SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે • પ્રમેય (જાણવાયોગ્ય) આદિ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષ થાય છે. આત્મા, ઈન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અપવર્ગ એ પ્રમેય પદાર્થ છે. જૈનદર્શન અનુસાર છ દ્રવ્ય અને નવતત્ત્વનું જ્ઞાન મેળવવાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન સમ્યક્દર્શનનું કારણ છે. ૫) વેદાંતદર્શન: ડૉ. રાધાકૃષ્ણ અનુસાર વેદાંતદર્શનનાં રચયિતા બાદરાયણ અને વ્યાસ એકજ વ્યક્તિ છે. હિંદુ ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ દર્શાવેલ છે. મોક્ષ સર્વ શ્રેયસકર છે. મોક્ષ એટલે આત્મસાક્ષાત્કાર. • ઉપનિષદમાં વિદ્યા (જ્ઞાન)થી મોક્ષ પ્રાપ્તિ સવીકારી છે. અજ્ઞાન (અવિદ્યા) બંધનનું કારણ છે. આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાનએ મોક્ષ છે; એવું વેદોમાં અનેક જગ્યાએ જોવા મળે છે. ત્રવેદમાં જ્ઞાન ત્રાહી- જ્ઞાન બ્રહ્મ છે." સામવેદમાં તારિણ- તે તું છે. યજુર્વેદમાં હર હાઆિ- હું બ્રહ્મ છું." અર્થવેદમાં યાત્રા-આ આત્મા બ્રહ્મ છે.” ઉપરોક્ત કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે, આ જગતમાં જે છે તે સર્વ બ્રહ્મ છે. બ્રહ્મનું જ્ઞાન થવાથી અધ્યારોપિત જગતની નિવૃત્તિ થાય છે. • બૃહદારણ્યકોપનિષદમાં યાજ્ઞવલ્ય મૈત્રેયીને ધર્મનો ઉપદેશ આપતાં કહે છે- હે મૈત્રેયી! આત્મા જ જોવા યોગ્ય, અનુભવ કરવા યોગ્ય, મનન અને નિદિધ્યાસન કરવા યોગ્ય છે. આત્મદર્શન, શ્રવણ અને જ્ઞાનથી સર્વ જગતનું જ્ઞાન થાય છે. વેદાંતદર્શનમાં સર્વ પ્રથમ આત્મદર્શનની ચર્ચા કરી છે. આત્મદર્શન એટલે જ સમ્યગદર્શન. ત્યાર પછી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચિત્તની સખ્રસાદ (આનંદમય) અવસ્થા એ શ્રદ્ધા છે. ચિત્તની પ્રસન્નતાથી જ શ્રદ્ધાટકી છે. તેથી સૌ પ્રથમ શ્રદ્ધા આવશ્યક છે. ત્યાર પછી શ્રવણ, ચિંતન, મનનની અવસ્થા આવી શકે. ૬) શ્રીમદ્ ભગવદ્ગીતા - ગીતામાં સમ્યગદર્શન શબ્દના સ્થાને શ્રદ્ધા શબ્દ વપરાયો છે. • શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતાં કહે છે- શ્રદ્ધાવાન, તત્પર, સંયન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરી પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. • ગીતાકાર કહે છે- શ્રદ્ધાયુક્ત, દોષરહિત બુદ્ધિવાળો સંપૂર્ણ કર્મથી મુક્તિ મેળવે છે. “યોગથી ચલિત, શિથિલ મનવાળા શ્રદ્ધાયુક્ત પુરુષની દુર્ગતિન થાય." જૈનદર્શનમાં પણ કહ્યું છે કે સમ્યગદર્શની વૈમાનિક દેવલોકમાં જાય છે, તેની દુર્ગતિ ન થાય. સમ્યગદર્શન (યથાર્થદર્શન)થી મોક્ષ ઉપલબ્ધ થાય છે, તેવું સર્વ શાસ્ત્રો સ્વીકારે છે. શ્રદ્ધા, ઉત્કંઠા, ચારિત્ર (સંયતિ) અને જ્ઞાનથી મોક્ષ મેળવી શકાય; એવું જૈનદર્શન પણ સ્વીકારે છે. • ગીતકાર અનુસાર શ્રદ્ધાવાન પુરુષ સંસારના બીજરૂપ અવિદ્યા આદિ દોષોનું ઉમૂલન કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાયુક્ત યોગી પરમ શ્રેષ્ઠ છે. શ્રદ્ધારહિત અને સંશયયુક્ત પુરુષ પરમાર્થથી ભ્રષ્ટ બને છે. તે સંસારમાં પરિભ્રમણ કરે છે." જૈનદર્શન અનુસાર સંશય શ્રદ્ધાનો ઘાત કરે છે. શ્રદ્ધા રહિતની મુક્તિ અસંભવ છે. અહીં જૈનદર્શન
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy