SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ પાપોનો ક્ષય થાય છે. તેનવિન પાપકર્મોથી નિવૃત્તિ મેળવે છે. તે મુક્તિ માર્ગ તરફ આગળ વધે છે. શ્રી આચારાંગસૂત્ર અનુસાર અહીં પણ સનત્તવંશી ર જવું એવો નિર્દેશ થયો છે. વળી ગૃહસ્થ અને સાધુ બને શ્રદ્ધાના અધિકારી છે, તેવું પણ કથન છે, જે જૈનદર્શન સાથે સામ્યતા ધરાવે છે. • બાઈબલમાં અનેક સ્થળે દર્શાવેલ છે કે શ્રદ્ધાના કારણે ઈસાના સ્પર્શ અને આજ્ઞાથી અનેક રોગી વ્યાધિમુક્ત થયા. આ પ્રમાણે ઈસાઈ ધર્મમાં શ્રદ્ધાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. શ્રદ્ધા આધ્યાત્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. આ શ્રદ્ધા સમ્યગદર્શનના અંશરૂપે ગ્રાહ્ય છે. શ્રદ્ધા વિના મુક્તિ અસંભવ છે; એવું બંને દર્શનો સ્વીકારે છે. ૨) ઈસ્લામ ધર્મઃ ઈસ્લામ ધર્મનો ઉદ્ભવ અરેબિયામાં થયો. તેને સંસ્થાપક મહમદ પયગંબર હતા. તેમનો જન્મ ઈ.સ. ૫૭૦માં થયો હતો. કુરાન શરીફ એ ઈસ્લામ ધર્મનો મૂળ ગ્રંથ છે. • જે અવ્યક્ત પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રાર્થના કરે છે, તેને પરમાત્મા બધું જ આપે છે. કુરાન એક શ્રય દૂતનું કથન છે, તે કોઈ કવિની રચના નથી.' અહીં જૈનદર્શન અનુસાર ધર્મગ્રંથો(આગમો) પર શ્રદ્ધા રાખવાનું સૂચન કર્યું છે. • શ્રદ્ધાવંતને સત્યદષ્ટિ પ્રાપ્ત થાય છે. સત્ય દષ્ટિ પ્રાપ્ત કરનાર સૂક્ષ્મદર્શી અને સાવધાન બને છે."* શ્રદ્ધાહીન અવસ્થામાં મૃત્યુ થતાં તે જીવને દુખદ સજા થાય છે. શ્રદ્ધાહીનની દુર્ગતિ થાય." શ્રદ્ધા વિનાનો જીવ દુઃખી થઈ ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે. તેની દુર્ગતિ થાય છે, એવું જૈનદર્શન પણ સ્વીકારે • કુરાનકાર નિષ્ઠાવાનના સંદર્ભમાં કહે છે - જેને ઈશ્વર પર, તેને પ્રેષિત પર શ્રદ્ધા છે, જે તન-મનધનથી ઈશ્વરની આજ્ઞાનું આરાધન કરે છે, તે જ સાચો નિષ્ઠાવાન છે." ધર્મનો સાર એ જ છે કે મનુષ્ય અંતિમ દિવસો સુધી દેવદૂત પર, ઈશ્વરીયગ્રંથો પર અને પ્રેષિતો પર શ્રદ્ધા રાખે. અહીં જૈનદર્શનની જેમ દેવ(ઈશ્વર), ગુરુ(દેવદૂત) અને ધર્મગ્રંથો પર શ્રદ્ધા રાખવાનું વિધાન છે. • જે શ્રદ્ધાયુક્ત છે તે પાપને ખરાબ ગણે છે. જેને પાપનો પાશ્ચાતાપ નથી તે અત્યાચારી છે. આ કથન જૈનાગમ શ્રી આચારાંગસૂત્ર સમાન છે. • જૈનદર્શનની જેમ શંકાન કરવાનું કુરાનકાર નિર્દેશન કરે છે. હે શ્રદ્ધાવાન!અતિ સંશયોથી બચો. સંશય એ પાપ છે. પરમાત્મા અને તેની વાણી પર જે શ્રદ્ધા રાખશે, તેની આજ્ઞાનું અનુસરણ કરશે તેને માર્ગની પ્રાપ્તિ થશે. "જિનવાણી સમ્યગુદર્શનનું કારણ છે તેવું, જૈનદર્શન અને કુરાનકાર પણ રવીકારે છે • કુરાનમાં શ્રદ્ધા વિષયક ચર્ચા કરી છે. શ્રદ્ધા માટે બર્ફાન” શબ્દ પ્રયુક્ત થયો છે. શ્રદ્ધાવાન માટે બોખીર” શબ્દ પ્રયોગ થયો છે. નાસ્તિક (મિથ્યાત્વ) માટે “પિર, સુનિલ” શબ્દ વપરાયો છે. ઈસ્લામ ધર્મમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા એ શ્રદ્ધાનું સર્વ પ્રથમ સ્થાન છે; જે સમ્યકત્વના આસિક્ય (શ્રદ્ધાન) લક્ષણ સાથે તુલનીય છે. આ પ્રમાણે સર્વ ધર્મદર્શનોમાં શ્રદ્ધાને મુક્તિનું પ્રાથમિક કારણ કહ્યું છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy