SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ પુરુષાર્થ પ્રગટે છે. જેમ જેમ કષાયો (કલેશો) ક્ષીણ થાય છે, તેમ તેમ પ્રજ્ઞાનો પ્રકાશ તીવ્ર બને છે. ૩) અનાગામી પુનર્જન્મ ન લેવાવાળો.આ ભૂમિકામાં યોગી સંપૂર્ણ કર્મનો ક્ષીણ કરી નિર્વાણ પ્રાપ્ત કરે ૪) અહતુ અનાગામી સાધક જ્યારે રૂપરાગ (બ્રહ્મલોકની ઈચ્છા), અરૂપરાગ (દેવલોકની ઈચ્છા), ચિત્તની ચંચળતા અને અવિદ્યાનો નાશ કરી, સંપૂર્ણ લેશોનો ક્ષય કરે છે, ત્યારે તેને પૂર્ણ પ્રજ્ઞાનો વિનિયોગ થાય છે. તે સંસારમાં જળકમળવત્ અલિપ્ત રહે છે. તે સાધક તે જ ભાવે નિર્વાણ પ્રાપ્ત કરે છે. - આ ચારે ભૂમિકા જૈનદર્શનના ચૌદ ગુણસ્થાન સાથે તુલનીય છે. • જૈનદર્શન અનુસાર સ્ત્રોતપન અવસ્થા એ શ્રદ્ધા છે. જે ચોથા ગુણસ્થાન સાથે તુલનીય છે. સફદાગામી અવસ્થા નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાન સાથે તુલનીય છે. અનાગામી અવસ્થા તે બારમા ક્ષીણવર્તી ગુણસ્થાન સાથે તુલનીય છે. અહ,અવસ્થાને તેરમા સયોગી કેવળી ગુણસ્થાન સાથે તુલનીય છે. • જૈનદર્શનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ સમ્યકત્વના પાંચ અતિચાર (દોષ) દર્શાવેલ છે તેમ બૌદ્ધ પરંપરામાં પાંચ નિવારણ છે. ૧) કામછંદ (કામભોગોની ઈચ્છા), ૨) વ્યાપાર (હિંસા), ૩) ત્યાનગૃદ્ધ (માનસિક, ચેન્નસિક આળસ), ૪) ઔદ્ધત્ય - કૌકૃત્ય (ચિત્તની ચંચળતા), ૫) વિચિકિત્સા (શંકા). - તુલનાત્મક દષ્ટિએ કામછંદ એ કાંક્ષા અતિચાર છે. વિચિકિત્સા બંને દર્શનોને માન્ય છે. જૈન પરંપરામાં સંશય અને વિચિકિત્સા જુદા જુદા સ્વીકારેલ છે. બૌદ્ધ પરંપરામાં બંનેનો એકમાં સમાવેશ થયો • બૌદ્ધદર્શનમાં આર્ય અષ્ટાંગિક માર્ગમાં સમ્યગદર્શનનો અર્થ યથાર્થ દષ્ટિકોણ રવીકારેલ છે. દુઃખનો છેદ કરવાનો ઉપાય અષ્ટાંગિક માર્ગ છે. ૧) સમ્યગુરુષ્ટિ, ૨) સમ્યક્ સંકલ્પ, ૩) સમ્યક્ વાણી, ૪) સમ્યક્ કર્મ, પ) સમ્યફ આજીવ, ૬) સમ્યફ વ્યાયામ, ૭) સભ્ય સ્મૃતિ, ૮) સમ્યફ સમાધિ. આર્ય અષ્ટાંગિક માર્ગનું પ્રથમ સોપાન સમ્યગુરષ્ટિ છે. સંયુક્તનિકાયમાં કહ્યું છે કે – શ્રદ્ધા પુરુષનો મિત્ર છે, પ્રજ્ઞાતેના પર નિયંત્રણ કરે છે." બૌદ્ધદર્શનમાં નૈતિક જીવનમાં સમ્યક દષ્ટિ આવશ્યક માની છે. સમ્યફદષ્ટિ માટે કુશલ શબ્દ નિયુક્ત થયો છે. આ રીતે બૌદ્ધ અને જૈન ધર્મની વિચારણા સમાન અને નિકટ છે. (૨) સાંખ્યદર્શન - સાંખ્યદર્શનમાં સમ્યગદર્શન કે શ્રદ્ધાનો ઉલ્લેખ મળતો નથી પરંતુ સમ્યકજ્ઞાન અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવો ઉલ્લેખ જોવા મળે છે. • સાંખ્યદર્શન સમ્યકજ્ઞાન અને ચરિત્રને વિવેકખ્યાતિની સંજ્ઞા આપે છે. વિવેકખ્યાતિ શું છે? સાંખ્યદર્શનમાં પચ્ચીસ તત્ત્વ દર્શાવેલ છે. તેના અભ્યાસથી હું (સૂક્ષ્મ શરીર) નથી કારણકે તે મારું નથી. હું (પ્રકૃત્તિ પણ) નથી, એવું સંશયરહિત જ્ઞાન ઉત્પન થાય છે. સંશયરહિત, તત્વજ્ઞાનયુક્ત વિવેક તે વિવેકખ્યાતિ છે. જે તત્વાર્થસૂત્રનાકથન સાથે સામ્યતા ધરાવે છે. સાંખ્યદર્શન જેને વિવેકખ્યાતિ કહે છે, તેને જૈનદર્શન સમ્યગદર્શન કહે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy