SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે ચાલતા રહે છે, જે સમકિતની ભાવના સાથે તુલનીય છે. • સ્થિરાર્દષ્ટિમાં યોગી પુરુષ આંતર આત્માનંદની અનુભૂતિ કરે છે, જે ગ્રંથિભેદ પછી થતી આત્માનુભૂતિના આનંદ સાથે તુલનીય છે. આભૂમિકાએ રહેલો સાધક સતત શ્રેયના માર્ગેવિચરે છે. તેની સામે બે માર્ગ ખુલ્લા છે. (૧) સદ્ગુરુના ચરણે સમર્પણ અને તેમની ઉપાસના (૨) આત્મનિરીક્ષણ કરવું. સદ્ગુરુને ઓળખી પોતાનું સર્વસ્વ અર્પણ કરવું અતિ ઉત્તમ માર્ગ છે પરંતુ તેવી સુલભતા સર્વ જીવોને સુલભ નથી, ત્યારે સમકિતી જીવ આત્મનિરીક્ષણ કરી સ્વનું સંશોધન કરે છે. નવ પદની પૂજામાં સમકિતનું સ્થાન ઉત્તર મધ્યકાળમાં ભક્તિ આંદોલનના પ્રભાવથી પ્રભાવિત થઈ જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની ભક્તિ કેન્દ્રિત રચનાઓ થઈ. એમાં જિનચૈત્યોમાં વિવિધ પર્વપ્રસંગોએ આનંદ અભિવ્યક્તિ કરવા પૂજા નામના સાહિત્ય પ્રકારની રચના થઈ. પૂજા બે પ્રકારની છે. જળ, કેસર, પુષ્પ આદિનો દ્રવ્ય પૂજામાં સમાવેશ થાય છે, જ્યારે પરમાત્માના ગુણોની સ્તુતિ કે સ્તવનોનો ભાવ પૂજામાં સમાવેશ થાય છે. પૂજા સાહિત્ય ભક્તિમાર્ગમાં નવો રાહ દેખાડે છે. નવપદની પૂજા જ્ઞાનમાર્ગની કાવ્યરચનાનો નમૂનો છે. નવપદની પૂજામાં દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વનો સમાવેશ થયો છે. અરિહંત અને સિદ્ધપદ દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ ગુરુ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ધર્મ છે. નવપદમાં એક મહત્ત્વનું દર્શન પદ છે. દર્શનપદની પૂજા સમકિતના સંદર્ભમાં છે. ઉપાધ્યાય યશોવિજયજી, ઉપાધ્યાય પદ્મવિજયજી, આત્મારામજી, માણેકવિજયજી આદિ સમર્થ જૈન સાધુ કવિઓએ નવપદપૂજાની રચના રચી છે. (૧) ઇ.સ. ૧૭મી સદીમાં શ્વેતામ્બર પરંપરામાં નવ્યન્યાયના મહાન વિદ્વાન યશોવિજયજી મહારાજ થયા. શ્રીપાળ રાજાના રાસની ઢાળમાં યશોવિજયજીએ રચેલા દુહાઓ પછીથી નવપદ પૂજારૂપે પ્રચલિત થયા. તેમણે નવપદ પૂજામાં સમકિતનો મહિમા ગાતાં કહ્યું છે જે વિણ નાણ પ્રમાણ ન હોવો, ચારિત્રતરુ નવિફળીઓ,1° સુખનિર્માણ ન જે વિણ લહીએ, સમકિત દર્શન બળિયો રે. જેની ગેરહાજરીમાં જ્ઞાન પ્રમાણભૂત થતું નથી, ચારિત્ર રૂપી વૃક્ષ ફળ આપતું નથી, મોક્ષનું સુખ પ્રાપ્ત થતું નથી; તે સમકિત બળવાન છે. ૧૭૪ જે સડસઠ બોલોથી અલંકૃત છે. જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની અનુકૂળતાયોગ્યતાવાળું છે. તે સમકિતને નિત્ય પ્રણામ કરું છું.' (૨) વિક્રમસંવત ૧૮૩૮, મહાવદ બીજ, ગુરુવારે લીંબડી શહેરમાં ઉપાધ્યાય પદ્મવિજયજી મહારાજે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy