તુલના કરે છે. દહીંથરા અત્યંત મધુર હોય છે, તેવી જ રીતે વિનય પણ અત્યંત મધુર હોય છે. દહીંથરા ખાતાં સંતોષ થાય પણ અરુચિ ન થાય, તેમ ધર્મમાં વિનયથી નમ્રતા, સરળતા અને નિરભિમાનપણું પ્રગટે છે. વિનયી વ્યક્તિથી કોઈને અરુચિન થાય. ત્રણ શુદ્ધિને કવિએ સુંવાળી સાથે સરખાવી છે. સુંવાળીમાં નામ પ્રમાણે મૃદુતાનો ગુણ છે. ખેડૂત ખેતી (વાવણી) કરતાં પહેલાં ખેતરનું ખેડાણ કરી નકામું ઘાસ દૂર કરે છે, તેમ મન, વચન અને કાયાની શુદ્ધિથી ચિત્ત ભૂમિ સ્વચ્છ અને કોમળ બને છે. તેમાં પ્રભાવક પુરુષો દ્વારા ધર્મબીજનું વાવેતર થાય છે. મૃદુતાવિના ધર્મનટકે. આઠપ્રભાવક પુરુષો સમકિત રૂપી સુખડીનું જતન કરે છે. તેઓ દૂષણથી દૂર રહેવાનો ઉપદેશ આપે છે. પાંચ દૂષણ એ સમકિતરૂપી સૂર્યને ગળી જનાર રાહુ સમાન છે. આઠ પ્રભાવકો છડીદાર બની સમકિતરૂપી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy