________________
૧૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
કડીનો ‘હિતશિક્ષા રાસ’(સં. ૧૬૮૨), ૧૮૫૧ કડીનો ‘શ્રેણિક રાસ’(સં. ૧૬૮૨), ૧૬૨૪ કડીનો ‘શ્રાદ્ધવિધિ રાસ', ૧૨૭૧ કડીનો ‘ઋષભદેવ રાસ’(સં. ૧૯૬૨), ૧૧૧૬ કડીનો ‘ભરત બાહુબલિ રાસ’ (સં.૧૫૧૮), ૧૦૧૪ કડીનો ‘અભયકુમાર રાસ’(સં. ૧૫૮૯) તથા બીજા રાસો મળી લગભગ ૩૦,૦૦૦ થી વધુ કડીઓ રાસકૃતિઓની જ લખી છે. તેમની કુલ કૃતિઓ લગભગ ૩૬ તથા ૧૧૧ થી વધુ સ્તવનાદિ રચનાઓ, લગભગ ૪૦૦ જેટલા સુભાષિતો, આ સર્વ સાહિત્ય કવિ ૠષભદાસને આ શતકના પ્રસિદ્ધ પંડિત કવિ ઠરાવે છે તથા જૈન સાહિત્ય સર્જકોમાં શ્રાવક કવિ તરીકે મહત્ત્વના કવિ ગણવા પ્રેરે છે.
સમયસુંદર, ઋષભદાસ, ગુણવિનય, નયસુંદર, સફલચંદ્ર, સહજકીર્તિ, હીરકલશ અને પદ્મ સુંદર જોવા સમર્થ કવિઓની રાસકૃતિ વડે સત્તરમું શતક ઝળકે છે. સત્તરમા શતકમાં પૂર્વેના ચારે શતકો કરતાં વધુ રાસો રચાયાં છે.
કવિ લાવણ્યસમય, કવિ સમયસુંદર અને કવિ નયસુંદર જેવા ત્રણ સમર્થ સાધુકવિઓની પંક્તિમાં બેસી શકે એવા આપણા અભ્યાસનો વિષય ‘‘સમકિતસાર રાસ''ના રચયિતા શ્રાવક કવિ ઋષભદાસ છે. તેઓ જૈન સંસ્કૃતિ અને તત્ત્વ રસને સ્થાપિત કરનારા સાહિત્ય સર્જક છે. તેમનો પરિચય હવે પછીના પ્રકરણમાં પ્રસ્તુત છે.
પાદનોંધ(પ્રકરણ-૧)
૧. જૈન ગુર્જર કવિઓ ભા.૧, પૃ. ૨૮૭, પ્રથમાવૃત્તિ,
૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રકરણ-૨, આગમકાળ, પૃ. ૧૭. પ્રથમાવૃત્તિ.
જૈન ગુર્જર કવિઓ ભા.૧, કૃતિ ક્રમાંક ૧થી ૧૨, આવૃત્તિ-૨. સં. જયંત કોઠારી. ૪. એજ, કૃતિ ક્રમાંક ૧૩-૪૨, આવૃત્તિ-૨.
૩.
૫. એજ, કૃતિ ક્રમાંક ૪૩-૧૩૭, આવૃત્તિ-૨.
૬.ગુજરાતી સાહિત્ય-મધ્યકાલીન. પૃ.૧૧૨, ૭. એજ, પૃ.૧૦૪,૧૦૫,
૮. એજ, પૃ.૧૧૩,
૯. જૈન ગુર્જર કવિઓ ભા.-૨, કૃતિ ક્રમાંક ૧૩૮-૬૨૪. આવૃત્તિ-૨. સં. જયંત કોઠારી ૧૦. જૈન ગુર્જર કવિઓ ભા.-૨-૩, કૃતિ ક્રમાંક ૯૦૨-૧૭૪૨. આવૃત્તિ-૨.
૧૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ. પ્રસ્તાવના, પૃ-૭૨,
૧૨. ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ, પૃ. ૪,
૧૩. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રં. ૧, પૃ. ૨૭, સં. ઉમાશંકર જોષી, અનંત રાવળ, યશવંત શુક્લ. ૧૪. કવિ પંડિત વીરવિજયજી . પૃ. ૧૪,
૧૫. Sri.N.B.Divetia in Milestones in Gujrati Literature.Page-22.
૧૬. જૈન ગુર્જર કવિઓ ભા.-૧, કૃતિ ક્રમાંક ૧૩૮-૬૨૪ તથા ૮૦૭-૯૦૨. આવૃત્તિ-૨.
૧૭. જૈન ગુર્જર કવિઓ ભા.-૨,૩. કૃતિક્રમાંક ૯૨-૧૭૪૨ તથા ૧૮૩૫-૧૮૯૬. આવૃત્તિ-૨.