SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે બને. (૪) કોઈ કદાગ્રહી જીવપ્રથમકે પછી પણ અશ્રદ્ધાળુ જ હોય." આ ચાર ભાંગાને અનુક્રમે સાયિક સમકિત, ઉપશમ કે ક્ષયોપશમ સમકિત, ક્ષાયોપથમિક કે ક્ષાયિક સમક્તિ, મિથ્યાત્વીજીવો (અભવ્ય, દુર્ભવ્ય) સાથે સરખાવી શકાય. (૧) અહીં સમકિત એટલે વિવેકયુક્ત સત્ય સમજણ. અહિંસા, દયા, સત્ય આદિ સગુણો પર શ્રદ્ધા અને યથાશક્તિ આચરણ, ધર્મમાં સમ્યકપરાક્રમ. (૨) મુનિજીવન અને સમકિતની એકતા-અભેદતા (૩) સમકિતના અભાવમાં જ્ઞાનપણ અજ્ઞાનબને. (૪) સમ્યકજ્ઞાનના અભાવમાં ચારિત્રપણસમ્યક નથી. (૫) દઢ શ્રદ્ધાન, અહિંસા સમકિતનો પાયો છે. (૬)દઢ શ્રદ્ધાનઅને વિશ્વાસના પાયા પર મુનિભાવયુક્ત સમકિતરૂપી ભીંતનું નિર્માણ આ ગ્રંથમાં થયું છે. (૭) સમકિત માટે આસૂત્રમાં સમા, સ, સમથર્વસ, સી તથા સાષ્ટિ માટે સમણિી, સલિસિન જેવા શબ્દપ્રયોગથયા છે. (૨) શ્રીસૂત્રકૃતાંગસૂત્રઃ પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું બીજુ અંગસૂત્ર છે. આસૂત્ર પણ પ્રાચીન છે. સમકિતના સ્વરૂપનું નિરૂપણ આસૂત્રમાં નીચે પ્રમાણે છે. सोच्चा य धम्मं अरिहंतभासियं, समाहियं अट्ठपओवसुद्धं । तं सहहंता यजणा अणाऊ, इंदा व देवाहि व आगमिस्संति॥" અર્થ: શ્રી અરિહંત દેવ દ્વારા ભાષિત યુક્તિસંગત શુદ્ધ અર્થ અને પદવાળા આ ધર્મને સાંભળીને જે જીવ એમાં શ્રદ્ધાકરેને મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા ઈન્દ્રની જેમ દેવતાઓના અધિપતિ થાય છે. તીર્થંકર પ્રણિત ધર્મશુદ્ધ અર્થ અને પદથી યુક્ત છે. અહીંસમકિતનો અર્થ શ્રદ્ધા છે. जेय बुद्धा महानागा, वीरा सम्मत्तदंसिणो। सुद्धं तेसिं परकंतं, अफलं होति सब्बसो॥" અર્થઃ મિથ્યાષ્ટિના તપ, દાન, યમ, નિયમ આદિ સર્વ પ્રયત્નો અશુદ્ધ છે, જ્યારે સમકિતીની સર્વ ક્રિયાઓ કર્મનાશ માટે સફળ બને છે. મોહનીય કર્મના પ્રભાવથી મૂછિત (બંધ) છે તે સર્વોક્ત આગમને સ્વીકારતો નથી." સમકિતને અટકાવનાર મોહનીય કર્મ છે. સમકિતના અભાવમાં ક્રિયાઓ પણપ્રાણહીન બને છે. सबोवसंता सबत्ताए परिनिबुडे तिबेमि। एस ठाणे आरिए अकेवले जाव सबदुक्खप्पहीणमग्गे एगंत सम्मे साह।" અર્થ : જે પુરુષ કષાયથી અને સર્વ ઈદ્રિયોના ઉપભોગથી નિવૃત્ત છે તે ધર્મપક્ષવાળો છે. તે આર્યસ્થાન છે, જે સર્વદુઃખનાશક છે. આએકાંત સમ્યગુસ્થાન છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy