________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
તપગછધોરીકીરતિ ગોરી, રુપવંત આચારીજી, ગુણ બત્રીસે જે નર પુરો, જેણઈ તારમાં નરનારી જી...આશા. તે સહિ ગુરુના ચર્ણ પખાલી, સેવી સરસતિ પાઈજી, ચોવીસઈજિન ગણધર નામિ, સમકીત સાર રચાઓજી...આશા . વારણ રસ સસી સંખ્યા, સંવછરની કહીઈજી, સ્રીપતિધ સહોદર સગપર્ણિ, માસ મનોહર લીઈજી...આશા. પ્રથમપક્ષ ચંદ્રોદઈ દૂતીઆ, ગુરુવારિ મંડાણ જી, ત્રંબાવતી માહિં નીપાઓ, વીબૂધ કરઈ પરમાણુ જી...આશા. શ્રી સંઘવી મહીરાજ વખાણું, વીસલનગરના વાસીજી, વડા વીચારી સમકીત ધારી, મિથ્યામતી ગઈ હાસીજી...આશા. તાસ પૂત્રછઈ નયન ભલેરાં સાંગણ સંઘ ગછધોરીજી, સંઘપતિ તીલક ઘરાવ્યો તેણઈ, વાધી પૂન્યની દોરીજી...આશા. બાર વરતના જે અદિકારી, દાન સીલ તપ ધારીજી, ભાવિ ભગિતી કરઈ જિન કેરી, નવિનરખઈ પરનારી જી...આશા. અનુકરમિંસંઘવી જે સાંગણ, ત્રંબાવતી માહ આવે જી, પૌષધ પૂણ્ય પડીકરણૂં કરતા, દ્વાદશ ભાવના ભાવઈજી...આશા. શ્રીસંઘવી સાંગણ સૂત પેખો, ઋષભદાસ ગુણ ગાય જી, પ્રાગવંશ વીસો વીસ્તરયો, રીડી (રૂડી) મા તું પસાઈ જી...આશા.. ચોવીસઈજિનનામપસાયિ, સારદનો આધારજી,
...૮૬૯
...૮૭૦
...૮૭૧
...૮૭૨
...૮૭૩
...૮૭૪
...૮૭૫
...૮૭૬
...૮૭૭
૩૧૫
રીષભદાસ કવી રચના કરતો, વીઓ સમકીત સારજી...આશા. ભહાઈ ગુણઈ વાચંઈ વંચાવઈ, તે ઘરિદ્ધિભરાઈજી,
...૮૭
ઋષભ કહઈ એ રાસ સુર્ણતાં સમકીત નીર્મલ થાઈજી...આશા. અર્થ: કવિ કહે છે કે) સમકિત સાર રાસની રચના કરીને મારી સર્વ મનોકામના પૂર્ણ થઈ. મને અક્ષર, પદ, ગાથાનું જે જ્ઞાન છે, તેમાં સમર્થ કવિઓનો મોટો ઉપકાર છે...૮૫૮
...૮૭૮
(ભૂતકાળમાં) પૂર્વે જે મહાન કવિઓ થઈ ગયા, તે કવિઓના પગલે પગલે ચાલનારો હું તેમનો સેવક છું. તેમના નામ સ્મરણના મહિમાથી મેં સમકિત રાસનું કવન કર્યું છે...૮૫૯
સમ્યક્ત્વના સંપૂર્ણ ભેદોને ન સમજાવી શકવાથી અથવા પદોનું સમ્યક્ પ્રકારે જોડાણ ન થવાથી સમકિત સાર રાસમાં જે દૂષણો દેખાય છે, તે મારી અલ્પ બુદ્ધિનું પરિણામ છે....૮૬૦
તમારા આધારે હું બુદ્ધિ વિનાનો (અલ્પ બુદ્ધિવાન) હોવા છતાં બોલું છું. મારા તરફ સૌમ્ય દ્રષ્ટિ રાખજો. મારા દૂષણો તરફ દુર્લક્ષ્ય કરજો તથા જ્ઞાનીની જેમ મારી ભૂલોની શુદ્ધિ કરો.....૮૬૧
આ રાસ મેં મારી બુદ્ધિ માટે રચ્યો છે. જ્ઞાનીઓના ચરણોની ઉપાસનાથી તેમજ ગુરુ મહિમાથી આજે