SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ (ર) વિરતિ - તેને મોક્ષની તીવ્ર અભિલાષા જાગે છે. વિરતિ એ આત્માની માતા છે. અપાર ઐશ્વર્ય વચ્ચે પણ વિરતિરૂપી માતાની આંગળી પકડી સમ્યગુદૃષ્ટિ આત્માત્યાગ માર્ગે જાય છે. (૩) યોગાભ્યાસ- આત્માનો પિતા છે. પિતાની આજ્ઞાને અનુસરનાર પુત્રજીવનમાં ક્યાંય અટવાતો નથી, તેમ સમ્યગુર્દષ્ટિ આત્માને સંયમપૂર્વકયોગીજીવનનો અભ્યાસ કરવાના ભાવ જાગે છે. (૪) સમતા - સમતા એ ધાવમાતા છે. ધાવમાતા જેમ બાળકનું રક્ષણ કરે છે, તેમ સમતારૂપી ધાવમાતાની ગોદમાં કીડા કરતું બાળક આંતરિકવિકૃતિઓ જેવી કે નિંદા, ઈર્ષા, ક્રોધ, આદિ કષાયોથી સુરક્ષિત રહે છે તેથી કષાયોની ઉપશાંતતાપ્રગટે છે. (૫) વિતરાગતા - આત્માની બહેન છે.વિતરાગતારૂપી બહેન આત્મારૂપી બાંધવને જગતના લોભામણા પદાર્થો કેમિથ્યાત્વની જાળમાં ક્યાંય ફસાવાતી નથી. તેથી રાગરહિત જીવનદશા પ્રગટ થાય છે. (૬) વિવેક- આત્માનો પુત્ર છે. વિવેકગુણ આત્મા માટે અત્તરચક્ષુ છે. વિવેકથી કુસંસ્કારોનો અંત આવે છે. આત્માદિવ્યજ્ઞાનતરફપ્રસ્થાન કરે છે. (૭) વિનય - આત્માનો લઘુ બાંધવ છે. વ્યવહારમાં પણ મોટાભાઈને નાનોભાઈ સહાયક બને છે, તેમ વિનય રૂપીલgબાંધવ સદાચાર, નમ્રતા, સત્ય, પ્રમાણિકતા, મૈત્રીઆદિ ગુણોની વૃદ્ધિ કરે છે. (૮) સમ્યકત્વ-આત્મા માટે અક્ષય ભંડાર સમાન છે. જેના પ્રતાપે આત્માની શક્તિઓનો પ્રતિ સમયે વિકાસ થતો જાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રહેલા ગુણોનું પ્રગટીકરણ થાય છે. જીવનાકષાય, કામ અને રાગ-દ્વેષ ક્રમશઃ ઘટતા જાય છે. (૯) તપ-આત્મા માટે અશ્વરૂપે બને છે. અશ્વ અતિવેગવાળું અને શક્તિશાળી પ્રાણી છે. સમ્યગદર્શની આત્મા તપરૂપી અશ્વપરઆરુઢથઈ કર્મરૂપી શત્રને હરાવી કર્મપરવિજ્ય મેળવે છે. ઈન્દ્રિયો અને મનના મહાવેગનેતપ કમજોર બનાવે છે. (૧૦) પવિત્ર ભાવના-શુભ ભાવના કવચરૂપે આત્માને સહાયક બને છે. જેમરણસંગ્રામમાં યોદ્ધાઓ પોતાના જીવનની સુરક્ષા માટે બાર પહેરે છે, તેમ અશુભ કે ગંદી ભાવનાઓ સામે અનિત્ય આદિ બાર ભાવના તથા મૈત્રીઆદિચારભાવનાઓનું ક્વચ આત્માને પતનથી ઉગારે છે. (૧૧) સંતોષ - સંતોષ એ સેનાપતિ છે. આત્મારૂપી મહારાજા સંતોષરૂપી સેનાપતિ વડે નિસ્પૃહી બનવાની લાયકાત પ્રાપ્ત કરે છે. (૧૨) સમ્યગુજ્ઞાન - આત્માને અમૃતના ભોજન સમાન છે. અમૃતનું ભોજન આત્માને અમર બનાવે છે, તેમ સમ્યગુજ્ઞાનરૂપી અમૃતમય ભોજનથી વૈકારિક, તામસિક, રાજસિક ભાવો નાશ પામે છે. સમ્યકજ્ઞાનના સહારે અનુક્રમે આત્મા અમર (મોક્ષ)બને છે. (૧૩) સુમતિ - આત્માની પટ્ટરાણી છે. સુમતિરૂપી પટ્ટરાણીના કારણે આત્માને અનુપમ, અદ્વિતીય, અનુભવ જ્ઞાનસુલભ બને છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy