SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે તેમની નિત્યસ્તુતિ-ભક્તિ કરવાથી, અર્ધપુદ્ગલપરાવર્તન સંસારનો પણ અંત આવે છે. (૪) આ ઉપરાંત વિજયાનંદસૂરિ જેમનું પ્રસિદ્ધ નામ આત્મારામજી મહારાજ તેમણે નવપદ પૂજા તથા વિસસ્થાનકપટપૂજાની રચના કરી છે. કવિ આત્મારામજી ભવ્યજીવોને સંબોધીને કહે છે કે, હે આતમાં તમે એકવાર અનુપમ આનંદ રસનું પાન કરો. તમે સમકિત સુધાની મધુરતા માણો.જિનેશ્વર કથિત વચનોને સત્ય માની તેની શ્રદ્ધા કરો. કવિ આત્મારામજીએ સમકિતના વિવિધ પ્રકારો, એક જીવની અપેક્ષાએ ભવાંતરમાં કેટલી વખત સમકિત પ્રાપ્ત થાય છે વગેરે દર્શાવેલ છે. પ્રસ્તુત પૂજામાં કવિએ સમકિતની મહત્તાદશવિલી છે. ઉપરોક્ત કવિઓ ભક્તિના માધ્યમ દ્વારા અવિનાશી પદ હાંસલ કરવાનો માર્ગદર્શાવે છે. “વીસ સ્થાનક પદની પૂજામાં સમકિતનું માહાત્મ' સર્વતીર્થકરોએ સ્વાધીન સુખની પ્રાપ્તિ માટે વીસસ્થાનક પદની આરાધના કરી હતી. ભગવાન મહાવીરે પચ્ચીસમા નંદમુનિના ભવમાં આ તપની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. જૈન શાસનમાં નવપદપૂજાની જેમ વીસસ્થાનપદની પૂજા પણ અનન્ય સ્થાન ધરાવે છે. (૧) તપગચ્છના અગ્રણી જૈન સાધુકવિ વિજયલક્ષ્મી સૂરિ કૃત વીસ સ્થાનપદની પૂજા ઉપકારક અને અતિલોકપ્રિય છે. નવમી સમ્યગુદર્શન પદની પૂજા છે, જેમાં સમકિતનું માહાભ્યદર્શાવેલ છે. દર્શન મોહનીય કર્મના ક્ષયથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે. સમકિતના બે પ્રકાર છે. દ્રવ્ય સમકિત અને ભાવ સમકિત દ્રવ્ય સમકિત ભાવ સમકિતનું કારણ છે. દસના અંકમાં નવનો અંક જેમ અભેદ છે, તેમ સમકિતી જીવકુસંગમાં પણ નિષ્કલંકપણે રહેછે. સમકિતીજીવવૈમાનિકગતિનું આયુષ્યબાંધે છે. સમકિતના અનેક ભેદ છે. તેમાં સડસઠ ભેદ મુખ્ય છે. તેનું સેવન કરતાં હરિવિક્રમરાજા રાગદ્વેષના વિજેતા બની મોક્ષલક્ષ્મી પામ્યા, એવું કવિ કહે છે. કવિ ઋષભદાસે પણ ઢાળ-૪૦માં નૃપ હરિવિકમનું દૃષ્ટાંત સમકિતના ભૂષણ સ્થિરતાના સંદર્ભમાં આલેખ્યું છે. (૨) વીશ સ્થાનકપદની પૂજામાં કવિ આત્મરામજી (શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ) એ નવમા દર્શનપદની પૂજાના પ્રથમદુહામાં કહ્યું છે. તત્ત્વપદારથ નવ કહે, મહાવીર ભગવાન, જો સરઘસદ્ભાવસે, સમ્યગદર્શાન શ્રાવિણનહીશાનહૈ, તદવિનચરણનહોય, ચરણવિના મુક્તિ નહી, ઉત્તરજઝયણે જોય. ભગવાન મહાવીર સ્વામી દ્વારા કહેવાયેલા જીવાદિનવતત્ત્વોની યથાર્થશ્રદ્વાજે કરે, તે સમકિતી કહેવાય છે. સમકિત વિના જ્ઞાન યથાર્થનથી, જ્ઞાનવિના ચારિત્ર નથી, ચારિત્રવિના મોક્ષ નથી, એવું શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર કહે છે. કવિએ આગમની સાક્ષીએ મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy