SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે (૪) શ્રી ઉત્તરાધ્યયનસૂત્રઃ અંગ ગ્રંથોની અપેક્ષા ઉત્તરકાળમાં રચાયેલું હોવાથી ઉત્તરાધ્યયનસૂત્ર કહેવાય છે. સમકિતના સ્વરૂપનું નિરૂપણ કરતાં ગ્રંથકારે ૨૮મામોક્ષમાર્ગઅધ્યયનમાં કહ્યું છે तहियाणं तु भावाणं सभावे उवएसणं। भावेणं सहहंतस्स, सम्मत्तं तं वियाहियं।" અર્થઃ જીવ-અજીવાદિ પદાર્થોના સદ્ભાવમાં સ્વભાવથી અથવા કોઈના ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા થાય છે. તેને સમકિત કહેવાય છે. સમકિત (શ્રદ્ધા) નિસર્ગઅથવા અધિગમથી થાય છે. વળી આસૂત્રમાં નવ તત્ત્વના નામ દર્શાવેલ છે. સંસારમાં જીવ મનુષ્યત્વ, શ્રત ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થપરમ દુર્લભ છે એવું દર્શાવી શ્રદ્ધાની દુર્લભતા દર્શાવી છે. આત્મરક્ષક મુનિ અપ્રમત્ત થઈ વિચરે. જ્યાં પ્રમાદ છે ત્યાં આત્મદેષ્ટિ ભુલાય છે. અહીં આત્મદેષ્ટિ એટલે સમ્યગુદર્શન. દર્શન સંપન્ન જીવ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વનો મૂળથી નાશ કરે છે. તેના દર્શનનો પ્રકાશ અખંડ છે.“ જે જીવો હિંસામાં અનુરકત છે, નિદાન સહિત અનુષ્ઠાન કરે છે. તેને બોધિ પ્રાપ્ત થવી દુર્લભ છે, જ્યારે સમકિત સહિત, અનિદાનક્રિયા, શુક્લલેશ્યાયુક્ત જીવો, સુલભબોધિ બને છે. આ ઉપરાંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમકિત પ્રાપ્તિની દશ પ્રકારની રુચિ,દર્શનાચાર અને પાંચ અતિચારનો ઉલ્લેખ થયો છે. મુનિ સાંસારિકવિષયભોગોને હેય તથા મોક્ષમાર્ગને ઉપાદેયસમજી શંકા-કાંક્ષાનો ત્યાગ કરે એવું ઘણા સ્થાને કહેવાયું છે." આસૂત્રમાં સમકિતનું સ્વરૂપ અને મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન સમ્યગદર્શન છે, તેવું સ્પષ્ટ થાય છે. (૫) શ્રીનિશીથસૂત્રઃ શ્રી આચારાંગ આદિસૂત્રોની જેમ આચારની પ્રધાનતા દર્શાવતું શ્રી નિશીથસૂત્ર છે. જે શ્રી આચારાંગસૂત્રનો એક ભાગ મનાય છે. તેનું બીજું નામ આચારકલ્પ છે. તેની રચનાના સંદર્ભમાં બે પરંપરા છે. ૧.આચાર્યભદ્રબાહુ સ્વામીએ શ્રી નિશીથસૂત્રની રચના કરી, જે વીરનિર્વાણ પછી ૧૫૦વર્ષ હોઈ શકે. ૨. વિશાખાચાર્ય મુનિ, જે ભદ્રબાહુ સ્વામી પછી થયા છે. તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેથી આ ગ્રંથનો રચનાકાળવીરનિર્વાણપછી ૧૭૫ વર્ષની આસપાસનો હોવો જોઈએ. શ્રી નિશીથસૂત્રમાં દર્શનાચારના આઠ પ્રકાર તથા તેના ભેદ દર્શાવેલ છે. તેમજ પાર્થસ્થ આદિ મિથ્યાત્વીઓના સંગનો ત્યાગ કરવા વિષે આસૂત્રમાં જણાવેલ છે. મિથ્યાત્વીનો સંગ ત્યાગ એટલે સમકિતની સુરક્ષા આવું જ્ઞાન આસૂત્રધારાથાયછે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy