SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ અનુક્રમે સંઘવી સાંગણ ત્રંબાવતી નગરીમાં આવ્યા. તેઓ પર્વ તિથિએ પૌષધ પ્રતિક્રમણ આદિ કરતા હતા. તેઓ નિત્યબાર ભાવનાભાવતા હતા.૮૭૬ શ્રી સંઘવી સાંગણનાપુત્ર કવિત્રરુષભદાસ વડીલોની પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરે છે. વીસનગરમાં પ્રાગવંશ વિસ્તર્યો, એમાં રૂડીમાતાતારીજ કૃપા હતી. (?) (અહીં રીડી (રૂડી) માએવો શબ્દપ્રયોગ કર્યો છે, જે પ્રાવંશની કુળદેવી હોય તેવી સંભાવના છે.)૮૭૭ ચોવીસજિનેશ્વરોનું નામ સ્મરણ કર્યું. તેઓ મારાપર પ્રસન્ન થાઓ. માતા સરસ્વતી દેવીનો આધાર લઈ કવિષભદાસે સમકિતસાર રાસનું કવન કર્યું...૮૭૮ (અંતે કવિ કહે છે કે, જે આરાસને ભણશે, ગણશે, વાંચશે, વંચાવશે તેના ઘરે સંપત્તિની વૃદ્ધિ થશે, વળી આરાસનું શ્રવણ કરતાં સમકિતનિર્મળ થશે...૮૭૯ રાસ કવનનું કાર્ય પૂર્ણ થતાં કવિનું હૃદય આનંદથી પુલકિત બન્યું છે. તેમની સર્વ અભિલાષાઓ પૂર્ણ થઈ છે. ખરેખરી સમકિત પ્રાપ્ત થાય પછી કોઈ ઇચ્છા-અભિલાષા હોયજ નહીં. આત્માનુભૂતિ સમાન સુખદાયી બીજી કઈ વસ્તુ હોઈ શકે? સમકિત સાર રાસની પૂર્ણાહુતિના પ્રસંગે કવિએ પૂર્વોક્ત કવિઓનું સ્મરણ કર્યું છે. કવિએ તેમને વડેરા'ની ઉપમા આપી છે. વડેરા એટલે મહાન. આ પ્રમાણે કવિ મહાન કવિઓ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરી, પોતાને અલ્પ બુદ્ધિવાળા કહે છે, જે કવિની નમ્રતા-લઘુતા છે. સાચો વિદ્વાન હંમેશાં નિરાભિમાની હોય. ચરમજ્ઞાનએ કેવળજ્ઞાન છે, તેની સમક્ષ છવસ્થ જીવોનું જ્ઞાનબિંદુતુલ્ય છે. કવિએ આ રાસ કવનનું પ્રયોજન કડી-૮૯રમાં દર્શાવેલ છે. કવિએ આ રાસ જ્ઞાનાવરણીય કર્મોના લયોપશમ અનુસાર પોતાની મતિ માટે રચ્યો છે. અહીં તેમણે આ રાસરચનામાં સહાયક અને કૃપા વરસાવનાર એવા જ્ઞાની ભગવંતોનું નામ સ્મરણ કરી તેમની ગુણસ્તુતિ પણ કરી છે. કડી-૮૬૩ અને ૮૬૪માં ગુરુનું માહાભ્ય દર્શાવેલ છે. કવિએ ભક્તિભાવથી પ્રેરાઈને, ગુરુના પ્રભાવ પર વારી જઈને, તેમના પ્રત્યે અત્યંત અહોભાવ વ્યક્ત કર્યો છે. કડી-૮૬૩ અને ૮૬૪ના શબ્દો અતિ સરળ, મધુર અને ભાવવાહી છે. તેમણે ગુરુને “જ્ઞાનવત'ની ઉપમા આપી છે. - કવિએ પોતાના ગુરુ તરીકે વિજ્યાનંદસૂરિને સ્તવ્યા છે. હીરવિજયસૂરિ, વિજ્યાનંદસૂરિના દીક્ષાગુર છે, તેવું કડી ૮૬૭ માં જણાવેલ છે. ત્યાર પછી હીરવિજયસૂરિના શબ્દો મીઠાં અને મધુર છે, જેને “શેરડીના રસની ઉપમા આપી છે. કવિને તપગચ્છનાનાયક(પટ્ટધર) વિજ્યાનંદસૂરિપ્રત્યે અત્યંત અહોભાવ હતો. કડી - ૮૭૦ તેમજ કડી - ૮૭૭, ૮૭૮માં અંતિમ મંગલાચરણ છે. તીર્થકરોની અર્થરૂપી વાણીને ગણધરોસૂત્રરૂપે ગૂંથી શાસ્ત્રોની રચના કરે છે. શ્રુતનો પ્રવાહ ગણધરોથી પ્રવાહિત બને છે. તેથી જિનવાણીરૂપી સરસ્વતી, તીર્થકરો અને ગણધરભગવંતોને કવિએ અહીં સ્તવ્યા છે. કવિ કુલ પરંપરાના પરિચય પૂર્વે સમસ્યાની ભાષામાં રાસ રચના વિષે જણાવે છે. જે મયકાલીન કવિઓની પરંપરા હતી. *ઘણી હસ્તપ્રતોમાં આ ત્રણ ગ્લો જોવા મળે છે. - - - - - - - - - -
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy