SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૩૩૩ सम्मदिठी अमोहो सोही सब्भाव दंस! बोही । " અવિઘ્નો સુવિદ્ધિત્તિ વમાનિ ત્તારૂં॥ ૮૬૨ सम्यगर्थानां दर्शनं सम्यग्दृष्टि१, विचारेडमूढत्वं अमोह २, मिथ्यात्वमलापगमः शोधिः ३, सद्भावो यथा सम्यस्त्वस्य निरुक्ति અર્થ : સમ્યગ્દષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય, સુદૃષ્ટિ આદિ સમકિતની નિયુક્તિ છે. જે સમ્યગ્ અર્થોનું વિશ્લેષણ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. વિચારોમાં અમૂઢતા એ અમોહ છે. મિથ્યાત્વરૂપી મેલને દૂર કરે તે શુદ્ધિ છે. સદ્ભાવ એ શુભ ભાવ છે. પદાર્થોને યથાર્થ જોવા એ દર્શન છે. પરમાર્થનું જ્ઞાન થવું તે બોધિ છે. કદાગ્રહરહિત તે વિપર્યય છે. સુંદર સમ્યક્ દૃષ્ટિ તે સુદૃષ્ટિ છે. આ પ્રમાણે સાત પ્રકારે સમકિત શબ્દની નિર્યુક્તિ કરી છે. વળી શાસ્ત્રકાર ગ્રંથિભેદના સંદર્ભમાં પલ્ય, પર્વત, નદી, પાષાણ, કીડીઓ, પુરુષ, માર્ગ, જવર રોગવાળો, કોદરા, અનાજ, જલ અને વસ્ત્ર જેવાં નવ દષ્ટાંતો દર્શાવે છે." શાસ્ત્રકારે આ ગ્રંથમાં સિદ્ધાંત અને કર્મગ્રંથના મતનો અભિપ્રાય સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે. (૧૧) શ્રીવિશેષાવશ્યક ભાષ્યઃ નિર્યુક્તિના ગૂઢાર્થને સરળ બનાવવા પૂર્વાચાર્યોએ વિસ્તૃત વ્યાખ્યાઓ લખી છે. નિર્યુક્તિઓના આધાર પર અથવા સ્વતંત્રરૂપથી ભાષ્યોની પદ્યાત્મક રચનાઓ થઈ. જે પ્રાકૃત ભાષામાં છે. આવશ્યકસૂત્ર પર ત્રણ ભાષ્ય લખાણા છે. બે ભાષ્ય અતિ સંક્ષિપ્ત હોવાથી વિશેષાવશ્યક ભાષ્યમાં તેને સમ્મિલિત કર્યા છે. આ સંપૂર્ણ આવશ્યકસૂત્ર પર નથી. પરંતુ પ્રથમ સામાયિક અધ્યયન પર છે. તેમાં ૩૬૦૩ ગાથાઓ છે. તેના કર્તા જિનભદ્રગણી છે. અહીં સમકિતના પાંચ ભેદોનું કથન છે -વસમિય સાસાળ અથલમર્ગ લેયર્થ અડ્યું। અર્થ : ઔપશમિક, સાસ્વાદન, ક્ષાયોપશમિક, વેદક અને ક્ષાયિક.` તેમજ તે ભેદોનું સ્વરૂપ પણ દર્શાવેલ છે." ત્યાર પછી શાસ્ત્રકાર ગ્રંથિભેદ અને ત્રણ કરણનો ઉલ્લેખ કરે છે.° કઠોર, નિબિડ, શુષ્ક, અત્યંત પ્રચય પામેલા વાંશની ગાંઠ જેવી ગ્રંથિ દુર્ભેદ્ય હોય છે. તેવી કર્મથી ગાઢ બનેલી જીવના રાગ-દ્વેષ રૂપ અધ્યવસાયની તે ગ્રંથિ ભેદવી અતિ દુષ્કર છે. v2 જેવી રીતે મહાવિદ્યા સાધવામાં પ્રારંભમાં સરળ લાગે, મહાવિદ્યા સાધતા સમયે તે દુષ્કર અને વિઘ્નકારક લાગે તેવી જ રીતે કર્મસ્થિતિ ક્ષય કરવામાં પ્રથમની યથાપ્રવૃત્તિકરણરૂપ ક્રિયા સરળ છે. ત્યાર પછી અપૂર્વકરણથી આરંભીને મોક્ષપ્રાપ્તિ સુધીની બધી જ ક્રિયા ઘણી દુર્લભ અને વિઘ્નવાળી છે. re чо આયુષ્ય કર્મ સિવાયના સાતે કર્મોની અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિ થાય, ત્યારે ગ્રંથિદેશ પ્રાપ્ત થાય. જ્યાં સુધી આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યાં સુધી સમકિત પ્રાપ્ત ન થાય. કર્મની લઘુતાથી સમકિત પ્રાપ્ત થાય. કર્મ ક્ષય કરવામાં પ્રવર્તેલ આત્માના અધ્યવસાય, તે પ્રથમ યથાપ્રવૃત્તિકરણ. પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થયેલ એવા અપૂર્વ સ્થિતિ ઘાત, રસાત આદિ રૂપ અધ્યવસાય, તે બીજું અપૂર્વકરણ. સમકિતનો લાભ થાય ત્યાં સુધી જે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy