SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૩૩૯ प्रशम संवेगानुकंपास्तिक्याभिव्यकित लक्षणे सम्यक्त्वम् । " અર્થ : પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકયની પ્રગટતા જેનું લક્ષણ છે, તે સમકિત છે. અહીં સમકિત લક્ષ્ય છે. પ્રશમાદિ લક્ષણ છે. પ્રશમાદિ ગુણોની અભિવ્યક્તિ જ સમકિત છે. ચિત્તશુદ્ધિ, ચિત્તપ્રસાદ, સત્યગ્રહણની યોગ્યતાનો વિસ્તાર પ્રશમાદિ છે. ષટ્યુંડાગમસૂત્રમાં ૧૪ ગુણસ્થાન, સમકિતના ભેદનું કથન કર્યું છે. (૨) કષાયપાહુડ (જયધવલાટીકા): કષાયપ્રામૃત જે ખંડાગમના દૃષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રમાંથી ઉદ્ભવિત થયું છે. જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વની દશમી વસ્તુના પેજજદોષ નામના ત્રીજા પ્રાભૃતથી કષાય પ્રાકૃતની ઉત્પત્તિ થઈ છે, તેથી તેને પેજ્જદોષપ્રાભૂત પણ કહેવાય છે. જેના રચયિતા આચાર્ય ગુણધર છે. 08 કષાયપ્રાભૂતમાં દર્શનમોહનીયના ઉપશમની ચર્ચા સમકિતનામના દસમા મહાઅર્થાધિકારમાં થઈ છે. दंसणमोहस्सुवसामगो दु चदुसु वि गविसु बोद्धव्वो ।" पंचिदिओ य सण्णी नियमा सौ होई पज्जत्तो ॥ : અર્થ દર્શનમોહનીય કર્મનો ઉપશમ ચારે ગતિના સંશી, પંચેન્દ્રિય, પર્યાપ્તા જીવો નિયમા કરી શકે. દર્શનમોહનીયનીઉપશાંતતાની સ્થિતિમાં મિથ્યાત્વનિમિત્તક બંધ થતો નથી. શિવશર્મસૂરિ કૃત કર્મપ્રકૃતિ ગ્રંથમાં પણ ઉપશમના કરણનું વિવેચન થયું છે. ઉપશમ સ્થિતિમાં કર્મ થોડા સમય માટે દબાવીને રહે છે. મોહનીય કર્મની જ સર્વોપશમના થાય છે. (૩) પુરુષાર્થસિદ્ધયુપાય ઃ તેને ‘જિનપ્રવચન રહસ્યકોશ’ અથવા ‘શ્રાવકાચાર’ કહેવાય છે. તેના કર્તા દિગંબર અમૃતચંદ્રસૂરિ છે. આ ગ્રંથમાં સમકિતનું સ્વરૂપ, સમકિતના નિઃશંકિત આદિ આઠ અંગો†, સાત તત્ત્વો તથા અતિચારોનું આલેખન થયું છે. સમકિતની વ્યાખ્યા કરતાં કહ્યું છે - આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો, તે સમ્યગ્દર્શન છે. આત્માના સ્વરૂપનું વિષેશજ્ઞાન, તે સમ્યજ્ઞાન છે”. સમ્યજ્ઞાન કાર્ય છે, સમ્યગ્દર્શન એનું કારણ છે. આત્માનુભૂતિ એ જ સમ્યગ્દર્શન છે. (૪) ગોમટ્ટસારઃ ૩ નેમિચન્દ્રાચાર્ય રચિત ગોમટ્ટસારમાં યથાપ્રવૃત્તિકરણને અધઃપ્રવૃત્તિકરણની સંજ્ઞા આપી છે. ગોમટ્ટસારના જીવકાંડ વિભાગમાં ગુણસ્થાનનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત દર્શાવેલ છે. (૫) જ્ઞાનાર્ણવઃ તેનુ બીજું નામ યોગાર્ણવ છે. આચાર્ય શુભચંદ્રની રચના છે. સમકિત પ્રાપ્તિ માટે ૨૫ દોષોનો પરિહાર આવશ્યક છે. * द्रव्यादिकमथासाद्य तज्जीवैः प्राप्यते क्वचित् । " पंचविंशति मुत्सृज्य दोषास्तच्छक्तिघातकम् ।। અર્થ : આઠ મદ, ત્રણ પ્રકારની મૂઢતા, છ અનાયતન (કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા તેમજ કુદેવ સેવક,
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy